________________
૩૩૦
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
(અગિયારમું અધ્યયન) પરિચય 9 288 2029 29
આ અધ્યયનનું નામ "માર્ગ" છે.
નિર્યુક્તિકારે "માર્ગ" ના નામ, સ્થાપના, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની દષ્ટિએ છનિક્ષેપ કર્યા છે. નામ, સ્થાપના, માર્ગ સુગમ છે. દ્રવ્યમાર્ગ વિભિન્ન પ્રકારના હોય છે. જેમ કે– ફલક માર્ગ, લત્ત માર્ગ, આંદોલક માર્ગ, વેત્ર માર્ગ, રજુ માર્ગ, દવન(વાહન) માર્ગ, ખીલી માર્ગ–ઠોકેલી ખીલીના સંકેતથી પાર કરવામાં આવતો માર્ગ, પાશ માર્ગ, ગુફા માર્ગ, અજાદિ માર્ગ, પક્ષી માર્ગ, છત્ર માર્ગ, જલ માર્ગ, આકાશ માર્ગ આદિ. આ રીતે ક્ષેત્રમાર્ગ (જે માર્ગ ગ્રામ, નગર, ખેતર આદિ જે ક્ષેત્રમાં જતો હોય તે) તથા કાળમાર્ગ (જે કાળમાં માર્ગ બન્યો હોય તે), જેનાથી આત્માને સમાધિ અથવા શાંતિ પ્રાપ્ત થાય તે ભાવમાર્ગ છે.
આ અધ્યયનમાં "ભાવમાર્ગ" નુંનિરૂપણ છે, તે બે પ્રકારનો છે. પ્રશસ્ત અને અપ્રશસ્ત, સમ્યક્દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ મોક્ષમાર્ગ પ્રશસ્ત ભાવમાર્ગ છે. સંક્ષેપમાં તેને સંયમમાર્ગ અથવા શ્રમણાચાર માર્ગ કહી શકાય છે. અપ્રશસ્ત ભાવમાર્ગ મિથ્યાત્વ, અવિરતિ, અને અજ્ઞાન આદિ પૂર્વક કરવામાં આવતી પ્રવૃત્તિ છે. પ્રશસ્ત ભાવમાર્ગ જ તીર્થકર ગણધરાદિ દ્વારા પ્રતિપાદિત તથા યથાર્થ વસ્તુસ્વરૂપ પ્રતિપાદક હોવાથી સમ્યકુમાર્ગ અથવા સત્યમાર્ગ કહેવાય છે. તેનાથી વિપરીત અન્યતીર્થિકો અથવા કુમાર્ગગ્રસ્ત પાર્શ્વસ્થ, સ્વચ્છંદ, કુશીલ આદિ સ્વયૂથિકો દ્વારા સેવિતમાર્ગ અપ્રશસ્ત છે, મિથ્યા માર્ગ છે. પ્રશસ્ત માર્ગ તપ, સંયમ આદિનો, સમસ્ત પ્રાણીવર્ગ માટે હિતકર, સર્વપ્રાણી રક્ષક, નવતત્ત્વ સ્વરૂપ પ્રતિપાદક, તેમજ અઢાર હજાર શીલગુણ પાલક સાધુત્વના આચાર વિચાર સાથે ઓતપ્રોત છે.
નિક્તિકારે આ સત્ય(મોક્ષ) માર્ગના ૧૩ પર્યાયવાચક શબ્દો બતાવ્યા છે. (૧) પંથ (૨) માર્ગ –આત્મ પરિમાર્જક (૩) ન્યાય-વિશિષ્ટ સ્થાનપ્રાપક (૪) વિધિ–એક સાથે સમ્યક્દર્શન તેમજ સમ્યકજ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર (૫) ધૃતિ-સમ્યક્દર્શનાદિથી યુક્ત ચારિત્રમાં સ્થિર રાખનાર (૬) સુગતિ - સુગતિદાયક (૭) હિત–આત્મશુદ્ધિ માટે હિતકર (૮) સુખ–આત્મસુખનું કારણ (૯) પથ્થ–મોક્ષમાર્ગ માટે અનુકૂળ (૧૦) શ્રેય–૧૧ મા ગુણસ્થાનના ચરમ સમયમાં મોહાદિ ઉપશાંત થવાથી શ્રેયસ્કર (૧૧) | નિવૃત્તિ-સંસારથી નિવૃત્તિનું કારણ (૧૨) નિર્વાણ–ચાર ઘાતિકર્મ ક્ષય થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી (૧૩) શિવ-શૈલેષી અવસ્થાની પ્રાપ્તિરૂપ ૧૪ ગુણસ્થાનના અંતમાં મોક્ષપદ પ્રાપક.
નિર્યુક્તિકારે ભાવમાર્ગની માર્ગ સાથે તુલના કરતાં ૪ ભંગ(વિકલ્પ) બતાવ્યા છે. ક્ષેમ, અક્ષેમ, ક્ષેમરૂપ અને અક્ષેમરૂપ. જે માર્ગમાં ચોર, સિંહ, વાઘ આદિનો ઉપદ્રવ ન હોય તે ક્ષેમ તથા જે માર્ગ કાંટા, કાંકરા, ખાડા, પહાડ, ઊંચી-નીચી કેડી આદિથી રહિત, સમ તથા વૃક્ષ, ફળ, ફૂલ, જલાશય આદિથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org