________________
અધ્યયન–૧૪
ન
વિધિથી અન્યને સમજાવે (૨૫) અધિકાંશ સમય શાસ્ત્ર સ્વાઘ્યમાં રત રહે (૨૬) મર્યાદાનું ઉલ્લંઘન કરીને વધારે ન બોલે (૨૭) સાધુ ધર્મોપદેશ આપતાં કોઈની સભ્યષ્ટિને અપસિદ્ધાંત પ્રરૂપણા કરીને દૂષિત કે વિચલિત ન કરે (કોઈની શ્રદ્ધા ભંગ થાય તેવો ઉપદેશ ન આપે) (૨૮) આગમના અર્થને દૂષિત ન કરે (૨૯) સિદ્ધાંતને છુપાવીને ન બોલે (૩૦) આત્મરક્ષક સાધુ સૂત્ર તેમજ અર્થ અથવા પ્રશ્નને અન્યથા (ઊલટા—સૂલટા)ન કરે (૩૧) શિક્ષાદાતા પ્રશાસ્તાની સેવા ભક્તિનું ધ્યાન રાખે (૩૨) સમ્યક્ રીતે સમજી વિચારીને કોઈ વાત કહે (૩૩) ગુરુ પાસેથી જેવું સાંભળ્યું છે તેવી જ પ્રરૂપણા કરે (૩૪) સૂત્રનું ઉચ્ચારણ, અધ્યયન તેમજ પ્રરૂપણા શુદ્ધ કરે (૩૫) શાસ્ત્ર વિહિત તપશ્ચર્યાની પ્રેરણા કરે (૩૬) ઉત્સર્ગ–અપવાદ, હેતુગ્રાહ્ય-આજ્ઞાગ્રાહ્ય અથવા સ્વસમય-પ૨સમય આદિ ધર્મને અથવા શાસ્ત્રવાક્યને યથાયોગ્ય પ્રતિપાદિત કરે છે.
૩૮૯
ગુરુકુળવાસી સાધક બંન્ને શિક્ષાઓ પ્રાપ્ત કરીને ભાષા પ્રયોગમાં અત્યંત નિપુણ થઈ જાય છે. પાઠાંતર અને વ્યાખ્યા :– - संकेज्ज याऽसंकितभाव भिक्खू : :- ચૂર્ણિસમ્મત પાઠાન્તર છે સંખ્ય વા સતિભાવ મિલ્લૂ વ્યાખ્યા આ પ્રમાણે છે– જો કોઈ વિષયમાં સાધુ શંકિત છે, કોઈ શાસ્ત્રવાક્યના અર્થમાં શંકા છે તો તે શંકાત્મક રૂપથી આ રીતે પ્રતિપાદન કરે કે મારી સમજમાં આનો અર્થ આ પ્રમાણે છે, તેથી અધિક તત્ત્વ જેવલિનમ્યમ્।
અપાતો :- ને બદલે પાઠાત્તર છે અળાતો, વ્યાખ્યા આ પ્રમાણે છે—સાધુ વ્યાખ્યા કે ધર્મકથાના સમયે આકુળ વ્યાકુળ ન થાય.
વિમન્નવાય ન વિયારેબ્ના :- વિભજ્યવાદથી એમ કહેવું જોઈએ કે, હું તો એમ માનું છું પરંતુ
આ વિષયમાં અન્યત્ર(બીજા કોઈને)પણ પૂછી લેવું. (૨) વિભજ્યવાદનો અર્થ છે સ્યાદ્વાદ, અનેકાન્તવાદ, સાપેક્ષવાદ (૩) વિભજ્યવાદનો અર્થ છે–પૃથક્ અર્થ નિર્ણયવાદ. (૪) સમ્યક્ પ્રકારે અર્થોનો નય, નિક્ષેપ આદિથી વિભાગ–વિશ્લેષણ કરીને પૃથક્ કરીને કહે. જેમ કે– દ્રવ્યાર્થિક નયથી નિત્યવાદને તથા પર્યાયાર્થિક નયથી અનિત્યવાદને કહે.
Jain Education International
ન
પિબદ્દે મંતપર્ણી નોય :- આ વાક્યના ટીકાકારે ત્રણ અર્થ કર્યા છે– (૧) મંત્રપદનો પ્રયોગ કરી વચનગુપ્તિને નિસ્સાર ન કરે. (૨) રાજા આદિને મંત્ર આપીને પ્રાણીઓના જીવનનો નાશ ન કરાવે. (૩) મંત્રપ્રયોગ દ્વારા પોતાના અભિમાનનું પોષણ ન કરે. અસાદુધા િળ સંવર્ખ્ખા :- આ વાક્યના ટીકાકારે ત્રણ અર્થ કર્યા છે—– (૧) કુસાધુઓના ધર્મ(વસ્તુદાન, તર્પણ આદિ)નો ઉપદેશ ન કરે. (૨) અસાધુઓના ધર્મોપદેશને સમ્યક્ ન કહે. (૩) ધર્મકથા કરતો સાધુ અસાધુઓના ધર્મોની કે પોતાની પ્રશંસા, કીર્તિ, પ્રસિદ્ધિ આદિની ઈચ્છા ન કરે.
॥ અધ્યયન ૧૪ સંપૂર્ણ ॥
For Private Personal Use Only
www.jainelibrary.org