________________
[ ૩૦૦ ]
|
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) |
નવમું અધ્યયન
ધર્મ
ન excoxsexcocoxoxoxoxoxoxoxoexcocoooxsexsexoxoxoxoxoxoxoxoxo ધર્માચરણનો બોધ :
कयरे धम्मे अक्खाए, माहणेण मईमया ।
अंजु धम्म अहातच्चं, जिणाणं तं सुणेह मे ॥ શબ્દાર્થ :- મસા = કેવળજ્ઞાની, મીરા = જીવોને ન મારવાનો ઉપદેશ આપનારા ભગવાન મહાવીર સ્વામીએ, તે એવું થમ્પ = તે સરળધર્મને, એહાવું = યથાર્થ રૂપે.
ભાવાર્થ :- કેવળ જ્ઞાનસંપન્ન, મહામાહણ (અહિંસાના પરમ ઉપદેશક)ભગવાન મહાવીર સ્વામીએ કયો ધર્મ બતાવ્યો છે? જિનેશ્વરો દ્વારા ઉપદિષ્ટ તે સરળ ધર્મને યથાર્થ રૂપે મારી પાસેથી સાંભળો.
माहणा खत्तिया वेस्सा, चंडाला अदु बोक्कसा । एसिया वेसिया सुद्दा, जे य आरंभणिस्सिया ॥ परिग्गहे णिविट्ठाणं, वेरं तेसिं पवड्डइ ।
आरंभसंभिया कामा, ण ते दुक्खविमोयगा ॥ શબ્દાર્થ :- વોરા = બુક્કસ-વર્ણશંકર, પરિવારે ખિવિજ્ઞાન = પરિગ્રહમાં આસક્ત રહેનારાં,
હિં વેરં પવછૂટ્ટ = આ પ્રાણીઓને બીજા પ્રાણીઓની સાથે વેર વધે છે, આમfમયા મ = તે વિષય લોલુપ જીવો આરંભથી ભરેલા છે.
ભાવાર્થ :- બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય, ચાંડાલ અથવા બુક્કસ–અવાંતર જાતિય વર્ણસંકર, એષિક-શિકારી, હસ્તિતાપસ અથવા કંદમૂળાદિ ખાનાર પાખંડીઓ, વૈશિક-માયા-પ્રધાનકલાજવી–જાદુગર તથા શૂદ્ર જે આરંભમાં આસક્ત જીવ છે, જે વિવિધ પરિગ્રહમાં મૂછિત છે, તેઓનું બીજાં પ્રાણીઓની સાથે વેર વધે છે. તેઓ કામભોગોમાં પ્રવૃત્ત (વિષય લોલુપી) આરંભથી પરિપૂર્ણ (આરંભમગ્ન) છે. તેઓ દુઃખોથી અથવા દુ:ખરૂપ કર્મોથી મુક્ત થઈ શકતા નથી.
आघायकिच्चमाहेडं, णायओ विसएसिणो । अण्णे हरति तं वित्तं, कम्मी कम्मेहिं किच्चइ ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org