________________
ઉન્માર્ગમાં ચાલ્યા ન જવાય અને સન્માર્ગે આગળ વધવા માર્ગ' નામનું અધ્યયન પ્રરૂપ્યું. કેવળ ક્રિયાથી કે કેવળ અક્રિયાથી કેવળ અજ્ઞાનથી કે કેવળ વિનયથી મોક્ષ થતો નથી પરંતુ ચારેયનો "સમવસરણ" અર્થાત્ સમન્વય થાય તો જ મોક્ષ થાય છે તેથી આત્મસિદ્ધિ હસ્તગત કરવા પર પાસંડથી બચવાનો "યથાતથ્ય" શસ્ત્ર સાધકના કલ્યાણકર કમળમાં અર્પણ કર્યું. આ જ શસ્ત્રથી સંગ્રામ ખેલો અનાદિની રાગદ્વેષની ગાંઠ' ને ભેદી નાખો અને આગેકૂચ કરો. ધારેલા યમ નિયમ ધારણ કરી રાખો તેથી "યમકીય" અધ્યયન ફરમાવ્યું. આ રીતે સફળ સૂકાની બની જાશો તો પૂરું જંગલ મંગલમય મનોરમ્ય મઘમઘતું આત્માનું આરામગૃહ બની જશે પછી ક્ષપક શ્રેણીના ઝુલે ઝુલતા સ્વના સ્વરૂપની મંગલમય ગાથા" શીખો અને ભવના ભાથા બાંધો. આ રીતે પ્રથમ શ્રુતસ્કંધ પૂર્ણ કરી સ્વરૂપમાં સ્થિત થવાનો ઉપદેશ આપ્યો. આવો સાધક જ્યારે ઉપર ઊઠે છે ત્યારે તેનું સૂયગડાંગ' સૂત્રના ભાવસિદ્ધ પ્રયોગથી પૂર્ણ વીતરાગ થાય છે. આવી શિક્ષાથી ભરપૂર આ સિદ્ધાંત છે.
આ પ્રસ્તુત સૂત્રના પ્રથમ શ્રુતસ્કંધના ૧૬ અધ્યયન છે. જાણે કે સોળ કળાનો ચંદ્ર. કોઈ એક કળા પામે કોઈ બે, તો કોઈ ત્રણ કળા ખોલીને અટકી જાય તો આંતરું ભાંજે નહીં આંતરું ભાંગવા તેમણે સોળે સોળ કલા ખોલવી પડે છે. માટે માનતુંગ સૂરીએ પૂરું સૂયગડાંગ સહિત "દ્વાદશાંગી" ભક્તામર સ્તોત્રમાં સમાવી દીધી તેના સારાંશ રૂપે ચૌદમું ગુણસ્થાન પ્રાપ્ત કરાવનાર પૂર્ણ વીતરાગ કેમ બને છે તે "સંપૂર્ણ મંડન શશાં
નાનાપ" શ્લોક–૧૪માં કહી આત્મસ્વરૂપનું પૂર્ણ દર્શન એક જ શ્લોકમાં દર્શાવી દીધું. આ સોળે સોળ અધ્યયન એક, એક કળા રૂપે છે. સંપૂર્ણ દશા તો સોળે સોળ કળામાં જ પૂર્ણ થાય. આત્મા પૂર્ણરૂપે પ્રગટ કરવાની કળા આ સિદ્ધાંતમાં રહેલી છે. તો સાધકવર્ગ ચતુર્વિધ શ્રી સંઘ આત્મસ્વરૂપ પામો.. પામો.. પામો.. તમારું જ છે, તમારા પ્રયત્ન પ્રગટ થશે તેવો પડકાર દેતું આ સિદ્ધાંત તમારા કંઠરૂપ કરમાં ગ્રહણ કરો, લો સ્વીકારો.
આ સૂત્રના અનુવાદિકા છે પ્રવચન પ્રવરા વિદુષી અમારી સુશિષ્યા ઉર્મિલાશ્રી અને તેની સંપાદિકા છે પ્રજ્ઞા પરામર્શિકા સાધ્વીશ્રી સુબોધિકાશ્રી અને સાધ્વી આરતી શ્રી. પરમ ઉપકારી તપોધની તપસ્વીરાજની કૃપાથી શ્રમણી વિદ્યાપીઠના હોંશિયાર વિદ્યાર્થીની થઈ પ્રિય પાત્રી બની રહ્યા હતા. તેઓએ આ સૂત્રનો ગુજરાતી અનુવાદ
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt