________________
Education International
સૂયગડાંગ સૂત્રમાં વિચાર અને આચાર બંનેની પ્રધાનતા છે. જૈનદર્શન અનેકાંતના પાયા પર અડીખમ ઊભુ છે. તેથી વિચાર અને આચારનો સુંદર સમન્વય કરવો એ જ જૈનદર્શનનું મુખ્ય ધ્યેય રહ્યું છે.
જોકે આચારાંગ સૂત્રમાં પણ પરમતનું ખંડન સૂક્ષ્મરૂપમાં છે છતાં આચારની જ તેમાં પ્રબળતા છે. જ્યારે સૂયગડાંગમાં કેટલાંક અધ્યયનમાં પરમતનું મંતવ્ય અને સ્વમતનું સ્વરૂપ છે અને કેટલાંક અધ્યયનમાં સંયમાચારનો ઉપદેશ છે.
સૂયગડાંગ સૂત્રમાં સ્વસમય અને પ૨સમયનું વર્ણન છે. વૃત્તિકારો કહે છે કે આમાં ૩૩ પાસડી મતોનું નિરાસન કરવામાં આવ્યું છે. સમવાયાંગ સૂત્રમાં સૂયગડાંગ સૂત્રનો પરિચય આપતા કહ્યું છે કે, 'તેમાં સ્વસમય, પરસમય તથા જીવાજીવાદિ નવ તત્ત્વોના વિષયમાં કથન કરવામાં આવ્યું છે તેમજ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી તથા ૩૨ વિનયવાદી કુલ ૩૩ અન્યમતોની પરિચર્ચા કરી છે.
નંદી સૂત્રમાં કહ્યું છે કે સૂયગડાંગ સૂત્રમાં લોક, અલોક, જીવ, અજીવ આદિનું નિરૂપણ છે તથા પાસંડી મતોનું નિરાસન છે. દિગમ્બર પરંપરા માન્ય ગ્રંથ રાજવાર્તિક અનુસાર સૂયગડાંગમાં જ્ઞાન, વિનય, કલ્પ, અકલ્પ, વ્યવહાર, ધર્મ તેમજ વિભિન્ન ક્રિયાઓનું પણ નિરૂપણ છે.
સૂયગડાંગ સૂત્રમાં પરમત નિરાસન અને સ્વમત મંડન વધારે પ્રમાણમાં હોવાથી સૂયગડાંગની તુલના બૌદ્ધ પરંપરા માન્ય અભિધમ્મ પિ સાથે કરવામાં આવી છે. જેમાં બુદ્ધે પોતાના યુગમાં પ્રચલિત ૬ર મતોનું પ્રસંગોપાત નિરાસન કરીને પોતાના મતની સ્થાપના કરી છે.
પ્રસ્તુત સૂત્રની પદસંખ્યા ૩૬ હજાર બતાવવામાં આવી છે. તેના બે શ્રુતસ્કંધ છે તેમાંથી સંપૂર્ણ પ્રથમ શ્રુતસ્કંધ તથા બીજા શ્રુતસ્કંધના પાંચમાં, છઠ્ઠા અધ્યયનની રચના પદ્યશૈલીમાં તથા બીજા શ્રુતસ્કંધના પહેલા, બીજા, ત્રીજા, ચોથા અને સાતમા અધ્યયનની રચના ગધશૈલીમાં છે.
દર્શન શાસ્ત્રનું લક્ષ્ય છે જીવ અને જગતના વિષયમાં વિચાર અને વિવેચના કરવી. ભારતીય દર્શનોમાં વૈદિકદર્શન(સાંખ્ય, યોગ, વૈશેષિક–ન્યાય, મીમાંસક અને વેદાંત) તથા અવૈદિકદર્શન(જૈન, બૌદ્ધ, ચાર્વાક)નું ચિંતન મુખ્યતયા ત્રણ આધાર પર
37
ivate & Personal Use Only
www.jainlibrary