________________
જેનદર્શનની માન્યતાનુસાર આત્માના રાગદ્વેષાદિ વિકારો સાધના દ્વારા દૂર કરી શકાય છે. જ્યારે સમસ્ત વિકારો દૂર થાય ત્યારે આત્માના જ્ઞાન, દર્શન, સુખ, વિર્યાદિ ગુણ સંપૂર્ણપણે પ્રગટ થાય. ગુણોનું સર્વાગીણ પ્રગટીકરણ એ જ સર્વજ્ઞતા. આવા સર્વજ્ઞપુરુષની વાણીને જ 'આગમ' કહેવાય પરંતુ અહીં આગમનો અર્થ આપ્તપુરુષની વાણી અથવા તત્ત્વજ્ઞાન, આત્મજ્ઞાન તથા આચાર–વ્યવહારનો સમ્યક બોધ આપનાર શાસ્ત્ર કે સૂત્ર એવો થાય છે.
પ્રાયઃ કરીને બધા જ સર્વજ્ઞો(કેવળી ભગવંતો)ની વાણીનું સંકલન થતું નથી. તે તો વિખરાયેલા પુષ્પોની જેમ જ હોય છે, પરંતુ વિશિષ્ટ અતિશયસંપન્ન સર્વજ્ઞ કે જે ધર્મતીર્થની સ્થાપના કરે છે, તીર્થ પ્રવર્તાવે છે અને ચતુર્વિધ સંઘના જીવનમાં ધર્મસાધના સ્થાપિત કરે તેઓ તીર્થકર કહેવાય છે. આવા તીર્થકરોની વાણી રૂપી પુષ્પો જ્યારે માળારૂપે ગણધરો ગૂંથે છે ત્યારે જ તે આગમનું રૂપ ધારણ કરે છે. તે જ આગમ એટલે કે જિન પ્રવચન (નિગ્રંથ પ્રવચન). આજે આપણા માટે આત્મવિદ્યા તથા મોક્ષવિદ્યાનો મૂળ સ્રોત આગમ છે. આગમને પ્રાચીનતમ ભાષામાં 'ગણિપિટક' પણ કહેવામાં આવે
આગમનો શાબ્દિક અર્થ :- આગમ શબ્દ 'આ' ઉપસર્ગ પૂર્વક ગમ્' ધાતુથી બનેલો છે. આ = પૂર્ણ અને ગમ્ = ગતિ અથવા પ્રાપ્તિ એટલે કે પૂર્ણગતિ કે પૂર્ણપ્રાપ્તિ એવો અર્થ થાય. પૂર્ણતાની પ્રાપ્તિનો માર્ગ જેમાં પ્રદર્શિત છે તે આગમ. કોઈ સ્થળે ગમ્ ધાતુ જાણવા અર્થમાં વપરાય છે. આ = ચારેબાજુથી, ગમ્ = જાણવું. જેના દ્વારા ચારેબાજુથી જાણવા મળે છે તે આગમ.
શ્રી અનુયોગદ્વાર સૂત્ર તથા વિશેષાવશ્યક ભાષ્યમાં આગમને માટે સૂત્ર, ગ્રંથ, સિદ્ધાંત પ્રવચન,આજ્ઞા, વચન, ઉપદેશ, પ્રજ્ઞાપના આદિ શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો
છે.
શ્રી તત્ત્વાર્થ ભાષ્યમાં ઉમાસ્વાતિજી મહારાજે શ્રુત, આપ્તવચન, આમ્નાય, ઉપદેશ, ઐતિહ્ય, પ્રવચન અને જિનવચન આદિને આગમ કહ્યું છે. આ રીતે આગમ શબ્દના વિભિન્ન પર્યાયવાચી શબ્દો પ્રચલિત રહ્યા છે.
સામાન્ય રીતે સર્વજ્ઞyળીતોપ' અર્થાત્ આપ્તનું કથન આગમ છે. બીજો
3
35
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary