________________
અધ્યયન-૮
૨૯૭ ]
જ સિતો પવેચપ = તપસ્વી પોતાની પ્રશંસા પણ ન કરે. ભાવાર્થ :- મહાકુળમાંથી પ્રવ્રજિત થયેલ વ્યક્તિ અન્ય વ્યક્તિ ન જાણે તેમ તપ કરે તથા પોતાના તપની પ્રશંસા ન કરે તેઓનું તપ શુદ્ધ છે. વિવેચન :
આ ત્રણ ગાથાઓમાં શાસ્ત્રકાર અશુદ્ધ અને શુદ્ધ પરાક્રમના આધારે બાલવીર્ય અને પંડિતવીર્યનું અંતર સમજાવે છે. સાધક, સાધન અને સાધ્ય ત્રણે શુદ્ધ હોય તો જ તે પરાક્રમ શુદ્ધપંડિતવીર્ય કહેવાય. સમ્યગ્દષ્ટિ જીવ શુદ્ધ સાધક કહેવાય. મોક્ષનું, કર્મક્ષયનું લક્ષ્ય હોય તે સાધ્ય–શુદ્ધ કહેવાય અને સ્વાધ્યાય, ધ્યાન, દાન, તપ યથાવત રૂપે કરાય તો સાધન શુદ્ધ કહેવાય. પરમાર્થના જ્ઞાતા, સમ્યગુષ્ટિ સાધક મોક્ષ અર્થે સ્વાધ્યાયાદિમાં જે પુરુષાર્થ કરે તે પંડિતવીર્ય છે. તેથી વિપરીત મિથ્યાદષ્ટિ જીવ માન-સન્માન, પૂજા સત્કારાદિ માટે સ્વાધ્યાયાદિમાં જે પરાક્રમ કરે તે બાલવીર્ય છે. સાધ્ય, સાધક, સાધનમાંથી એક પણ અશુદ્ધ હોય તો તે બાલવીર્ય જ કહેવાય છે. તેલ જિ તો સુદ્ધો :- આ ગાથામાં શુદ્ધ તપનું સ્વરૂપ બતાવ્યું છે. જે ગુપ્ત તપશ્ચર્યા કરે છે, યશકીર્તિની ચાહના કરતા નથી, તેઓનું તપ પૂર્ણ શુદ્ધ હોય છે. બાલજનોનું પરાક્રમ - અનેક શાસ્ત્રોમાં પંડિત અને ત્યાગ નિયમ વગેરે ગુણોના કારણે લોકપૂજ્ય તથા વાણીવીર હોવાછતાં પણ સમ્યક તત્ત્વજ્ઞાનથી રહિત, મિથ્યાદષ્ટિ બાલન છે. તેમના દ્વારા તપ, દાન, અધ્યયન, આદિ કોઈ પણ ક્રિયા આત્મશુદ્ધિકારક નથી પરંતુ કર્મબંધકારક હોવાથી આત્માને અશુદ્ધ બનાવી દે છે, જેવી રીતે કુવૈદ્યની ચિકિત્સાથી રોગનાશ થવાને બદલે રોગમાં વધારો થાય છે, તેવી જ રીતે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિજનોની તપ આદિ સમસ્ત ક્રિયાઓ ભવભ્રમણરૂપી રોગના નાશને બદલે ભવભ્રમણમાં વૃદ્ધિ કરે છે. પંડિતવીર્ય સાધનાનો આદર્શ :___ अप्पपिंडासि पाणासि, अप्पं भासेज्ज सुव्वए ।
खंतेऽभिणिव्वुडे दंते, वीतगेही सया जए । શબ્દાર્થ – પિંડાતિ = સાધુ ઉદરનિર્વાહ માટે થોડો આહાર કરે, પાલિ = થોડું પાણી પીવે, સુષ્ય = સુવ્રત પુરુષ, અણ માસા = થોડું બોલે, તે મણિબુડે = ક્ષમાશીલ, લોભાદિ રહિત, તે = જિતેન્દ્રિય, વતનોહી તથા ના = વિષયભોગમાં આસક્તિ રહિત થઈને હંમેશાં સંયમનું અનુષ્ઠાન કરે. ભાવાર્થ :- સુવતી (મહાવ્રતી) સાધુ થોડો આહાર કરે, થોડું પાણી પીએ; થોડું બોલે. તે હંમેશાં ક્ષમાશીલ, લોભાદિથી રહિત, શાંત, દાન્ત (જિતેન્દ્રિય) તેમજ વિષયભોગોમાં અનાસક્ત રહી સંયમપાલનમાં પુરુષાર્થ કરે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org