________________
અધ્યયન-૯
[ ૩૧૧ |
Tી આપી નિવેાિ :- દશવૈકાલિક, આચારાંગ આદિ શાસ્ત્રોમાં ચાર પ્રકારની ભાષા બતાવી છે. (૧) સત્ય (૨) અસત્ય (૩) સત્યામૃષા (૪) અસત્ય-મૃષા. આ ચારેયમાંથી અસત્ય ભાષા તો ત્યાજ્ય (ત્યાગ કરવા યોગ્ય) જ છે, ત્રીજી ભાષા–સત્યામૃષા(કંઈક ખોટી, કંઈક સાચી મિશ્રભાષા) પણ વર્જિત છે. જેવી રીતે કોઈ સાધકે અનુમાનથી જ નિશ્ચયપણે કહી દીધું કે "આ ગામમાં ૨૦ બાળકોનો જન્મ અથવા મરણ થયાં છે " એમ કહેવાથી સંખ્યામાં ન્યૂનાધિક હોવાથી આ વચન સત્ય અને મિથ્યા બંન્નેથી મિશ્રિત છે. અસત્યામૃષાવ્યવહાર) ભાષા પણ ભાષાસમિતિયુક્ત બોલવાનું વિધાન છે. આ ત્રણે ભાષાઓ સિવાય પહેલી ભાષા સર્વથા સત્ય હોવા છતાં એ નિમ્નોક્ત કારણોથી સાધુને માટે નિષિદ્ધ કહી છે. ૧ જે વચન કહેવાથી કોઈને દુઃખ, પીડા, ઉદ્વેગ, ભય, ચિંતા, આઘાત, મર્માન્તક વેદના, અપમાન,
માનસિક ક્લેશ પેદા થાય. જે કર્કશ, કઠોર, વધપ્રેરક, છેદનભેદન કારક, અમનોજ્ઞ તેમજ તાડનતર્જનકારક હોય અર્થાતુ હિંસા પ્રધાન હોય. જે ભાષા મોહ-મમત્વજનક હોય, જે ભાષામાં મારાપણાના મોહના કારણે પક્ષપાત હોય. જે ભાષા બહારથી સત્ય લાગતી હોય, પરંતુ અંદરથી દંભ અથવા છળકપટથી ભરેલી હોય. જે ભાષા હિંસા આદિ કોઈ પાપમાં શ્રોતાને પ્રેરિત કરતી (સાવધ) હોય, જેમ કે- "આને મારો–પીટો" "ચોરી કરો" આદિ વચનો. જે ભાષા સત્ય હોવા છતાં એ કોઈને અપમાનિત, તિરસ્કૃત અથવા બદનામ કરવા અથવા નીચા બતાવવા, ઉપહાસ(હાંસીમજાક) કરવા અથવા પોતાનો અહંકાર પ્રદર્શિત કરવાની દષ્ટિએ બોલવામાં આવે અથવા એ નીચ! રે દુષ્ટ ! તું ચોર છે, કાણો છે! પાપી છે! આદિ તુચ્છ–હલકા વચનો રૂપે હોય. જે ભાષાના પ્રયોગમાં ચાપલુસીપણુ, દીનતા અથવા સ્વહીનતા ભરી હોય. જે ભાષા સત્ય હોવા છતાં મનમાં સંદેહ ઉત્પન્ન કરતી હોય, બે અર્થવાળી હોય, નિશ્ચયકારી હોય, અથવા જે ભાષા એકાએક વિચાર્યા વિના બોલાણી હોય. જે ભાષા બોલ્યા પછી પશ્ચાતાપ થાય અથવા બોલ્યા પછી તેના ફળસ્વરૂપે જન્મજન્માંતર સુધી
સંતાપ (પીડા) ભોગવવો પડે. ૧૦ જે વાતને સભ્ય લોકો પ્રયત્નપૂર્વક છુપાવે છે, તેને પ્રગટ કરનારી અથવા કોઈની ગુપ્ત વાત પ્રગટ
કરનારી હોય, આ પ્રકારની બધી ભાષા નિષિદ્ધ છે. લોકોત્તર ધર્મના કેટલાંક આચારસૂત્રો : -
अकुसीले सया भिक्खू, णेव संसग्गिय भए । सुहरूवा तत्थुवस्सगा, पडिबुज्झेज्ज ते विऊ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org