________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
| १८
आउक्खयं चेव अबुज्झमाणे, ममाइ से साहसकारि मंदे । अहो य राओ परितप्पमाणे, अट्ठेसु मूढे अजरामरे व्व ॥ શબ્દાર્થ :- આવયં રેવ અનુામાળે = આરંભમાં આસક્ત પુરુષ, આયુષ્યનો ક્ષય થવાનું જાણતા નથી, મમાફ લે સાહસરિ મવે – તે મૂર્ખ વ્યક્તિ વસ્તુઓ પર મમત્વ રાખીને પાપકર્મ કરે છે, અહો ય રાખો પતિપ્પમાળે - તે દિવસ રાત ચિંતામાં પડયો રહે છે, બન્નેત્તુ અનામરેવ્વ મૂઢે – તે પોતાને
અજર અમર સમજતો હોવાથી ધનમાં આસક્ત રહે છે.
સરક
ભાવાર્થ :- આરંભમાં આસક્ત પુરુષ આયુષ્ય—ક્ષય થઈ જશે તે સમજતો નથી, તે મૂઢ સાંસારિક પદાર્થો પર મમત્વ રાખતો પાપકર્મ કરવાનું સાહસ કરે છે. તે દિવસરાત ચિંતાથી સંતપ્ત રહે છે અને તે મૂઢ પોતાને અજરઅમર માનતો પદાર્થોમાં મોહિત—આસક્ત રહે છે.
| १९
जहाय वित्तं पसवो य सव्वे, जे बांधवा जे य पिया य मित्ता । लालप्पइ से वि य एइ मोहं, अण्णे जणा तं सि हरंति वित्तं ॥ શબ્દાર્થ :- નહાય = છોડીને જવાનું છે, જે વિ ય તાલબદ્ મોહં ય F = છતાં એ મનુષ્ય માટે રડે છે અને મોહને પ્રાપ્ત થાય છે, મળે ના તંલિ વિત્ત હરતિ = તે મૃત્યુ પામે ત્યારે બીજા લોકો તેનું ધન હરી લે છે.
તે
ભાવાર્થ : – માનવ ધન અને પશુ આદિ સર્વ પદાર્થોને તથા પ્રિય મિત્ર અને બંધુજનોને છોડી જવાનું છે. છતાં પણ તેના માટે શોકાકુળ થઈને વિલાપ કરે છે અને મોહને પ્રાપ્ત થાય છે. તે મૃત્યુ પામે ત્યારે તેના દ્વારા અત્યંત કલેશથી ઉપાર્જિત ધનને અન્ય લોકો લઈ લે છે.
વિવેચન :
આ ચાર ગાથાઓમાં જેઓ ભાવસમાધિથી દૂર છે પરંતુ ભ્રમણાને કારણે પોતાને સમાધિપ્રાપ્ત (સુખમગ્ન) માને છે, તેવા લોકોનું ચિત્ર શાસ્ત્રકારે રજૂ કર્યું છે. તેઓ ત્રણ પ્રકારના છે–
(૧) શાન સમાધિથી દૂર ઃ– મોક્ષના કારણભૂત સમ્યક્દર્શન–જ્ઞાન–ચારિત્રરૂપ ધર્મને જાણતા નથી, પરંતુ આરંભાસક્તિ તેમજ વિષયભોગ ગૃદ્વિરૂપ અધર્મને જ મોક્ષના કારણભૂત ધર્મ તરીકે સ્વીકારી તેમાં રચ્યાપચ્યા રહે છે.
(૨) દર્શન સમાધિથી દૂર ઃ– એકાન્ત ક્રિયાવાદી સ્ત્રી, ભોગોપભોગ્ય પદાર્થો તેમજ વિષયભોગોની ઉપભોગ ક્રિયાને સમાધિ(સુખ)કારક માને છે, એકાન્ત અક્રિયાવાદી આત્માને નિષ્ક્રિય—અકર્તા માને છે. તેથી તેઓના મતમાં મોક્ષ ઘટિત જ થતો નથી તેમ છતાં તેઓ શાશ્વત સમાધિરૂપ મોક્ષનું કથન કરે છે. તેઓ આત્માને અકર્તા માનીને તત્કાળ જન્મેલા બાળકના શરીરના ટુકડે ટુકડા કરીને તેમાં આનંદ(સમાધિ)
Jain Education International
For Private Personal Use Only
www.jainelibrary.org