________________
૩૫૦ ]
|
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) શ્રી સૂયગડા
વિનયવાદ :
सच्चं असच्चं इति चिंतयंता, असाहु साहु त्ति उदाहरंता । __ जेमे जणा वेणइया अणेगे, पुट्ठा वि भावं विणइंसु णाम ॥ શબ્દાર્થ :- સવૅ અવંતિ ચિંતચંતા = સત્યને અસત્ય માનતા, સલાહુ સાદુ ઉત્ત ૩ોદતા = અસાધુને સાધુ કહેનારા, અને જે રૂમ્બે વેણ ન = જે આ અનેક વિનયવાદી છે, પુઠ્ઠાવિ વાસુ ભાવ ગામ = પૂછવાથી તેઓ વિનયને જ મોક્ષનું સાધન બતાવે છે. ભાવાર્થ :- સત્યને અસત્ય માનતા તથા અસાધુને સાધુ બતાવતા વિનયવાદી લોકોને કોઈ પૂછે કે ન પૂછે તેઓ વિનયથી જ સ્વર્ગ-મોક્ષની પ્રાપ્તિ બતાવે છે.
अणोवसंखा इति ते उदाहु, अढे स ओभासइ अम्ह एवं ।
लवावसकी य अणागएहिं, णो किरियमाहंसु अकिरियवाई ॥ શબ્દાર્થ :- ગળવવા = તે વિનયવાદીઓ વસ્તુતત્ત્વને સમજ્યા વિના, તિ ૩૨ાહુ = એમ કહે છે, ન મર્દ અખ્ત પર્વ માસ = તેઓ કહે છે કે પોતાના પ્રયોજનની સિદ્ધિ અમને વિનયથી જ દેખાય છે, તવાવવી = કર્મબંધની શંકા કરનારા, વિચિવા = અક્રિયાવાદી, અ હિં = ભૂત અને ભવિષ્ય દ્વારા વર્તમાનની અસિદ્ધિ માનીને, નો વિનિયું માહસુ = ક્રિયાનો નિષેધ કરે છે. ભાવાર્થ :- (પૂર્વાદ્ધ) વસ્તુના યથાર્થ સ્વરૂપનું પરિજ્ઞાન ન હોવાથી વ્યામૂઢમતિ તે વિનયવાદીઓ આ પ્રમાણે કહે છે કે અમને અમારાં પ્રયોજન (સ્વ-અર્થ)ની સિદ્ધિ વિનયથી જ દેખાય છે.(ઉત્તરાદ્ધમાં અક્રિયાવાદનું નિરૂપણ છે.)
(ઉતરાદ્ધ) લવ એટલે કે કર્મબંધની શંકા કરનારા અક્રિયાવાદી ભવિષ્ય અને ભૂતકાળની ક્ષણોની સાથે વર્તમાનકાળનો કોઈ સંબંધ(સંગતિ)ન હોવાથી ક્રિયા અને તજ્જનિત કર્મબંધનનો નિષેધ કરે છે.
વિવેચન :
આ ગાથાઓમાં એકાન્ત વિનયવાદની સંક્ષિપ્ત ઝાંખી કરાવી છે. વિનયવાદનું સ્વરૂપ અને પ્રકાર :- વિનયવાદી વિનયને જ સિદ્ધિનો માર્ગ માને છે. તેઓ વિનયથી જ સ્વર્ગ અને મોક્ષની પ્રાપ્તિ બતાવે છે. તેઓ બ્રાહ્મણ, ચાંડાલ વગેરે સર્વ મનુષ્ય, ગાય, ભેંસ, ગધેડા કૂતરાદિ પશુ તેમજ જલચર, ખેચર, સ્થળચર તેમજ ભુજપરિસર્પ આદિ બધા પ્રાણીઓને વિનયપૂર્વક નમસ્કાર કરે છે.
નિર્યુક્તિકારે વિનયવાદના હર ભેદો બતાવ્યા છે. તે આ પ્રમાણે છે– (૧) દેવતા (૨) રાજા (૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org