________________
પરંતુ શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન-૧૦, ગાથા-૩૧ માં કહ્યું છે કે-૧ ફુ જિને અન્ન વિરૂફ, વઘુમા હિસ્સ માલિg I અર્થાત્ આપણા આ ભરત ક્ષેત્રમાં વર્તમાન આ વિષમ અને દુઃષમકાળમાં જિન(જિનેશ્વર) દેખાતા નથી પરંતુ બહુમત વાળા અનેકાન્ત માર્ગના દર્શક અને ઉપદેશકો ઘણા છે. જ્યારે તીર્થકરો, ગણધરો, મન:પર્યવજ્ઞાનીઓ કે વિશિષ્ટ અવધિજ્ઞાનીઓ કોઈ હાજર નથી તેવા આ કાળમાં જિનેશ્વરોના આગમો જ આપણા માટે આલંબનભૂત છે. તેથી જ મહાપુરુષો કહી ગયા છે કે
"કળિકાળે જિનનામ, જિનાગમ ભવિયણકું આધાર" ભવ્યજીવો માટે આ કળિ કાળમાં જિનનામ અને જિનાગમ આ બે જ આધાર છે. જેમણે આત્મકલ્યાણ સાધવું હોય તેમણે આ બંનેનો આશ્રય લેવો જ રહ્યો.
ભારતીય આર્ય સંસ્કૃતિમાં પરાપૂર્વથી આત્મા, ઈશ્વર તથા જગત અને જગતના પદાર્થો સંબંધી વિચારણા રહી છે. પરંતુ સર્વ દર્શનોની એ વિચારણાઓનો મૂળસ્વર તો "અધ્યાત્મ" જ છે. જોકે પ્રત્યેક દર્શનોના પ્રણેતાઓએ 'અધ્યાત્મ' ને લક્ષ્યમાં લઈશ્રદ્ધા, જ્ઞાન અને આચરણ પર ભાર મૂક્યો છે છતાં પ્રત્યેક દર્શનોની માન્યતાઓમાં ભિન્નતા દષ્ટિગોચર થાય છે.
વૈદિક પરંપરામાં 'વેદ', બૌદ્ધદર્શનમાં 'ત્રિપિટક, ઈસાઈઓમાં બાઈબલ', પારસીઓમાં 'અવેસ્તા, મુસ્લિમોમાં 'કુરાને શરીફ' પવિત્ર ધર્મગ્રંથો છે. તેવી જ રીતે જૈનદર્શનના ધર્મગ્રંથને "આગમ" કહેવામાં આવે છે. આપણાં ચોવીસમાં તીર્થંકર ભગવાન મહાવીરની વાણી 'આગમ'માં આજે પણ સુરક્ષિત છે.
સામાન્ય રીતે આગમ બે પ્રકારના છે– (૧) સૂત્રાગમ એટલે સૂત્રરૂપ આગમ અને (ર) અર્થાગમ એટલે અર્થરૂપ આગમ. તીર્થકર દેવની જનકલ્યાણકારિણી વાણીને તેમના જ શિષ્ય ગણધરો સંકલિત કરીને 'આગમ' અથવા શાસ્ત્રનું રૂપ આપે છે. તેથી જ કહેવાય છે કે
अत्थं भासइ अरहा, सुत्तं गंथति गणहरा निउणा अर्थात् अर्थ३५ આગમની પ્રરૂપણા અરિહંતો, તીર્થકરો કરે છે અને સૂત્રરૂ૫ આગમની રચના નિપુણ(પ્રાજ્ઞ) એવા ગણધરો કરે છે.
34
Je
Education International
Frivate & Pertena Use On
www.jainerary