________________
અધ્યયન-૧૨
| ૩૫૧ |
યતિ (૪) જ્ઞાતિ (૫) વૃદ્ધ (૬) અધમ (૭) માતા (૮) પિતા. આ આઠનો મન, વચન, કાયાથી અને દાનથી વિનય કરવો જોઈએ. આ રીતે ૮૪૪ = ૩ર ભેદો વિનયવાદના થયા. વિનયવાદીની વિવેક રહિતતા :- ત્રણ કારણથી તેઓ વિવેક રહિત છે. (૧) પ્રાણીઓ માટે મોક્ષ અથવા સંયમ હિતકર છે પરંતુ વિનયવાદી તેને અસત્ય બતાવે છે (૨) સમ્યકજ્ઞાન-દર્શન –ચારિત્ર મોક્ષનો વાસ્તવિક માર્ગ છે, પરંતુ વિનયવાદી તેને અસત્ય માર્ગ કહે છે (૩) માત્ર વિનયથી મોક્ષ થતો નથી, છતાંપણ વિનયવાદી માત્ર વિનયથી જ મોક્ષ માનીને અસત્યને સત્ય માને છે.
વિનયવાદીઓમાં સત્ અને અસત્ નો વિવેક હોતો નથી. તેઓ સજ્જન-દુર્જન, ધર્માત્મા–પાપી, સુબુદ્ધિ- દુબુદ્ધિ, સજ્ઞાની–અજ્ઞાની આદિને એક સરખા માની બધાને વંદન-નમન, માન-સન્માન, દાન આદિ આપે છે. તે યથાર્થ વિનય નથી પરંતુ વિવેકહીન પ્રવૃત્તિ છે. વિનયવાદના ગુણ–દોષની મીમાંસા :- વિનય એ ચારિત્રનું અંગ છે, પરંતુ સમ્યગુદર્શન અને સમ્યકજ્ઞાન વિનાનો, વિવેક રહિતનો વિનય મોક્ષ સાધક નથી. અધ્યાત્મવિહીન, અવિવેકયુક્ત તેમજ મતાગ્રહગૃહિત, એકાંત ઔપચારિક વિનયથી સ્વર્ગ કે મોક્ષ બતાવવો તે તેઓનો એકાન્ત દુરાગ્રહ છે, મિથ્યાવાદ છે. અક્રિયાવાદ :
सम्मिस्सभावं च गिरा गहीए, से मुम्मुई होइ अणाणुवाई ।
इमं दुपक्खं इममेगपक्खं, आहंसु छलायतणं च कम्मं ॥ શબ્દાર્થ – નિરાહ મિલ્સમાવં = પોતાની વાણી દ્વારા સ્વીકાર કરાયેલા પદાર્થનો નિષેધ કરતા લોકાયતિક આદિ મિશ્રપક્ષને અર્થાત્ પદાર્થની સત્તા અને અસત્તા બંન્નેથી મિશ્રિત એવા વિરુદ્ધ પક્ષને સ્વીકારે છે, તે અગાપુવા મુમુ દો = તેઓ સ્યાદ્વાદીઓનાં વચનનો અનુવાદ કરવામાં પણ અસમર્થ થઈને મૂંગા થઈ જાય છે, છતાયતા ૨ જૂન્મ આઇસુ = વાકછલનો પ્રયોગ કરે છે. ભાવાર્થ :- અક્રિયાવાદીઓ પોતાની વાણીથી સ્વીકારેલા પદાર્થનો નિષેધ કરતાં મિશ્રપક્ષને પદાર્થના અસ્તિત્વ અને નાસ્તિત્વબન્નેથી મિશ્રિત એવા વિરૂદ્ધપક્ષને સ્વીકારે છે. તે સ્યાદ્વાદીઓના કથનનો અનુવાદ કરવા(દોહરાવવા)માં પણ અસમર્થ થઈને એકદમ મૂંગા થઈ જાય છે. તેઓ પર મતને પ્રતિપક્ષ યુક્ત તથા સ્વમતને પ્રતિપક્ષરહિત બતાવે છે. સ્યાદ્વાદીઓના હેતુવચનોનું ખંડન કરવા માટે છલયુક્ત વચન અને કર્મનો પ્રયોગ કરે છે. । ते एवमक्खंति अबुज्झमाणा, विरूवरूवाणि अकिरियवाई ।
जमायइत्ता बहवे मणूसा, भमंति संसारमणोवदग्गं ॥ શબ્દાર્થ :- ગામ = વસ્તુ સ્વરૂપને ન સમજનારા, તમારફત્તા = જે શાસ્ત્રોનો આશ્રય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org