________________
[ ૩૧૦ ]
| શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
તે ન કહે, પક્ષT Tળવિ આગ તે જ નિગ્રંથની આજ્ઞા છે. ભાવાર્થ :- ચાર પ્રકારની ભાષાઓમાં જે ત્રીજી ભાષા મિશ્રભાષા(સત્યા-મૃષા) છે, તે સાધુ ન બોલે તથા જે બોલ્યા પછી પશ્ચાત્તાપ કરવો પડે, એવી ભાષા પણ ન બોલે. જે વાતને લોકો છૂપાવે(ગુપ્ત રાખે) છે અથવા જે ક્ષણ (હિંસા) પ્રધાન ભાષા હોય તે પણ ન બોલે. આ નિગ્રંથ (ભગવાન મહાવીર)ની આજ્ઞા છે.
___ होलावायं सहीवायं, गोयावायं च णो वए । - तुम तुमं ति अमणुण्णं, सव्वसो तं ण वत्तए ॥ શબ્દાર્થ -દોનીવાર્થ = નિષ્ફર તથા હલકા સંબોધનથી કોઈને બોલાવવા, સહીવાર્થ = મિત્ર સૂચક હલ્કા શબ્દોથી બોલાવતા હે મિત્ર ! જોયાવાયું = ગોત્રસૂચક અનાદર યુક્ત શબ્દથી બોલાવવા, અને તુમતિ અમUM = પોતાનાથી મોટાને તિરસ્કાર યુક્ત 'તું' 'તું' કહેવું તથા જે વચન બીજાને અપ્રિય લાગે તેવું વચન, તે સવ્વસો જ વાર = આ બધાં વચનો સાધુ સર્વથા ન કહે. ભાવાર્થ :- સાધુ નિષ્ફર અથવા નીચ સંબોધનથી કોઈને ન બોલાવે અર્થાત્ "હોલ" આદિ નિષ્ફર શબ્દોથી ન બોલાવે. સખી–મિત્રને યાર આદિ તુચ્છ શબ્દો કહીને સંબોધિત કરીને "સખીવાદ" ન કરે તથા ગોત્રનું નામ લઈને કોઈને પુકારીને ગોત્રવાદ ન બોલે. રે! તું, ઈત્યાદિ તુચ્છ શબ્દોથી કોઈને સંબોધિત ન કરે; જે અપ્રિય-અમનોજ્ઞ વચન હોય તે બોલવા રૂપ દુર્વ્યવહાર સાધુ ક્યારે ય ન કરે.
વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં સાધુ માટે ભાષાનો વિવેક બતાવવામાં આવ્યો છે. મસળો ઇ માન્ન :- વૃત્તિકારે તેના બે અર્થ રજૂ કર્યા છે– (૧) દીક્ષા જ્યેષ્ઠ(રત્નાધિક) સાધુ કોઈની સાથે વાત કરી રહ્યા હોય, તે વખતે પોતાના પાંડિત્યનું પ્રદર્શન કરવા અથવા મોટાની લઘુતા પ્રગટ કરવાની દષ્ટિએ વચ્ચે ન બોલે. કારણ કે એમ કરવાથી મોટા(વડીલો)ની આશાતના અને પોતાના અભિમાનની અભિવ્યક્તિ થાય છે અથવા (૨) જે સાધુ વચન વિભાગને જાણવામાં નિપુણ છે, જે વાણીના ઘણા પ્રકારને જાણે છે, તે દિવસભર બોલતો હોવા છતાં ન બોલનાર (વચનગુપ્તિયુક્ત-મૌની)ની સમાન છે. કારણ કે તે ભાષાસમિતિનું ધ્યાન રાખીને બોલે છે. તે ધર્મ ઉપદેશ, ધર્મ માર્ગની પ્રેરણા, ધર્મમાં સ્થિરતા માટે માર્ગદર્શન આપતી વખતે સંપૂર્ણ સજાગ થઈને વાણીનો પ્રયોગ કરે છે.
વ કંપન્ન મમ્મર્ષ - બે અર્થ (૧) બોલેલું વચન સત્ય હોય અથવા અસત્ય, પરંતુ જો તે પીડા પહોંચાડનાર હોય તો તેવું વચન ન બોલે, અથવા (૨) "આ મારું છે" એવું વિચારીને કોઈના પ્રત્યે પક્ષપાતયુક્ત (મામક) વચન ન કહે. મક્કાનું વિનમ્નના :- બે અર્થ (૧) કપટ પ્રધાન (સંદિગ્ધ, છલયુક્ત કે દ્રવ્યાર્થક) વચનનો ત્યાગ કરે અથવા (૨) બીજાઓને છેતરવા અથવા દગો દેવા માટે સાધુ માયાચાર અથવા દંભ ન કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org