________________
૩૩૮ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
શબ્દાર્થ :- સરયુગટ્ટાફ = તેઓની રક્ષા કરવા માટે. ભાવાર્થ :- અન્ન અથવા પાણીના દાન માટે ત્રસ અને સ્થાવર અનેક જીવો(પ્રાણીઓ)ની હિંસા થાય છે, તેની રક્ષાના હેતુથી સાધુ તે કાર્યમાં પુણ્ય થાય છે, એમ ન કહે.
जेसिं तं उवकप्पेंति, अण्ण-पाणं तहाविहं । तेसिं लाभंतरायं ति, तम्हा णत्थि त्ति णो वए ॥
શબ્દાર્થ - સિં સં = જે પ્રાણીઓને દાન દેવા માટે, તહાવિદ્દ અપળવાઈ = તે પ્રકારનાં અન્ન પાણી, ૩વર્ધ્વતિ બનાવવામાં આવે છે, તેfક્ષ સામતરાં ત = તેઓના લાભમાં અંતરાય ન થાય, તા = તેથી, ર્થીિ ત્તિ જો વ૬ = પુણ્ય નથી એમ પણ ન કહે.
२०
ભાવાર્થ :- જે જીવોને દાન દેવા માટે તથાવિધ(આરંભપૂર્વક) આહારપાણી બનાવવામાં આવે છે, તેઓના (તે વસ્તુઓના) લાભમાં અંતરાય ન થાય તે દૃષ્ટિએ સાધુ તે કાર્યમાં પુણ્ય નથી, એમ પણ ન કહે.
__ जे य दाणं पसंसंति, वहमिच्छंति पाणिणं ।
जे य णं पडिसेहंति, वित्तिच्छेयं करेंति ते ॥ શબ્દાર્થ :- વિષેય વતિ = તેઓ પ્રાણીઓની વૃત્તિ(આજીવિકા)નું છેદન કરે છે. ભાવાર્થ :- સચિત્ત પદાર્થોના આરંભથી થયેલી વસ્તુઓના દાનની જે પ્રશંસા કરે છે, તે પ્રાણીઓના વધની અનુમોદના કરે છે અને જે દાનનો નિષેધ કરે છે, તેઓ વૃત્તિ છેદન-પ્રાણીઓની આજીવિકાનો નાશ કરે છે.
दुहओ वि जे ण भासंति, अत्थि वा पत्थि वा पुणो ।
__ आयं रयस्स हिच्चाणं, णिव्वाणं पाउणंति ते ॥ શબ્દાર્થ -રયલ્સ આવેદિક્યા, તે ગિલ્લા પતિ-આ રીતે તે સાધક કર્માશ્રવને રોકી મોક્ષને પ્રાપ્ત કરે છે. ભાવાર્થ :- હિંસારૂપ આરંભથી થતાં દાનકાર્યમાં "પુણ્ય થાય છે" અથવા "પુણ્ય થતું નથી" આ બન્ને પ્રકારનું કથન સાધુ કરતા નથી. આવા વિષયમાં મૌન રહી કર્મોના આશ્રવને રોકી નિર્વાણને પ્રાપ્ત કરે છે.
વિવેચન :
આ છ ગાથાઓમાં અહિંસા મહાવ્રતીસાધુને અહિંસાવ્રતની સુરક્ષા માટે ભાષાસમિતિનો વિવેક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org