________________
અધ્યયન-૧૨
| ૩૫૯ |
ક્રિયાવાદના નામે પાપકર્મ કરનારા કર્મક્ષય કરીને મોક્ષ પ્રાપ્ત કરી શકતા નથી (૨) કર્મોનો સર્વથા ક્ષય કરવા માટે મહાપ્રાજ્ઞ સાધક સાવધ–નિરવ સર્વ કર્મોના આગમનને રોકીને અંતે સર્વથા અક્રિય (યોગ રહિત) અવસ્થામાં પહોંચી જાય છે અર્થાત્ કથંચિત્ સમ્યક અક્રિયાવાદને પણ અપનાવે છે (૩) એવા મેધાવી સાધક લોભ અને માન યુક્ત ક્રિયાઓથી સર્વથા દૂર રહીને, જેટલો લાભ થાય તેમાં જ સંતુષ્ટ થઈ પાપયુક્ત ક્રિયા કરતા નથી (૪) તેવા સમ્યક્ ક્રિયાવાદીઓના નેતા સ્વયંબુદ્ધ કે સર્વજ્ઞ હોય, તેઓના કોઈ નેતા નથી. તેઓ લોકના ભૂતકાલીન, ભવિષ્યકાલીન તેમજ વર્તમાન કાલીન વૃતાન્તોને યથાવસ્થિત રૂપે જાણે છે, અને સંસારના કારણ ભૂત કર્મોનો અંત કરી દે છે (૫) એવા મહાપુરુષ પાપ કર્મોથી નફરત કરતા પોતે પાપકર્મ કરતા નથી, બીજા પાસે પણ પાપકર્મ કરાવતા નથી. તેઓ હંમેશાં પાપકર્મથી નિવૃત્ત રહેતા સંયમાનુષ્ઠાનમાં પ્રવૃત્ત રહે છે, આ જ તેઓનો જ્ઞાનયુક્ત સમ્યક્ ક્રિયાવાદ છે, જોકે અન્યદર્શની જ્ઞાન માત્રથી જ વીર બને છે, સમ્યક ક્રિયાથી દૂર રહે છે.
સમ્યક્ ક્રિયાવાદના પ્રતિપાદક અને અનુગામી :
डहरे य पाणे वुड्ढे य पाणे, ते आयओ पासइ सव्वलोए । __उवेहइ लोगमिणं महतं, बुद्धेऽप्पमत्तेसु परिव्वएज्जा ॥ શબ્દાર્થ :- ઉદને પગે નુ ચપળે નાના નાના કંથવા આદિ પણ જીવ છે અને મોટાં મોટાં બાદર શરીરવાળા પણ પ્રાણી છે, સમ્બનો તે માયમો પાસ = સર્વલોકમાં તેઓને પોતાના સમાન (આત્મવતુ) જાણવા જોઈએ, રૂપલી મદત ૩વેદ = આ લોકને વિશાળ ભવભ્રમણ રૂ૫ સમજવો જોઈએ, યુદ્ધ અપમોનુ પરિણપન્ના = આ રીતે તત્વદશી આત્મા અપ્રમત સાધુ પાસે ? ભાવાર્થ :- આ લોકમાં નાના નાના કંથવા આદિ પ્રાણી પણ છે અને મોટા મોટા સ્કૂલ શરીરવાળા હાથી આદિ પ્રાણી પણ છે. સમ્યવાદી સુસાધુ તેઓને આત્મા સમાન જાણે દેખે." આ પ્રત્યક્ષ દશ્યમાન, વિશાળ પ્રાણીલોક કર્મવશ દુઃખ પામે છે, આ પ્રકારની વિચારણા કરતા તે તત્ત્વદર્શી પુરુષ, અપ્રમત્ત સાધુઓ પાસે દીક્ષા ગ્રહણ કરે, પ્રવ્રજિત થાય.
जे आयओ परओ वावि णच्चा, अलमप्पणो होइ अलं परेसिं ।
तं जोइभूयं च सयाआवसेज्जा, जे पाउकुज्जा अणुवीइ धम्मं ॥ શબ્દાર્થ :- ને આધઓ પર વારિ ખન્ના = જે પુરુષ સ્વયં (પોતે) અથવા બીજા પાસેથી ધર્મને જાણીને તેનો ઉપદેશ આપે છે, અપ્પો પસં ય અન્ન હો = તે પોતાનું અને બીજાનું રક્ષણ કરવામાં સમર્થ છે, ને અમુવી — પાકેશુષ્કા = જે સમજી વિચારીને ધર્મને પ્રગટ કરે છે, તે ગોમૂ ર સા આવસેના = તે જ્યોતિ સ્વરૂપ મુનિની પાસે સદા નિવાસ કરવો જોઈએ.
ભાવાર્થ :- જે સમ્યક ક્રિયાવાદી સાધક સ્વયં અથવા તીર્થકર, ગણધર આદિ પાસેથી જીવાદિ પદાર્થોને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org