________________
૩૮૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :સંજોગ અતિભાવવૂિ = સૂત્ર અને અર્થના વિષયમાં શંકાયુક્ત કે શંકારહિત ભાવો હોય તો પણ સાધુ, વિજળવાય રવિવારે નાસ્યાદ્વાદમય વચન બોલે, ધામુહિં બાલાપુ = ધર્માચરણ કરવામાં પ્રવૃત્ત રહેનારા સાધુઓની સાથે સત્યભાષા અને વ્યવહાર ભાષા આ બે ભાષાઓ બોલે, સમયાનુHUો વિવારે ના = ઉત્તમ બુદ્ધિ સંપન્ન સાધુ ધનવાન અને દરિદ્ર બધાને સમભાવથી ધર્મ કહે. ભાવાર્થ :- સુત્ર અને અર્થના સંબંધમાં શંકાયુક્ત કે શંકારહિત હોવા છતાં પણ પદાર્થોની વ્યાખ્યા વિભજ્યવાદથી–સાપેક્ષ દૃષ્ટિથી, અનેકાન્ત રૂપે કરે. ધર્મમાં સમુદ્યત સાધુ સાથે સાધુ સત્ય અને વ્યવહાર આ બે ભાષાઓ બોલે, આ સુપ્રજ્ઞ સાધુ ધનવાન અને ગરીબ બન્નેને સમાન રૂપે ધર્મ કહે. ___ अणुगच्छमाणे वितह विजाणे, तहा तहा साहु अकक्कसेणं ।
ण कत्थई भास विहिंसएज्जा, णिरुद्धगं वा वि ण दीहएज्जा ॥ શબ્દાર્થ :- પુછીને = પૂર્વોક્ત બન્ને ભાષાઓ દ્વારા પ્રવચન કરતા સાધુના કથનને કોઈ બરાબર સમજી લે છે, વિતરં વિનાને = અને કોઈ મંદમતિ વિપરીત સમજે છે, તહીં તહીં સાદુ અa = જે વિપરીત સમજે છે, તેઓને સાધુ કોમળ શબ્દો દ્વારા સમજાવવાની ચેષ્ટા કરે, ન
= કઠોર શબ્દ ન કહે, માસ વિદિસપુઝા = સાધુ, પ્રશ્ન કરનારાઓની ભાષાની નિંદા ન કરે, fખર વાવ વીંટણના = અર્થનો નિરોધ ન કરે અને અર્થને શબ્દાડમ્બરથી વધારે નહી. ભાવાર્થ :- પૂર્વોક્ત બે ભાષાઓનો આશ્રય લઈને શાસ્ત્ર અથવા ધર્મની વ્યાખ્યા કરતા સાધુના કથનને કોઈ વ્યક્તિ યથાર્થ સમજી લે અને કોઈ મંદમતિ વ્યક્તિ તેને અયથાર્થ રૂપે વિપરીત સમજે તો સાધુ તે વિપરીત સમજનારી વ્યક્તિને યોગ્ય હેતુ, યુક્તિ, ઉદાહરણ તેમજ તર્ક આદિથી જેમ તે સમજી શકે, તેમ તેવા હેતુ આદિથી કોમળ શબ્દોમાં સમજાવવાનો પ્રયત્ન કરે. જે બરાબર સમજતો નથી, તેને "તું મૂર્ખ છે, દુર્બુદ્ધિ છે, જડમતિ છે," ઈત્યાદિ તિરસ્કાર સૂચક વચનો કહીને તેના મનને દુઃખિત ન કરે તથા પ્રશ્નકર્તાની ભાષાને અસંબદ્ધ બતાવીને તેનો તિરસ્કાર ન કરે. થોડા શબ્દોમાં કહી શકાય તેવી વાતને નિરર્થક શબ્દાડંબરથી વિસ્તૃત ન કરે.
- समालवेज्जा पडिपुण्णभासी, णिसामिया समिया अट्ठदंसी । २४
आणाए सुद्धं वयणं भिउंजे, अभिसंधए पावविवेग भिक्खू ॥ શબ્દાર્થ -ડપુvoભાવીસમી નવેમ્બર = પ્રતિપૂર્ણ ભાષા દ્વારા સાધુ પ્રતિપાદન કરે,fસમિયા સોનિયા અદ્ભવલી = ગુરુ પાસેથી સાંભળીને સારી રીતે પદાર્થને જાણનારો સાધુ, માણાસુ વાળ Tબન = આજ્ઞાથી શુદ્ધ વચન બોલે, fમહૂિપાવવા મHથ = સાધુ પાપનો વિવેક રાખીને નિર્દોષ વચન બોલે. ભાવાર્થ :- જે વાત સંક્ષેપમાં ન સમજાવી શકાય, તેને સાધુ વિસ્તારથી સમજાવે, વિષયને સ્પષ્ટ કરવા પૂર્ણરૂપે ભાષાનો પ્રયોગ કરે, ગુરુપાસેથી સાંભળીને પદાર્થને સારી રીતે જાણનાર અર્થદર્શી સાધુ આજ્ઞાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org