________________
અધ્યયન–૧૪
_.
[ ૩૭૫]
ચિદમ અધ્યયનો પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "ગ્રંથ" છે. ગ્રંથ શબ્દ ગાંઠ, પુસ્તક તેમજ બાહ્ય–આત્યંતર પરિગ્રહના અર્થમાં પ્રયુક્ત થાય છે.
- નિર્યુક્તિકારના મત અનુસાર "ગ્રંથ" શબ્દનો અર્થ બાહ્ય–આત્યંતર પરિગ્રહ છે. બાહ્યગ્રંથના મુખ્ય ૧૦ પ્રકારો છે. (૧) ક્ષેત્ર (૨) વસ્તુ (૩) ધન-ધાન્ય (૪) જ્ઞાતિજન, મિત્ર આદિ દ્વિપદ તથા ગાય, ભેંસ આદિ ચતુષ્પદ જીવ (૫) વાહન (૬) શયન (૭) આસન (૮) દાસી–દાસ (૯) સોનુ-ચાંદી (૧૦) વિવિધ સાધન સામગ્રી. આ બાહ્ય પદાર્થોમાં આસક્તિ રાખવી એ જ વાસ્તવમાં ગ્રંથ છે. આત્યંતર ગ્રંથના મુખ્ય ૧૪ પ્રકારો છે. (૧) ક્રોધ (૨) માન (૩) માયા (૪) લોભ (૫) રાગ (મોહ) (૬) દ્વેષ (૭) મિથ્યાત્વ (૮) કામ (૯) રતિ(અસંયમમાં રુચિ) (૧૦) અરતિ(સંયમમાં અરુચિ) (૧૧) હાસ્ય (૧૨) શોક (૧૩) ભય અને (૧૪) જુગુપ્સા.
ઉત્તરાધ્યયન સૂત્રના ક્ષુલ્લક નિગ્રંથીય અધ્યયન અનુસાર જે આ બન્ને પ્રકારના ગ્રંથનો ત્યાગ કરે, જેને આ બન્ને પ્રકારના ગ્રંથો પ્રત્યે આસક્તિ અથવા રુચિ ન હોય તથા નિગ્રંથ માર્ગની પ્રરૂપણા કરનારા આચારાંગ આદિ ગ્રંથોનું જે અધ્યયન, પ્રશિક્ષણ કરે છે, તેઓ નિગ્રંથ શિષ્યો કહેવાય છે. નિગ્રંથ શિષ્ય ગુરુની પાસે રહીને જ્ઞ પરિજ્ઞાથી બાહ્ય–આત્યંતર ગ્રંથને જાણીને પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગવા જોઈએ. આ રીતે આ અધ્યયનમાં ગ્રંથવિષયક પ્રેરણા મુખ્ય હોવાથી આ અધ્યયનનું નામ "ગ્રંથ" રાખવામાં આવ્યું છે અથવા આ અધ્યયનના પ્રારંભમાં ગંથં(ગ્રંથ) શબ્દનો પ્રયોગ હોવાથી તેનું નામ "ગ્રંથ" છે.
શિષ્યો બે પ્રકારના હોય છે. દીક્ષાશિષ્ય અને શિક્ષાશિષ્ય. જેને દીક્ષા દઈને શિષ્ય બનાવવામાં આવે છે, તે દીક્ષા શિષ્ય કહેવાય છે તથા જે આચાર્ય આદિ પાસેથી આચરણ અથવા ઈચ્છા, મિચ્છા, તહક્કાર આદિની શિક્ષા લે છે, તે શિક્ષાશિષ્ય કહેવાય છે. શિષ્યની જેમ આચાર્ય અથવા ગુરુ પણ બે પ્રકારના હોય છે. દીક્ષાગુરુ અને શિક્ષાગુરુ. તેથી આ અધ્યયનમાં મુખ્યતયા બતાવવામાં આવ્યું છે કે ગ્રંથ ત્યાગી શિક્ષા શિષ્ય(શક્ષિક) અને શિક્ષાગુરુ કેવા હોવા જોઈએ ? તેઓએ કેવી પ્રવૃત્તિ કરવી જોઈએ ? તેઓની જવાબદારી અને કર્તવ્ય શું શું છે? આ બધાં તથ્યોનું નિરૂપણ ઉદ્દેશા વિનાના આ અધ્યયનમાં ૨૭ ગાથાઓ દ્વારા કરવામાં આવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org