________________
અધ્યયન–૧૦
માર્ગ પર વિચરણ કરે.
વિવેચન :
આ પાંચ ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે આ અઘ્યયનનો ઉપસંહાર કરતાં વિવિધ સમાધિની પ્રાપ્તિમાટે કેટલાંક પ્રેરણા સૂત્ર રજૂ કર્યા છે. તે અનુસાર ચાલવું ભાવસમાધિ કામીઓ માટે અનિવાર્ય છે. આ પાંચસૂત્રોમાં મુખ્યરૂપે આચારસમાધિ તેમજ તપસમાધિની પ્રાપ્તિ માટેનાં પ્રેરણાસૂત્રો છે, તે આ પ્રમાણે છે.
મૂલગુન્નરૂપ આચારસમાધિની પ્રાપ્તિ માટે – હિંસાથી થતાં પાપકર્મ નરકાદિ દુઃખોના ઉત્પાદક, વેરાનુબંધી અને મહાભયજનક છે માટે સાધુ સમાધિની રક્ષા માટે હિંસાદિ પાપોનો સર્વથા ત્યાગ કરે. આત્મગામી સાધુ મન, વચન, કાયાથી કૃત-કારિત-અનુમોદિતરૂપથી અસત્યઆદિ પાપોનું આચરણ ન કરે.
Re
ઉત્તરગુણરૂપ આચાર સમાધિ માટે – (૧) પ્રાપ્ત નિર્દોષ આહારમાં મનોજ્ઞ પ્રત્યે રાગ અને અમનોજ્ઞ પ્રત્યે દ્વેષ કરી ચારિત્રને દૂષિત ન કરે (૨) તે આહારમાં મૂર્છિત ન થાય અને તેને વારંવાર મેળવવાની લાલસા ન રાખે (૩) ધૃતિમાન હોય (૪) પદાર્થોના મમત્વ અથવા સંગ્રહથી મુક્ત થાય (૫) પૂજા પ્રતિષ્ઠા અને કીર્તિની કામના(ઈચ્છા)ન કરે (૬) સહજભાવથી શુદ્ધ સંયમપાલનમાં સમુદ્દત રહે.
ન
તપસમાધિની પ્રાપ્તિ માટે ઃ– (૧) દીક્ષા ગ્રહણ કરીને સાધુ પોતાના જીવનપ્રત્યે નિરપેક્ષ થઈને રહે, અસંયમી જીવનની આકાંક્ષા ન રાખે (૨) શરીરને સંસ્કારિત તેમજ પુષ્ટ કર્યા વિના કાયવ્યુત્સર્ગ કરે (૩) તપશ્ચર્યાદિના ફળની આકાંક્ષા (નિયાણા)ને મનમાંથી કાઢી નાખે અથવા તપથી કર્મોનો ક્ષય કરે (૪) જીવન કે મરણની ઈચ્છા ન કરે (૫) સંસાર ચક્ર(કર્મબંધ)નાં કારણોથી અથવા માયાથી મુક્ત રહીને સંયમમાં પરાક્રમ કરે.
Jain Education International
પાઠાંતર:-પેરાજુબંધી િમત્તુપયાળિને બદલે ચૂર્ણિમાં પાઠ છે—ોબાળમૃત્ત ૩ પરિબ્બના વ્યાખ્યા આ પ્રમાણે છે. જેવી રીતે યુદ્ધ આદિથી નિવૃત—પાછો ફરેલો પુરુષ વ્યાપાર રહિત હોવાથી કોઈની હિંસા કરવામાં પ્રવૃત્ત થતો નથી, તેવી જ રીતે સાવધ કાર્યથી રહિત પુરુષ પણ કોઈની હિંસા કર્યા વિના સંયમમાં પુરુષાર્થ કરે.
|| અધ્યયન ૧૦ સંપૂર્ણ ||
For Private & Personal Use Only
www.jainelibrary.org