________________
અધ્યયન-૧૧
૩૩૧ |
યુક્ત હોય તે ક્ષેમરૂપ હોય છે. તેનાથી વિપરીત ક્રમશઃ અક્ષમ અને અક્ષેમરૂપ હોય છે, તેની ચતુર્ભગી આ પ્રકારે છે– (૧) કોઈમાર્ગ ક્ષેમ અને ક્ષેમરૂપ (૨) કોઈમાર્ગ ક્ષેમ છે ક્ષેમરૂપ નથી (૩) કોઈમાર્ગ ક્ષેમ નથી પરંતુ ક્ષેમરૂપ છે (૪) કોઈમાર્ગ ક્ષેમ પણ નથી, ક્ષેમરૂપ પણ નથી. આ રીતે પ્રશસ્ત અપ્રશસ્ત ભાવ માર્ગ પર ચાલનારા પથિકની દ્રષ્ટિએ પણ ક્ષેમ અને ક્ષેમરૂપ આદિ ૪ વિકલ્પ (ભંગ) થાય છે– (૧) જે સંયમ પથિક સમ્યકજ્ઞાનાદિ માર્ગથી યુક્ત (ક્ષમ) તથા દ્રવ્યલિંગ(સાધુવેષ)થી પણ યુક્ત (ક્ષેમરૂ૫) છે (૨) જે જ્ઞાનાદિમાર્ગથી તો યુક્ત (ક્ષેમ) છે, પરંતુ દ્રવ્યલિંગ યુક્ત (ક્ષેમરૂ૫) નથી (૩) ત્રીજા ભંગમાં નિન્ટવ છે, જે અક્ષેમ પરંતુ ક્ષેમરૂપ અને (૪) ચોથા ભંગમાં અન્યતીર્થિક તેમજ ગૃહસ્થ છે, જે અક્ષમ અને અક્ષમ રૂપ છે. સાધુએ ક્ષેમ અને ક્ષેમરૂપ માર્ગનું જ અનુયાયી થવું જોઈએ.
આ અધ્યયનમાં આહારશુદ્ધિ, સદાચાર, સંયમ, પ્રાણાતિપાત વિરમણ આદિનું પ્રશસ્ત ભાવમાર્ગ રૂપે વિવેચન છે તથા દુર્ગતિદાયક અપ્રશસ્તમાર્ગના પ્રરૂપક પ્રવાદીઓ (ક્રિયાવાદી, અક્રિયાવાદી, વિનયવાદી તેમજ અજ્ઞાનવાદી કુલ ૩૩)થી દુર રહીને તથા પ્રાણના ભોગે પણ મોક્ષમાર્ગપર દઢ રહેવાનો નિર્દેશ છે. દાનાદિ કેટલીક પ્રવૃત્તિઓના વિષયમાં પ્રત્યક્ષ પૂછવા પર શ્રમણે તેનું સમર્થન(પ્રશંસા)ન કરવું જોઈએ અને નિષેધ પણ ન કરવો જોઈએ. દશમા અધ્યયનમાં કહેલી ભાવસમાધિનું વર્ણન આ અધ્યયનમાં વર્ણિત ભાવમાર્ગ સાથે મળતું આવે છે.
| દુર્ગતિ ફળદાયક અપ્રશસ્ત ભાવમાર્ગથી દૂર રહીને અને સદ્ગતિ રૂપ ફળદાયક પ્રશસ્ત ભાવમાર્ગ તરફ સાધકને વાળવો તે આ અધ્યયનનો ઉદેશ છે.
આ અધ્યયનમાં ૩૮ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org