________________
[ ૩૪૦ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
ધર્મદ્વીપ :
णिव्वाणपरमं बुद्धा, णक्खत्ताणं व चंदिमा ।
तम्हा सया जए दंते, णिव्वाणं संधए मुणी ॥ શબ્દાર્થ :- મહત્તા વહિન = જેવી રીતે નક્ષત્રોમાં ચંદ્ર પ્રધાન છે તેવી રીતે, બ્બિામાં પર યુદ્ધ = નિર્વાણને ઉત્તમ માનનારા પુરુષો સર્વશ્રેષ્ઠ છે. ભાવાર્થ :- જેવી રીતે અભિજિત આદિ ૨૮ નક્ષત્રોમાં ચંદ્ર પ્રધાન છે, તેવી જ રીતે નિર્વાણને જ પ્રધાન માનનારા તત્ત્વજ્ઞ સાધકોને માટે નિર્વાણ જ સર્વશ્રેષ્ઠ છે. તેથી મુનિ હંમેશાં દાત્ત અને યત્નશીલ થઈ નિર્વાણ સાથે જ અનુસંધાન કરે, મોક્ષને લક્ષ્યમાં રાખીને જ બધી પ્રવૃત્તિ કરે. __ वुज्झमाणाण पाणाणं, किच्चंताण सकम्मुणा ।
आघाइ साहु तं दीवं, पइट्ठेसा पवुच्चइ ॥ શબ્દાર્થ :- કુનનિ = મિથ્યાત્વ, કષાય આદિ રૂપ ધારામાં વહેતા, વિષ્ણુ, વિશ્વેતાળ = પોતાના કર્મથી કષ્ટ પામતાં, પાપા = પ્રાણીઓને માટે, સાદુ તે હવે આયા = આ માર્ગરૂપ દ્વીપ તીર્થકર બતાવે છે, પુસા પદ્દા પર્યુષ્ય = આ જ મોક્ષનું સાધન છે એમ વિદ્વાનો કહેછે. ભાવાર્થ :- મિથ્યાત્વ, કષાય આદિ સંસાર સાગરના તીવ્ર પ્રવાહમાં વહેતા તથા પોતાના કર્મોના ઉદયથી દુઃખ પામતાં પ્રાણીઓને માટે સમ્યગ્દર્શનાદિ દ્વીપ તીર્થકરોએ દર્શાવ્યો છે. જ્ઞાનીઓનું કથન છે કે સમ્યગ્દર્શનાદિ માર્ગ દ્વારા મોક્ષ પ્રાપ્ત થાય છે. न आयगुत्ते सया दंते, छिण्णसोए अणासवे ।
जे धम्मं सुद्धमक्खाइ, पडिपुण्णमणेलिसं ॥ શબ્દાર્થ :- આયારે = આત્મગુપ્ત, આત્માનું પાપથી રક્ષણ કરનારા, ઉછાળોપ = મિથ્યાત્વ આદિ ધારા(પ્રવાહ)ને તોડનારા, અતિ = ઉપમારહિત.
ભાવાર્થ :- મન, વચન, કાયા દ્વારા પાપથી આત્માની રક્ષા કરનાર (આત્મગુપ્ત); સદા દાન્ત; મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય આદિ સંસારના પ્રવાહોના અવરોધક તેમજ આશ્રવરહિત જે સાધક છે; તે જ આ પરિપૂર્ણ, અનુપમ તેમજ નિર્વાણ માર્ગરૂપ શુદ્ધ ધર્મનો ઉપદેશ કરે છે.
વિવેચન :
આ ત્રણ ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે નિર્વાણમાર્ગના સંબંધમાં ચાર તથ્યો રજૂ કર્યા છે. (૧) તત્ત્વજ્ઞ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org