________________
અધ્યયન-૧૩
_.
૩૩ ]
AY)/
તેરમું અધ્યયન
યથાતથ્ય
GOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOGOG યથાતથ્ય નિરૂપણનું અભિવચન :
आहत्तहीयं तु पवेदइस्सं, णाणप्पगारं पुरिसस्स जातं ।
सतो य धम्मं असतो असीलं, संतिं असंतिं करिस्सामि पाउं ॥ શબ્દાર્થ :- સદાહર્ષિ તુ પવેવ યથાતથ્ય એટલે કે સાચા તત્ત્વને કહીશ, બળવાર = જ્ઞાનના પ્રકાર અર્થાત્ સમ્યકજ્ઞાન દર્શન અને ચારિત્રના રહસ્યને કહીશ, પુરસસનાત = જીવોના સગુણો અને દુર્ગુણોને કહીશ, તો ય — = ઉત્તમ સાધુઓના શીલ, અલતો સતત = તેમજ અસાધુઓના કુશીલને પણ કહીશ, સતિ અતિ પ૪ વરસાનિ = શાંતિ એટલે કે મોક્ષ અને અશાંતિ એટલે કે સંસારના સ્વરૂપને પણ પ્રગટ કરીશ.
ભાવાર્થ :- હું (સુધર્માસ્વામી) યથાતથ્ય-યથાર્થ તત્ત્વને કહીશ તથા જ્ઞાનના પ્રકાર, સમ્યકજ્ઞાનદર્શન–ચારિત્રના રહસ્યને પ્રગટ કરીશ, તેમજ પુરુષોના સગુણો–દુર્ગુણો કહીશ. ઉત્તમ સાધુઓના શીલ અને અસાધુઓના કુશીલને તેમજ શાંતિ(મોક્ષ) અને અશાંતિ (સંસાર)ના સ્વરૂપને પણ પ્રગટ કરીશ.
વિવેચન :
આ ગાથામાં ચાર વિષયોના યથાર્થ નિરૂપણનું અભિવચન છે.
(૧) સમ્યકજ્ઞાન, દર્શન અને ચારિત્રનું રહસ્ય (૨) સત્પુરુષ અને અસત્પુરુષના પ્રશસ્તઅપ્રશસ્ત ગુણ, ધર્મ, સ્વભાવ આદિનું નિરૂપણ (૩) સુસાધુઓનાં શીલ, સદાચાર, સદનુષ્ઠાન અને કુસાધુઓના કુશીલ, અનાચાર અને અસદનુષ્ઠાનનું સ્વરૂપ (૪) સુસાધુઓને સમસ્ત કર્મક્ષયરૂપ શાંતિ (મુક્તિ)ની પ્રાપ્તિ અને કુસાધુઓને જન્મ-મરણરૂપ અશાંતિ(સંસાર)ની પ્રાપ્તિનું રહસ્ય તેમજ કારણ.
આ ચાર વિષયનું પ્રતિપાદન કરવું તે આ અધ્યયનનું વિષયવસ્તુ છે. પુલિસ ના - પાઠાન્તર છે–પુરસન્ન ભાવ = સાધુ પુરુષોના વિવિધ પ્રકારના સારા નરસા ભાવોને, ગુણોને કહીશ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org