________________
અધ્યયન-૧૧
| ૩૪૫ |
આવે ત્યારે મહાવાયુથી મહાગિરિવર–મેરુપર્વત વિચલિત ન થાય, તેમ સાધુ તેનાથી જરા પણ વિચલિત થતા નથી. ३८ ___ संवुडे से महापण्णे, धीरे दत्तेसणं चरे ।
णिव्वुडे कालमाकंखी, एवं केवलिणो मयं ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ :- સંવૃકે મહાપ ને ધીરે સે = આશ્રવ દ્વારોનો જેમણે નિરોધ કર્યો છે, તે મહાબુદ્ધિમાન અને ધીર સાધુ, જોઈ વરે = બીજા દ્વારા અપાયેલા એષણીય આહારને જ ગ્રહણ કરે, ળુિ વોત્તમcી = શાંત રહીને કાળની ઈચ્છા કરે, પડ્યું હોવાનો અર્થ = તે જ કેવળીનો મત છે.
ભાવાર્થ :- આશ્રવદ્વારોનો નિરોધ(સંવર) જેમણે કર્યો છે, તેવા મહાપ્રાજ્ઞ ધીર સાધુ ગૃહસ્થ દ્વારા અપાયેલા એષણીય-કલ્પનીય આહારને જ ગ્રહણ કરે; શાંત રહી જો કાળનો અવસર આવે ત્યારે કાળની અર્થાત્ પંડિતમરણ કે સમાધિમરણની આકાંક્ષા કરે, આ જ કેવળી ભગવાનનો મત છે.
વિવેચન :
આ ૭ ગાથાઓમાં સાધુ માટે ધર્મ રૂપ ભાવમાર્ગની સાધનાના સૂત્રો રજૂ કર્યા છે. (૧) ભગવાન મહાવીર દ્વારા પ્રતિપાદિત સાધુ ધર્મને સ્વીકારીને મહાઘોર સંસારસાગરને પાર કરે (૨) આત્માને પાપથી બચાવવા માટે સંયમમાં પરાક્રમ કરે (૩) સાધુ ધર્મમાં દઢ રહેવા માટે ઈન્દ્રિય-વિષયોથી વિરક્ત થઈ જાય (૪) જગતના સમસ્ત પ્રાણીઓને આત્મતુલ્ય સમજીને તેમની રક્ષા કરતા સંયમમાં પ્રગતિ કરે (૫) ચારિત્ર વિનાશક અભિમાન આદિ કષાયોને સંસારવર્ધક જાણીને તેનું નિવારણ કરે (૬) એકમાત્ર નિર્વાણ સાથે પોતાના મન, વચન, કાયાને જોડી દે (૭) સાધુધર્મને જ કેન્દ્રમાં રાખીને પ્રવૃત્તિ કરે (૮) તપશ્ચર્યામાં પોતાની શક્તિ લગાવે (૯) ક્રોધ અને માન ન કરે, તેના ઉદયને સફળ થવા ન દે (૧૦) ભૂત અને ભવિષ્યમાં જે સર્વજ્ઞ થયા છે અથવા થશે, તે બધાના જીવન અને ઉપદેશનો મૂળ આધાર શાંતિ (કષાયમુક્તિ)રહી છે અને રહેશે (૧૧) ભાવમાર્ગ રૂ૫ વ્રતનો સ્વીકાર કર્યા પછી પરીષહ કે ઉપસર્ગ આવે ત્યારે સાધુ સુમેરુ પર્વતની જેમ સંયમમાં અવિચળ રહે (૧૨) સાધક ગૃહસ્થ દ્વારા અપાયેલા એષણીય આહારનું સેવન કરે તથા શાંત રહીને અંતિમ સમયમાં સમાધિમરણની પ્રતિક્ષા કરે. આ સાધુધર્મ રૂપ ભાવમાર્ગની પ્રારંભથી લઈને અંતિમ સમય સુધીની સાધના છે.
છે અધ્યયન ૧૧ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org