________________
અધ્યયન-૧૦
૩ર૭ |
માને છે, પરંતુ વતઃ બીજાને પીડા આપનારી પાપક્રિયા આત્માને અક્રિય માનવાથી કે કહેવા માત્રથી ટળી જતી નથી. પ્રાણીઓની સાથે વેર વર્ધક તે પાપનું ફળ ભોગવવું જ પડે છે. (૩) ચારિત્ર સમાધિથી દૂરઃ- પોતાની જાતને આયુષ્યક્ષય રહિત અમર માનીને રાતદિન ધન, સાંસારિક પદાર્થ સ્ત્રી, પુત્ર આદિ પર મમત્વ રાખીને તેની પ્રાપ્તિ, રક્ષા, વૃદ્ધિ આદિની ચિંતામાં મગ્ન રહે છે, તે લોકો સમાધિ(સુખ–શાંતિ)ના કારણભૂત ત્યાગ, વૈરાગ્ય, સંયમ, તપ, નિયમ આદિ ચારિત્રથી દૂર રહે છે. મૃત્યુ પામે ત્યારે તેમના દ્વારા ઉપાર્જિત ધનાદિ પદાર્થોને અન્ય લોકો હડપ કરી જાય છે, તેઓને આ લોકમાં કે પરલોકમાં સમાધિ પ્રાપ્ત થતી નથી. સાક્ષી :- સહસંજરામાનીને બે પ્રકારે વ્યાખ્યા કરવામાં આવી છે. (૧) સહર્ષ હિંસાદિ પાપ કરે છે, (૨) હજારો પાપો કરે છે. સમાધિપ્રાપ્તિના પ્રેરણાસૂત્ર :
सीहं जहा खुड्डुमिगा चरता, दूरे चरंति परिसंकमाणा । २०
एवं तु मेहावी समिक्ख धम्म, दूरेण पावं परिवज्जएज्जा ॥ શબ્દાર્થ -વસંત પુનિ વીરં પરિસંવમાં વિચરણ કરતાં નાનાં મૃગલાંઓ (પ્રાણી)જેવી રીતે સિંહની શંકાથી, દૂર રરર = દૂર જ વિચરે છે. ભાવાર્થ :- જેવી રીતે વનમાં વિચરણ કરતાં મૃગ આદિ નાનાં નાનાં જંગલી પશુઓ, સિંહની શંકાથી (સિંહ દ્વારા મૃત્યુની આશંકાથી)સિંહથી દૂર રહે છે. તેવી રીતે મેધાવી સાધક ધર્મનો વિચાર કરીને, અસમાધિ પ્રાપ્ત થવાની શંકાથી પાપને દૂરથી જ છોડીને વિચરણ કરે.
संबुज्झमाणे उ णरे मईमं, पावाओ अप्पाण णिवट्टएज्जा ।
हिंसप्पसूयाई दुहाई मंता, वेराणुबंधीणि महब्भयाणि ॥ શબ્દાર્થ – સંપુનાને = ધર્મને સમજનારા, શિવકૃપળા = નિવૃત્ત કરે, હિંસMQયા = હિંસાથી બંધાતા કર્મ, વેરાપૂર્વથfણ = વેર ઉત્પન્ન કરે છે, મદભાળ = તે મહાભય ઉત્પન્ન કરે છે, કુહાડું = દુઃખ આપે છે, મત્તા = એમ માનીને હિંસા ન કરે. ભાવાર્થ :- ધર્મ તત્ત્વને સમજનાર મતિમાન્ પુરુષ પાપકર્મથી દૂર રહે છે. હિંસાથી બંધાતાં અશુભકર્મ, નરકાદિ યાતના સ્થાનોમાં અત્યંત દુઃખોત્પાદક છે,લાખો જન્મો સુધી પ્રાણીઓની સાથે વેર પરંપરા બાંધનારા છે, તેથી એ મહાભયજનક છે, તેમ માનીને હિંસા ન કરે.
मुसंण बूया मुणि अत्तगामी, णिव्वाणमेयं कसिणं समाहिं । सयं ण कुज्जा ण वि कारवेज्जा, करंतमण्णं पि य णाणुजाणे ॥
मुसंण बया
२२
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org