________________
૩૨૪ |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
વારંવાર જન્મ લઈ પીડિત થાય છે. પ્રાણાતિપાતથી જ્ઞાનાવરણીયાદિ પાપકર્મોનો બંધ થાય છે. સમાધિ ઈચ્છુક સાધુ તેનાથી દૂર રહે. સાધક દીનવૃત્તિથી કે અસંતુષ્ટ ભાવથી ભોજન પ્રાપ્ત ન કરે. એ બન્ને અવસ્થાઓમાં અશુભકર્મ (પાપ) બંધાય છે.
ભાવસમાધિ માટે સાધક તત્ત્વજ્ઞ, સ્થિતપ્રજ્ઞ, વિવેકરત તેમજ પ્રાણાતિપાત આદિથી વિરત થાય. ૧૪ સમસ્ત જગતને સમભાવથી જુએ, રાગભાવ અથવા શ્વેષભાવથી પ્રેરિત થઈ કોઈનું પ્રિય અને
કોઈનું અપ્રિય ન કરે. કોઈની ભલાઈ–બુરાઈના પ્રપંચમાં ન પડે. ૧૫ પ્રવ્રજિત સાધુ દીન, વિષાદયુક્ત, પતિત અને પ્રશંસા તેમજ આદરસત્કારના અભિલાષી ન બને.
આધાકર્માદિ દોષ દૂષિત આહારની લાલસા ન કરે, એવા આહાર માટે ફરે નહિ. તેમ કરે તો તે વિષાદયુક્ત ભાવોને જ પામે.
૧૬
૧૭ સ્ત્રીઓ સાથે સંબંધ રાખી વિવિધ વિષયોમાં આસક્ત થઈ સ્ત્રી પ્રાપ્તિ માટે ધન આદિનો સંગ્રહ
કરે નહીં.
૧૮ પાપો અથવા ગ્રંથીઓથી મુક્ત રહી સંયમનું આચરણ કરે. ૧૯ લાંબા કાળ સુધી જીવવાની ઈચ્છાથી ધન સંચય ન કરે. પરંતુ અનાસક્ત રહી સંયમમાં પરાક્રમ
૨૦ જે વાત કરે તે સમજી-વિચારી ને કરે. ૨૧ શબ્દાદિ વિષયો પર આસક્તિ ન રાખે.
હિંસાત્મક ઉપદેશ ન કરે. ૨૩ આધાકર્મી આદિ દોષયુક્ત આહારની ઈચ્છા પણ ન કરે અને તેવા દોષયુક્ત આહાર કરનાર સાથે
સંપર્ક પણ ન રાખે.
કર્મનો ક્ષય કરવા માટે શરીરને કશ કરે, શરીર સ્વભાવની અનુપ્રેક્ષા(વિચારણા-ચિંતવના) કરતો
શરીર પ્રત્યે નિરપેક્ષ તેમજ નિશ્ચિંત રહે. ૨૫ એકત્વભાવના જ પરસંગથી છૂટવાનું સાધન છે, ભાવસમાધિનું મુખ્ય કારણ છે. તેથી
એકત્વભાવનાથી ચિત્તને ભાવિત કરે. ૨૬ એકત્વ સાધક ક્રોધથી વિરત, સત્યમાં રત તેમજ તપશ્ચર્યા પરાયણ રહે તે શ્રેષ્ઠ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org