________________
અધ્યયન-૧૦
૩રપ |
૨૭ સ્ત્રીસંબંધી મૈથુનથી વિરત રહે, પરિગ્રહ ન રાખે અને વિષયોથી સ્વ–પરની રક્ષા કરે તે નિઃસંદેહ
સમાધિને પ્રાપ્ત થાય છે. ૨૮ અરતિ (અણગમો)અને રતિ(ગમો) પર વિજયી બની તૃણસ્પર્શ, શીતોષ્ણસ્પર્શ, દંશમશક સ્પેશ,
સુગંધ-દુર્ગધપ્રાપ્તિ આદિ પરીષહોને સમભાવ પૂર્વક સહન કરી લે, તે પણ સમાધિ પ્રાપ્ત છે. જે સાધુ વચનગુપ્તિ તથા શુદ્ધલેશ્યા યુક્ત બની, સંયમમાં પરાક્રમ કરે છે, તે સ્વયં ઘર બનાવે નહીં, અન્ય પાસે કરાવે નહીં અને ગૃહસ્થથ સાથે, વિશેષતઃ સ્ત્રીઓ સાથે સંપર્ક રાખે નહીં. તે સમાધિના
ઈચ્છુક સાધકો માટે આ સર્વ મૂળમંત્રો ઘણા ઉપયોગી છે. વિઠ્ઠી :-(૧) આ લોકમાં જીવિત એટલે કે કામભોગ, યશકીર્તિ ઈત્યાદિ ઈચ્છનારા. (૨) આ સંસારમાં અસંયમી જીવન જીવવાનો અભિલાષી. (૩) આ વર્તમાન જીવન માટે. ભાવ-અસમાધિ :
___ जे केइ लोगसि अकिरिय आया, अण्णेण पुट्ठा धुयमादिसति ।
___ आरंभसत्ता गढिया य लोए, धम्म ण याणंति विमोक्खहे ॥ શબ્દાર્થ – નોકરિ ને જેફ અજિરિયન = આ લોકમાં જે લોકો આત્માને ક્રિયારહિત માને છે, અનેક મુદ્દા પુથાતિ = બીજાના પૂછવાથી મોક્ષનો આદેશ કરે છે, આરંભતા નો દિવા = તેઓ આરંભમાં આસક્ત અને વિષયભોગમાં મૂર્ણિત છે, વિનોવહેલું જ યાતિ = તેઓ મોક્ષના કારણરૂપ ધર્મને જાણતા નથી. ભાવાર્થ :- આ લોકમાં જે (સાંખ્ય) લોકો આત્માને અક્રિય માને છે અને બીજા પૂછે ત્યારે ધૂત અર્થાત્ મોક્ષમાં આત્માના અસ્તિત્વનું પ્રતિપાદન કરે છે, સાવદ્ય આરંભમાં આસક્ત અને વિષયભોગોમાં વૃદ્ધ તે લોકો મોક્ષના કારણભૂત ધર્મને જાણતા નથી.
पुढो य छंदा इह माणवा उ, किरियाकिरियं च पुढो य वायं ।
जायस्स बालस्स पकुव्व देह, पवढइ वेरमसंजयस्स ॥ શબ્દાર્થ -રૂદ માણવાયુદો છવા= આ લોકમાં મનુષ્યોની ભિન્ન ભિન્ન રુચિ હોય છે, વિરિયાપિરિયડુતો વાર કોઈ ક્રિયાવાદ અને કોઈ અક્રિયાવાદને માને છે, ગાયજ્ઞ વાત હું પશુબ = તે કોઈ જન્મેલાં બાળકોનાં શરીરને કાપીને સુખ માને છે, અસંગયજ્ઞ વેરં પર્વ = અસંયત પુરુષનું વેર વધે છે. ભાવાર્થ :- આ લોકમાં મનુષ્યોની રુચિ ભિન્ન ભિન્ન હોય છે, તેથી કોઈ ક્રિયાવાદને માને છે અને કોઈ અક્રિયાવાદને માને છે. કોઈ જન્મેલા બાળકના શરીરના ટુકડા કરવામાં સુખ માને છે. વસ્તુતઃ અસંયમી વ્યક્તિને પ્રાણીઓ સાથે વેર વધે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org