________________
સર
શ્રી ચગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
તેરમું અધ્યયન
પરિચય મેળવીજપોલ પરમીટ આપવામા
આ અધ્યયનનું નામ "યાથાતથ્ય" અથવા "યથાતથ્ય" છે. યથાતથ્યનો અર્થ છે— યથાર્થ, વાસ્તવિક, પરમાર્થ અથવા જેવું હોય તેવું.
નિર્યુક્તિકારે "તથ્ય" શબ્દના ચાર નિક્ષેપ કર્યા છે. નામ તથ્ય અને સ્થાપના તથ્ય સુગમ છે. સચિત્તાદિ પદાર્થોમાંથી જે પદાર્થનો જેવો સ્વભાવ અથવા સ્વરૂપ હોય તેને તે રૂપે કહેવું તેને દ્રવ્ય તથ્ય કહે છે, જેમ કે પૃથ્વીનું લક્ષણ કઠિનતા, ચંદનનો સ્વભાવ શીતળતા છે તે દ્રવ્યતથ્ય કહેવાય છે. ઔયિક આદિ છ ભાવોની યથાર્થતાને ભાવતથ્ય કહે છે અથવા આત્મામાં રહેનાર "ભાવતથ્ય" ચાર પ્રકારનું છે. (૧) જ્ઞાનતથ્ય-પાંચે જ્ઞાન દ્વારા વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણવું. (૨) દર્શનતથ્ય-જીવાદિ તત્ત્વો પર યથાર્થ શ્રદ્ધા કરવી (૩) ચારિત્રતથ્ય-૧૭ પ્રકારના સંયમ અને ૧૨ પ્રકારના તપનું શાસ્ત્રોક્ત રીતે પાલન કરવું (૪) વિનયતથ્ય–જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને ઉપચાર રૂપે ૪૨ પ્રકારે વિનયની યથાયોગ્ય આરાધના કરવી.
પ્રશસ્ત અને અપ્રશસ્ત ભાવતથ્યમાંથી આ અધ્યયનમાં પ્રશસ્ત ભાવતથ્યનો અધિકાર છે. સૂત્રોનો સર્વજ્ઞ કથિત જે અર્થ અથવા વ્યાખ્યા છે, તે રીતે અર્થ અને વ્યાખ્યા કરવી અને તેવું આચરણ કરવું તે યથાતથ્ય કહેવાય છે, પરંપરાગત સૂત્રાર્થ અને વ્યાખ્યાથી વિપરીત, કપોલકલ્પિત, કુતર્ક દ્વારા વિકૃત અર્થ અને વ્યાખ્યાન કરવું તે અયથાતથ્ય છે.
આ અધ્યયનમાં પૂર્વોક્ત ભાવતથ્યની દૃષ્ટિએ સાધુઓના પ્રશસ્ત જ્ઞાન શીલરૂપ તથ્યનું તથા અસાધુઓના તેનાથી વિપરીત શીલ સ્વભાવ તેમજ સ્વરૂપનું યથાતથ્ય વર્ણન હોવાના કારણે આ અધ્યયનને "યચાતથ્ય" કહેવામાં આવ્યું છે અથવા આ અધ્યયનની પ્રથમ ગાથામાં બાદત્તહિયું (યથાતથ્ય) શબ્દનો પ્રયોગ થયો છે, આ આદિ પદને લઈને આ અઘ્યયનનું નામ "યાથાતથ્ય" આપવામાં આવ્યું છે.
Jain Education International
આ અધ્યયનમાં ૨૩ ગાથાઓ દ્વારા સાધુઓના ગુણદોષોની વાસ્તવિક સ્થિતિ પર પ્રકાશ પાડવામાં
આવ્યો છે.
યથાતથ્ય વ્યાખ્યાન અને તદનુસાર આચરણથી સાધકને સંસારસાગર પાર કરવા યોગ્ય બનાવવાનો આ અધ્યયનનો ઉદ્દેશ છે.
܀ ܀ ܀ ܀ ܀
For Private & Personal Use Only
www.jainelibrary.org