________________
Education International
અર્થ એ છે કે જેનાથી પદાર્થોનું જ્ઞાન થાય તે આગમ છે અથવા જેનાથી પદાર્થોનું પરિપૂર્ણતા યુક્ત જ્ઞાન પ્રાપ્ત થાય તે આગમ છે.
આગમના પ્રકાર :– 'આગમ'ના મુખ્યતાએ બે પ્રકાર છે. (૧) અંગપ્રવિષ્ટ (૨) અંગબાહ્ય આચારાંગ, સૂત્રકૃતાંગ, સ્થાનોંગ, સમવાયાંગાદિ ૧૧ અંગ સૂત્રોનો સમાવેશ અંગપ્રવિષ્ટમાં થાય છે તથા તે સિવાયના સૂત્રોનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. એટલે કે સર્વ ઉપાંગ સૂત્રો, મૂળ સૂત્રો અને છેદ સૂત્રોનો સમાવેશ અંગબાહ્યમાં થાય છે. સૂત્રકૃતાંગ સૂત્ર :– પ્રસ્તુત આગમ અંગપ્રવિષ્ટ આગમોમાં બીજા નંબરનું આગમ છે.
નિર્યુક્તિકાર આચાર્ય ભદ્રબાહુ સ્વામીએ પ્રસ્તુત આગમ માટે ત્રણ શબ્દોનો પ્રયોગ કર્યો છે તે આ પ્રમાણે– સૂતાડ, સૂત્તજ્ડ, સૂયાડ ચેવ ગોળાફેં અર્થાત્ સૂતળઙ = સૂત્રકૃત, સુત્તઙ = સૂત્રકૃત, સૂયગડ = સૂચાકૃત.
ઉપરોક્ત ત્રણે ય નામોનો અર્થ આ પ્રમાણે કર્યો છે—
(૧) સૂત।ડ- આ આગમ ભગવાન મહાવીરથી 'સૂત' એટલે કે ઉત્પન્ન થયેલું છે તથા ગ્રંથ રૂપે ગણધરો દ્વારા કરાયેલું છે તેથી તેનું નામ સૂતકૃત છે.
(૨) સૂત્તš– સૂત્રો દ્વારા આમાં તત્ત્વબોધ કરાય છે તેથી તેનું નામ સૂત્રકૃત છે. (૩) સૂયગડ- આમાં સ્વ અને પર સમયની સૂચના કરવામાં આવી છે તેથી તેનું નામ સૂચાકૃત છે. આ અર્થ કરવામાં દાર્શનિક અંશ વધારે છે.
પ્રસ્તુત સૂત્રકૃતાંગ(સૂયગડાંગ)સૂત્રના બે શ્રુતસ્કંધ છે. પહેલા શ્રુતસ્કંધના ૧૬ અધ્યયનો અને બીજા શ્રુતસ્કંધના ૭ અધ્યયનો છે. સૂયગડાંગ સૂત્ર માત્ર જૈનતત્ત્વ દર્શનનું સૂચક શાસ્ત્ર નથી પરંતુ આત્માની મુક્તિનો માર્ગ પ્રશસ્ત કરનાર મોક્ષશાસ્ત્ર છે. વિશ્વના સર્વ આસ્તિક અથવા આત્મિક દર્શનોનું ચરમ અને પરમ લક્ષ્યબિંદુ મોક્ષ, નિર્વાણ કે પરમપદનું સ્વરૂપ તેમજ સિદ્ધિનો ઉપાય બતાવનાર આગમ છે. આ સૂત્રમાં દર્શનની સાથે જીવનવ્યવહારનો ઉચ્ચ આદર્શ પણ પ્રસ્તુત છે.
આચારાંગ સૂત્રમાં આચારની પ્રધાનતા અને વિચારની ગૌણતા છે, તો
36
ivate & Personal Use Only
www.jainlibrary