________________
[ ૩૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- મુખT = પાપકર્મ કરવાના કારણે, અમુળ = આશ્રવોને રોકીને, નેહવિશે તોપમાવતીના = બુદ્ધિમાન પુરુષ લોભથી દૂર રહે છે. ભાવાર્થ :- અજ્ઞાની જીવ સાવધ કર્મ કરે છે, તેથી પોતાનાં કર્મોનો ક્ષય કરી શકતા નથી. અકર્મ દ્વારા આશ્રવો-કર્મના આગમનને રોકી, વીર સાધક કર્મનો ક્ષય કરે છે. મેધાવી સાધક લોભ અને માનથી દૂર રહી, સંતોષી થઈને પાપ કર્મ કરતા નથી.
ते तीय-उप्पण्ण-मणागयाइं, लोगस्स जाणति तहागयाइं ।
णेयारो अण्णेसिं अणण्णणेया, बुद्धा हु ते अंतकडा भवंति ॥ શબ્દાર્થ :- તોલ્સ રીયાબુ ઇનાયા તથા નાતિ = તે વીતરાગી પુરુષો જીવોના ભૂતકાલીન, વર્તમાનકાલીન તથા ભવિષ્યકાલીન વૃત્તાન્તોને યથાર્થરૂપે જાણે છે, અહિં યારો અTU[ોય = તેઓ બીજા જીવોના નેતા છે પરંતુ તેઓના કોઈ નેતા નથી, તે વૃદ્ધા તેડા મતિ = તે જ્ઞાની પુરુષો સંસારનો અંત કરે છે. ભાવાર્થ :- વીતરાગ પુરુષો પ્રાણી લોકના ભૂત, વર્તમાન તેમજ ભવિષ્યના સુખ દુઃખાદિ વૃતાન્તોને યથાર્થ રૂપે જાણે છે. તેઓ બીજા જીવોના નેતા છે પરંતુ તેઓના કોઈ નેતા નથી. તે જ્ઞાની પુરુષો (સ્વયંબુદ્ધ, તીર્થકર, ગણધર આદિ) સંસારનો અંત કરે છે.
ते णेव कुव्वंति ण कारवेंति, भूताभिसंकाए दुगुंछमाणा ।
सया जया विप्पणमंति धीरा, विण्णत्तिवीरा य भवंति एगे ॥ શબ્દાર્થ :- ગુjછનાના તે = પાપની ધૃણા કરનારા તે તીર્થકરો આદિ, મૂતાસંવાણ = પ્રાણીઓની હિંસાના ભયથી, વ ધ્વતિ જાર્વતિ = સ્વયં પાપ કરતા નથી અને બીજાઓ પાસે પણ કરાવતા નથી, થી સયા વિખ્યામતિ = કર્મનું વિદારણ કરવામાં નિપુણ તે પુરુષો સદા પાપના અનુષ્ઠાનથી નિવૃત્ત રહીને સંયમનું અનુષ્ઠાન કરે છે, અને વિUતિ વા ય અવંતિ = પરંતુ કોઈ અન્યદર્શનીઓ માત્ર જ્ઞાનથી વીર બને છે, અનુષ્ઠાનથી નહિ. ભાવાર્થ :- તે પ્રત્યક્ષજ્ઞાની અથવા પરોક્ષજ્ઞાની તત્ત્વજ્ઞપુરુષ પ્રાણીઓના ઘાતની આશંકા(ડર)થી પાપકર્મથી ધૃણા કરતાં સ્વયં હિંસાદિ પાપકર્મ કરતા નથી, બીજા પાસે હિંસાદિ પાપકર્મ કરાવતા નથી, તે ધીર પુરુષો હંમેશાં સંયત બની સંયમાનુષ્ઠાન કરે છે પરંતુ કેટલાક અન્યદર્શની જ્ઞાન માત્રથી વીર બને છે, ક્રિયા થી નહીં.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં સમ્યક્ ક્રિયાવાદના સંબંધમાં પાંચ રહસ્યો રજૂ કરવામાં આવ્યા છે. (૧)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org