________________
અધ્યયન-૧૧
૩૩૯
બતાવવામાં આવ્યો છે.
સાધુ અહિંસાવ્રતી છે. સાધુ મન, વચન, કાયાથી હિંસા કરે નહિ, બીજા પાસે કરાવે નહિ અને હિંસા કરતાને અનુમોદના આપે નહિ.
સાધુ એ જુએ કે દાનમાટે તૈયાર કરવામાં આવતી વસ્તુમાં ત્રસસ્થાવર પ્રાણીઓની હિંસા થઈ છે, તેવા દાનાદિ કાર્યને પુણ્ય છે, એવું કહે અથવા તેની પ્રશંસા કરે તો તેને પ્રાણીઓની હિંસાની અનુમોદનાનું પાપ લાગે છે, તેથી આરંભજન્ય કાર્યમાં "પુણ્ય છે" એવું ન કહે. તે જ રીતે "પુણ્ય નથી થતું", તેમ પણ ન કહે. શ્રદ્ધાળુ વ્યક્તિ સાધુના મોઢેથી "પુણ્ય નથી થતું" એવા શબ્દો સાંભળીને ઉપરોક્ત વસ્તુઓનું દાન દેતા અટકી જાય તો જીવોને તે વસ્તુઓના લાભમાં અંતરાય પડે, તેઓની આજીવિકામાં ખૂબ મોટી અંતરાય આવી જાય. સંભવ છે કે તે લોકો તે વસ્તુઓ ન મળવાથી ભૂખ્યા-તરસ્યા મરી પણ જાય. તેથી શાસ્ત્રકાર સ્પષ્ટ માર્ગદર્શન આપે છે કે– પુદગો વિ તે જ મારૂતિ, અસ્થિ વા નલ્થિ વા ગુણો અર્થાત્ સાધુ એવા સમયે "પુણ્ય થાય છે", અથવા "નથી થતું" આ બે માંથી એક પણ કથન ન કરે, તે સમયે સાધુ તટસ્થ રહે.
નિષ્કર્ષ એ છે કે જે દાનાદિ શુભકાર્યની પાછળ કોઈ હિંસા થવાની નથી અથવા થઈ રહી નથી; તેવી અચિત્ત, પ્રાસુક, આરંભરહિત વસ્તુનું કોઈ દાન કરવા ઈચ્છે અથવા કરી રહ્યા હોય અને સાધુને તે સંબંધમાં કોઈ પૂછે તો તેમાં તેનાં શુભ પરિણામો(ભાવો)ની દષ્ટિએ સાધુ "પુણ્ય" કહી શકે છે અને અનુકંપાબુદ્ધિથી દેવામાં આવતા દાનનો નિષેધ તો તેણે ક્યારે ય કરવાનો નથી; કારણ કે ભગવતી સૂત્રની ટીકામાં પણ સ્પષ્ટ કહ્યું છે કે "જિનેશ્વરોએ અનુકંપા દાનનો તો ક્યારે ય પણ નિષેધ કર્યો નથી." નિરવધ કથન દ્વારા સાધુ કર્મના આગમનને પણ રોકી શકે છે અને ઉચિત (યોગ્ય) માર્ગદર્શન પણ કરી શકે છે.
અહીં પ્રારંભની બે ગાથાઓ ચૂર્ણિ અને ટીકામાં ભિન્ન ભિન્ન છે. પ્રસ્તુતમાં ટીકાનુસાર સ્વીકારેલ છે. ચૂર્ણિ અનુસાર આ પ્રમાણે છે
ठाणाई संति सड्डीणं, गामेसु णगरेसु वा । अत्थि वा पत्थि वा धम्मो ? अत्थि धम्मो त्ति णो वदे ॥ अत्थि वा पत्थि वा पुण्णं ? अत्थि पुण्णं ति णो वदे ।
अहवा णत्थि पुण्णं ति, एवमेयं महब्भयं ॥ ચૂિવા ખત્યિના ધબ્બો :- સ્થાન, પરબ, ભોજનશાળા વગેરે બનાવવામાં ધર્મ છે કે નથી? તેમ કોઈ પૂછે તો સાધુ ~ થો રિ ને વ = તેવા કાર્યમાં ધર્મ છે તેમ ન કહે. પાઠાંતર-બત ગાપુગાળા માથાને જિલિ = આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ હિંસા યુક્ત તે કાર્યોની અનુમોદના ન કરે. અસ્થિ વા 0િ વા પુvM- તે કાર્યમાં પુણ્ય છે કે નહીં? તેમ કોઈ પૂછે તો અથવા ન પૂછે તોપણ તેના પ્રભાવ અથવા ભયથી આત્મગુપ્ત(આત્માની પાપથી રક્ષા કરનાર)જિતેન્દ્રિય સાધુ તે વ્યક્તિના હિંસાયુક્ત કાર્યનું અનુમોદન ન કરે અને તે કાર્યમાં અનુમતિ પણ ન આપે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org