________________
અધ્યયન-૯
.
૨૯૯ |
નવમું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "ધર્મ" છે. ધર્મ શબ્દ શુભકર્મ, કર્તવ્ય, કુશળ અનુષ્ઠાન, સુકૃત, પુણ્ય, સદાચાર, સ્વભાવ, ગુણ, પર્યાયધર્માસ્તિકાય, દ્રવ્ય, મર્યાદા, રીત, વ્યવહાર આદિ અર્થોમાં પ્રયુક્ત થાય છે. ધર્મનું લક્ષણ બતાવતા આચાર્યોએ કહ્યું છે કે
दुर्गतो पतत: जीवान् , यस्माद् धारयते ततः ।
धत्ते चैतान् शुभेस्थाने, तस्माद् धर्मः इति स्मृतः ॥ દુર્ગતિમાં પડતા જીવોને શુભ સ્થાનમાં ધારી રાખે તે ધર્મ. નિયુક્તિકારે નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવની દષ્ટિએ ધર્મના ચાર નિક્ષેપ કર્યા છે. નામ અને સ્થાપનાધર્મ તો સુગમ છે. દ્રવ્યધર્મ સચિત, અચિત અને મિશ્ર દ્રવ્યના સ્વભાવ અર્થમાં છે અથવા ષડૂદ્રવ્યોમાં જે જેનો સ્વભાવ છે, તે તેનો દ્રવ્યધર્મ છે. કુલ, ગ્રામ, નગર, રાષ્ટ્ર આદિ સાથે સંબંધિત જે ગૃહસ્થોના નિયમ–ઉપનિયમ, મર્યાદાઓ, કર્તવ્ય અથવા જવાબદારીના રૂપમાં જે કુળધર્મ, ગ્રામધર્મ આદિ છે તે પણ દ્રવ્યધર્મ કહેવાય છે. અન્નપુણ્ય આદિ નવપ્રકારના પુણ્ય છે તેને પણ દ્રવ્યધર્મ સમજવા જોઈએ.
ભાવધર્મ બે પ્રકારનો છે– લૌકિક અને લોકોતર. લૌકિક ધર્મ બે પ્રકારનો છે– ગૃહસ્થોનો અને પાખંડીઓનો. લોકોત્તર ધર્મ સમ્યકજ્ઞાન, સમ્યગદર્શન અને સમ્યફચારિત્રના ભેદથી ત્રણ પ્રકારનો છે. આ અધ્યયનમાં લોકોત્તર ભાવધર્મનો જ અધિકાર છે.
આ અધ્યયનમાં જ્ઞાન, દર્શન, ચારિત્રસંપન્ન સાધુ માટે વીતરાગપ્રરૂપિત લોકોત્તર ધર્મ (આચારવિચારોનું નિરૂપણ કરાવામાં આવ્યું છે. ષડૂજીવનિકાયના આરંભ, પરિગ્રહ આદિમાં લીન વ્યક્તિ આ લોક-પરલોકમાં દુઃખમુક્ત થઈ શકતા નથી, તેથી સાધુએ મોક્ષમાર્ગનો વિચાર કરીને નિર્મમત્વ, નિરારંભ, નિરહંકાર, નિરપેક્ષ તેમજ નિષ્પરિગ્રહી થઈને સંયમ ધર્મમાં ઉધત રહેવાનો શાસ્ત્રકારે નિર્દેશ કર્યો છે. મૃષાવાદ, મૈથુન, પરિગ્રહ–અદત્તાદાન, માયા, લોભ, ક્રોધ, માન આદિના ત્યાગનો તથા પ્રક્ષાલન, રંજન, બસ્તીકર્મ, વિરેચન, વમન, અંજન, ગંધ, માલ્ય, સ્નાન, દંતપ્રક્ષાલન, વસ્તુપરિગ્રહ(સંગ્રહ), હસ્તકર્મ,
ઔદેશિક આદિ દોષયુક્ત આહારસેવન, રસાયણસેવન, મન, જ્યોતિષ પ્રશ્ન, સાંસારિકવાતો, શય્યાતર, પિંડગ્રહણ, ધૂતક્રીડા, ધર્મ વિરુદ્ધ કથન, પગરખાં, છત્રી, પંખાથી હવા નાખવી, ગૃહસ્થ પાત્ર-વસ્ત્ર સેવન, ખુરશી પલંગનો ઉપયોગ, ગૃહસ્થના ઘરે બેસવું, તેમના ખબરઅંતર(કુશળ સમાચાર) પૂછવા, પૂર્વક્રીડિત સ્મરણ, યશ-કીર્તિ, પ્રશંસા, વંદન-પૂજન, અસંયમ ઉત્પાદક અશન-પાન તથા ભાષાદોષ સાધુના સંયમધર્મને દૂષિત કરનારા આચાર-વ્યવહારના ત્યાગનો ઉપદેશ છે.
આ અધ્યયનની કુલ ૩૬ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org