________________
| અધ્યયન–૧૧.
૩૩૭ ]
સાધુની આવશ્યક્તાઓ અત્યંત સીમિત હોય છે. તે આવશ્યકતાઓની પૂર્તિ નિર્દોષ રીતે થાય તે માટે એષણા સમિતિનું વિધાન છે. સાધુ આહાર, પાણી, વસ્ત્ર, પાત્ર આદિ પ્રત્યેક વસ્તુ ગવેષણા પૂર્વક ગ્રહણ કરે અને અનાસક્ત ભાવે ભોગવે. પૂર્વોક્ત ગાથામાં એષણા સમિતિ સબંધી દોષોનું જ કથન છે. સાધુ પ્રાણીઓનો આરંભ-સમારંભ કરીને તૈયાર થયેલો આહાર, સાધુના ઉદ્દેશથી તૈયાર કરેલો, ખરીદેલો આદિ દોષથી દૂષિત આહાર ગ્રહણ કરે તો તેનું અહિંસાવ્રત દૂષિત થાય છે. જો છળ-પ્રપંચ કરી, આહારાદિ પદાર્થ પ્રાપ્ત કરે તો સત્યવ્રતમાં દોષ લાગે, આપ્યા વિનાના આહારાદિ લઈ લે તો અચૌર્ય– મહાવ્રતનો ભંગ થાય છે. સ્વાદલોલુપતાવશ લાલસાપૂર્વક અતિમાત્રામાં આહારપાણીનો સંગ્રહ કરવામાં આવે તો બ્રહ્મચર્ય તેમજ અપરિગ્રહ મહાવ્રત દૂષિત થાય છે. આ રીતે દોષિત આહારના સેવનથી પાંચ મહાવ્રત દૂષિત થાય છે. તેથી શાસ્ત્રકારે એષણા સમિતિ પૂર્વકનો શુદ્ધ આહાર ગ્રહણ કરવાનું કથન કર્યુ છે. શુદ્ધ આહારમાં એક કણ પણ અશુદ્ધ આહારનો મળ્યો હોય અથવા અશુદ્ધ આહારની શંકા હોય તો તેને ગ્રહણ કરવાનો કે સેવન કરવાનો નિષેધ કરવામાં આવ્યો છે કારણ કે અશુદ્ધ આહાર સંયમવિઘાતક, કર્મગ્રંથિઓના ભેદનમાં બાધક અને મોક્ષમાર્ગમાં વિદ્ભકારક થાય છે.
આ દષ્ટિએ શાસ્ત્રકારે એષણા સમિતિનો માર્ગ બતાવીને તેને સાધુધર્મ બતાવ્યો છે. ભાષાસમિતિ :. हणंतं णाणुजाणेज्जा, आयगुत्ते जिइंदिए ।
ठाणाई संति सड्ढीणं, गामेसु णगरेसु वा । શબ્દાર્થ :- = ધર્મમાં શ્રદ્ધા રાખનારા શ્રાવકોનાં, ટાગાસત દાન પુણ્યના સ્થાન હોય છે. ભાવાર્થ :- ગામો અને નગરોમાં ધર્મ શ્રદ્ધાળુ ગૃહસ્થોનાં દાન પુણ્યના કેટલા ય સ્થાનો હોય છે. આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધુ ત્યાં થતી જીવહિંસાનું અનુમોદન ન કરે.
तहा गिरं समारब्भ, अस्थि पुण्णं ति णो वए ।
अहवा णत्थि पुण्णं ति, एवमेयं महब्भयं ॥ શબ્દાર્થ :-ત નિરં સનીરજ = તથા વાણીનો પ્રયોગ કરીને એટલે વચનથી તે કાર્યો કરવામાં, અસ્થિ પુતિ નો વર = પુણ્ય છે એમ ન કહે અથવા પવમેય મ ર્થ = એમ કહેવું પણ ઘણું ભયદાયક છે. ભાવાર્થ :- જો કોઈ સાધુને પૂછે કે આ(પૂર્વોક્ત પ્રકારના આરંભજન્ય) કાર્યમાં ધર્મ-પુણ્ય છે કે નહીં? ત્યારે સાધુ પુણ્ય છે, એમ ન કહે અથવા પુણ્ય નથી, એમ કહેવું પણ મહાભયકારક છે. આરંભયુક્ત પુણ્યકાર્યમાં સાધુ હા કે ના કાંઈ ન બોલે.
दाणट्ठयाए जे पाणा, हम्मति तस-थावरा । तेसिं सारक्खणट्ठाए, तम्हा अस्थि त्ति णो वए ।
૧૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org