________________
The .
તમે અનાસક્ત અપ્રમત્ત યોગી થઈ રત્નત્રયના સાથીદારોની સાથે જયણાના તથા પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિના સાધનો લઈને કષાયોને બહાર કાઢો કારણ કે તેઓ રાજ્ય જમાવીને તમોને ડરાવે છે તો કાયર ન બનતાં કર્મ સંગ્રામ તેની સાથે ખેલો. ત્યાં વિષયરૂપી વિષધરો બેઠા હોય તેને શૂરવીરતા પૂર્વક લલકારો પરંતુ રણના મોરચે ગયા પછી પાછા ડગ ન માંડો તે જ જંગલ તમારું મંગલ કરશે. મંગલ ભાવોને વરવા માટે વચ્ચે આવતા "ઉપસર્ગો" ની સામે થઈ વિજય પ્રાપ્ત કરવાનો છે. ઉપસર્ગ માત્ર કર્મનો યોગ છે. તેનું જ્ઞાન કરો. સહનશીલતા કેળવો જુદા જુદા મોહરાજાના તરંગોને ધારણ કરી પાસંડીઓ, સ્વજન, પરિજન તમને સાધક ભાવમાંથી ડગાવી બાધક બનાવશે, તમે ચલાયમાન થશો તો કાયર, માયકાંગલા કહેવાશો, કર્મવિદારવા માટે શૂરવીરતા, વીરરસ પૂર્ણ જરૂરી છે. વીરરસ પૂર્વક આગળ વધશો અને જગતની સામે જોવાનું કામ કરશો તો દેખાશે તમારી સામે પુદગુલના જથ્થાના જથ્થા સંયોગ સંબંધથી જોડાયેલા નર નારીના રૂપમાં ગોઠવાયેલા અવયવોના અંગ-ઉપાંગ રૂપે રચાયેલા પુગલના પુતળાઓ તેમાં જીવ રહીને નારીના રૂપમાં ગોઠવાયેલો આત્મા આકર્ષણ કરશે અને નરના રૂપમાં ગોઠવાયેલો પુરુષ આક્રમણ કરશે તેથી જ કહ્યું છે કે તું "ઈન્ચિ પરિજ્ઞા" આ સ્ત્રીના પુગલનું પૂર્ણ જ્ઞાન કર. સ્ત્રી માત્ર કે પુરુષ માત્ર મોહરાજાથી બંધાયેલો હોવાથી
સ્વજાતીય, વિજાતીય સંબંધથી બંધાઈને રાગ, દ્વેષથી ચીકણાં કર્મો બાંધીને પરિભ્રમણ કરે છે, તેવા કર્મ બંધાઈ ન જાય માટે ચારેય બાજુથી પરિજ્ઞા કરી પ્રજ્ઞા વિશાળતા કેળવજે. નહીં તો પુદ્ગલથી રચાયેલા માંસના ગૂમડાઓમાં ગૂમરાહ થઈ જવાશે, જંગલની ગલીમાં ભૂલા પડી જવાશે. સ્વભાન ભૂલી ભ્રાંતિમાં ભરમાઈ જવાશે અને આ માર્ગે ચડી ગયા પછી નરકના મહેમાન બની જવાશે. તેથી સ્ત્રીના લટું બનેલા સાધુને સાવધાન કરી પ્રભુએ પાંચમું અધ્યયન "નરક વિભક્તિ"નું આપ્યું. વિભાજન કરો, વિપરીતતામાં વિકૃતિ આવે છે તે વિકૃતિથી બચી વીર–મહાવીર બનો તેથી પૂર્ણ રૂપે પ્રભુતા પ્રગટાવવા શાસનપતિ જિનેશ્વર કેમ થયા તેનું વર્ણન કરી "વીરસ્તુતિ" નામનું અધ્યયન આપ્યું. ઉપમાદિ અલંકારો દ્વારા અશુદ્ધ લશ્યામાંથી શુદ્ધ લશ્યામાં કેમ આવવું તેવું અનુત્તર જ્ઞાન આપ્યું. ત્રણ યોગને કેળવવા માટે "કુશીલ પરિભાષા" નામના અધ્યયનથી સુશીલતાનો ઉપદેશ આપ્યો. ત્યાર પછી વીર્યનું વહેણ અધોગતિ તરફ ન વહે તેને ઊર્ધ્વગામી બનાવવા "વીર્ય" અધ્યયનથી બોધિત કર્યા.'ધર્મ' નામના અધ્યયનથી સાધકની તાકાતને ધારી રાખવાનું લક્ષ્ય કરાવી 'સમાધિ' પ્રાપ્ત કરવાની રીત બતાવી.
/
નાયક, થરા
of
B & Besson Use
www.ainelibrandt