________________
૨૯૮ ]
શ્રી સવગડાંગ સત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
झाणजोगं समाहटु, कायं विउसेज्ज सव्वसो ।
तितिक्खं परमं णच्चा, आमोक्खाए परिव्वएज्जासि ॥ त्ति बेमि ॥ શબ્દાર્થ - શાળનો સમાહર્લ્ડ = સાધુ ધ્યાનયોગને ગ્રહણ કરીને, સવ્વતો છે વિકસેન્જ = સર્વ પ્રકારે શરીરના વ્યાપારોને રોકે, તિતિ પર પડ્યા = પરીષહ તથા ઉપસર્ગ સહન કરવાને ઉત્તમ સમજી, આનોકાણ પરિવણઝાલિ = મોક્ષની પ્રાપ્તિ પર્યત(મોક્ષ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી) સંયમનું અનુષ્ઠાન(પાલન) કરે. ભાવાર્થ :- સાધુ ધ્યાનયોગને સમ્યકુપ્રકારે ગ્રહણ કરી પૂર્ણરૂપે કાયાનો વ્યુત્સર્ગ કરે, પ્રવૃત્તિઓથી શરીરને રોકે. પરીષહ-ઉપસર્ગ સહનરૂપ તિતિક્ષાને પ્રધાન(સર્વોત્કૃષ્ટ) સાધના સમજી મોક્ષ પર્યન્ત સંયમ પાલનમાં પરાક્રમ કરે.
વિવેચન :
અધ્યયનનો ઉપસંહાર કરતા શાસ્ત્રકારે બે ગાથાઓ દ્વારા પંડિતવીર્યની સાધનાનો આદર્શ રજૂ
કર્યો છે.
સાધકની પાસે મન, વચન, કાયા આ ત્રણ મોટા સાધનો છે, આ ત્રણેયમાં બહુ મોટી શક્તિ છે. પરંતુ જો તે મનની આ શક્તિ વિષયોપભોગોની પ્રાપ્તિના ચિંતન, કષાય અથવા રાગ-દ્વેષ–મોહ આદિમાં અથવા દુઃસંકલ્પ, દુર્ગાન આદિ કરવામાં વાપરે તો તે આત્માના ઉત્થાનને સ્થાને પતન તરફ ગતિ કરે છે. આ રીતે વચનની શક્તિને જે કર્કશ, કઠોર, હિંસાજનક, પીડાકારી, સાવધ, નિરર્થક, અસત્ય અથવા કપટયુક્તવાણી બોલવામાં કરે, વાણીનો સમ્યક ઉપયોગ ન કરે તો તે શક્તિનો દુર્વ્યય કરે છે. કાયાને ખાવાપીવામાં, પુષ્ટ બનાવવામાં, સજાવવામાં શક્તિ વ્યય કરે અથવા આહાર–પાણી, વસ્ત્ર, મકાન આદિ પદાર્થોનો વધુમાં વધુ ઉપભોગ કરી તે પોતાની શક્તિનો પ્રયોગ કરે તો તે શક્તિનો દુર્વ્યય કરે છે. તેથી શાસ્ત્રકાર પંડિતવીર્ય સાધકની સમક્ષ તેના ત્યાગ–તપ પ્રધાન જીવનને અનુરૂપ એક આદર્શની ઝાંખી પ્રસ્તુત કરે છે. જે સાધક થોડો આહાર કરે છે, થોડું બોલે છે, થોડી નિદ્રા લે છે, પોતાના સંયમના ઉપકરણ અત્યંત અલ્પ રાખે છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે.
પંડિતવીર્યની સાધનામાં શરીર ગૌણ હોય છે, આત્મા મુખ્ય છે, તેથી શરીરની ભક્તિ છોડી સાધકે આત્મભક્તિ પર જ મુખ્યરૂપે ધ્યાન આપવું જોઈએ. તો જ તેની શક્તિ સફળ થાય. સાધકનું જીવન પંડિતવીર્યની સાધનામય રહે અને મૃત્યુ પણ પંડિતવીર્યની સાધનામય બને તેમાં જ જીવનની સાર્થકતા છે.
છે અધ્યયન ૮ સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org