________________
Jain Edation In
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
આ જગતમાં લોક અને આત્મા, બંધન અને મુક્તિ વગેરે તાત્ત્વિક વિષયોમાં ભિન્ન ભિન્ન વિચારધારાઓ પ્રવર્તે છે. દર્શન શાસ્ત્રોમાં તે ષટ્કર્શન રૂપે પ્રસિધ્ધ છે.
=
પ્રત્યેક દર્શનિકોની માન્યતાને જાણ્યા પછી જ સાધક સર્વજ્ઞ વીતરાગી પરમાત્માની વાણીની મહત્તા તથા મૂલ્યને સમજીને પોતાની શ્રધ્ધાને દઢતમ કરી શકે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં સ્વ સિધ્ધાંતનું દર્શન કરાવતા પહેલાં શાસ્ત્રકારે પરસિધ્ધાંતનો પણ સંકેત કર્યો છે. આ શાસ્ત્ર પદ્યાત્મક છે. ગાથાઓમાં પ્રત્યેક દર્શનનો સંકેત છે. જેમ કે સરીરસ્સ વિળસેળ વિનાસો દૃોરૂ વેદ્દિો... અધ્ય. - ૧/૧. શરીરના વિનાશથી આત્માનો નાશ થાય છે. આ તક્જીવ તત્ઝરીરવાદની માન્યતા છે. અમે પહ્દર્શનના આધારે પ્રત્યેક દાર્શનિકોની માન્યતાનું કથન કર્યું છે અને ત્યાર પછી તે તે માન્યતાઓમાં પ્રતીત થતાં દોષોનું દર્શન કરાવ્યું છે. આ રીતે વાંચકો જૈનદર્શનના અનેકાંતવાદની વિશાળતા અને મહાનતાને સમજી શકે છે. જેમ કે પાંચ ભૂતના સંયોગથી જીવ ઉત્પન્ન થાય છે અને તેના વિનાશથી જીવનો પણ નાશ થાય છે. આ પ્રકારની માન્યતામાં પુણ્ય – પાપ, પરલોક વગેરે ઘટિત થતાં નથી. જો આ પ્રમાણે હોય તો જગતની બધી વ્યવસ્થા, સત્કૃત્યો, ધાર્મિક અનુષ્ઠાનો વગેરે
સમાપ્ત થઇ જાય છે. તેથી ઉપરોક્ત માન્યતા યથોચિત નથી.
આ શાસ્ત્રમાં પ્રાયઃ વૈરાગ્ય પ્રેરક, ઉપદેશાત્મક ભાવોથી સભર અધ્યયનો છે. અધ્ય. - ૨/૨ માં અભિમાન, આસકિત, નિંદા આદિ દુર્ગુણોનો ત્યાગ કરી સમતા આદિ મુનિધર્મનો ઉપદેશ છે. ગાથા - ૧૧ માં સાધુને માટે વંદન – પૂજન આદિ કિચડ સમાન હોવાથી તેનો ત્યાગ કરવાનું કહ્યું છે. આ અધ્યયનની વૃત્તિમાં વૃત્તિકારે એક નવી ગાથાને ઉષ્કૃત કરી છે. તેનો ઉલ્લેખ આ ગાથાના વિવેચનમાં કર્યો છે. આ ઉદ્ધૃત ગાથા મૌલિક ગાથાના ભાવોની પૂરક જ છે. ક્યારેક ભાષ્ય રૂપે આ પ્રકારની ગાથાઓની રચના થઇ હોય અને કાલક્રમે આવી ગાથાઓને પાઠાંતર કે વાચનાંતર માનવાનું પ્રચલન થઇ ગયું હોય, તેમ લાગે છે. આ રીતે અધ્ય – ૭/૨૭ નો પાઠાંતર પણ વિવેચનમાં આપ્યો છે.
31
Private & Personal Use y
harbrary.org