________________
અધ્યયન-૧૨
૩૬૧ |
આવી છે. મુખ્ય યોગ્યતાઓ આ પ્રમાણે છે– (૧) જે લોકમાં સ્થિત સમસ્ત નાનાં મોટાં પ્રાણીઓને આત્મવતુ જાણે દેખે છે (૨) જે આત્મ જાગરણના સમયે આ વિશાળ લોકની અનુપ્રેક્ષા કરે છે કે "આ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ–ભાવથી વિશાળ, અંતરહિત લોક કર્મવશાત્ જન્મમરણ–જરા-રોગ-શોક આદિ વિવિધ પ્રકારના દુઃખરૂપ છે" (૩) તે તત્ત્વદર્શી પુરુષ અપ્રમત્ત સાધુઓ પાસે દીક્ષા ગ્રહણ કરે છે (૪) જીવાદિ નવ પદાર્થોને પ્રત્યક્ષ જોનારા અવધિજ્ઞાની મન:પર્યવજ્ઞાની કે કેવળજ્ઞાની પાસેથી અથવા પરોક્ષજોનારા મતિશ્રુત જ્ઞાની પાસેથી જાણી બીજાને ઉપદેશ આપે છે (૫) જે સ્વ–પરનો ઉદ્ધાર અથવા રક્ષણ કરવામાં સમર્થ છે (૬) જિજ્ઞાસુની સમક્ષ અનુરૂપ સદ્ધર્મને પ્રગટ કરે છે (૭) સમ્યક ક્રિયાવાદના અનુગામીઓ તેજસ્વી મુનિના સાનિધ્યમાં રહે છે (૮) જે આત્મા જીવોની ગતિ–આગતિ, મુક્તિ તથા મોક્ષની શાશ્વતતા અને સંસારની અશાશ્વતતાનું રહસ્ય જાણે છે, જે અધોલોકના જીવોના દુઃખોને જાણે છે, આશ્રવ, સંવર, પુણ્ય, પાપ, બંધ તેમજ નિર્જરાને જાણે છે, તે જ ક્રિયાવાદનું સમ્યક નિરૂપણ કરી શકે છે (૯) એવા સમ્યક ક્રિયાવાદી સાધુએ પાંચે ઈન્દ્રિયોના વિષયોમાં આસક્તિ તેમજ દ્વેષ ન રાખવા જોઈએ, તેણે આદાન(મિથ્યાત્વાદિ દ્વારા ગૃહીત કર્મ અથવા વિષય કષાયોના ગ્રહણ)થી આત્માને બચાવવો જોઈએ અને માયાથી મુક્ત રહેવું જોઈએ.
સંક્ષેપમાં જે સાધક આત્મવાદ, ભોગવાદ તેમજ કર્મવાદને જાણે છે અથવા નવ તત્ત્વોને વિમુક્તિરૂપ મોક્ષના અર્થમાં(સંદર્ભમાં) સ્વીકાર કરે છે, તે જ વસ્તુતઃ ક્રિયાવાદનો જ્ઞાતા તેમજ ઉપદેષ્ટા છે.
છે અધ્યયન ૧ર સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org