________________
અધ્યયન-૮
| ૨૯૫ |
શબ્દાર્થ :- ર શનના ૪ આમ નં ર વ = કરેલા, કરાતા અથવા જે પાપ કરાશે, સવ્વ બાણુગળતિ = તે બધાનું અનુમોદન કરે નહીં. ભાવાર્થ :- આત્મગુપ્ત જિતેન્દ્રિય સાધક કરાયેલાં, કરવામાં આવતાં અને ભવિષ્યમાં થનારાં પાપનું મન, વચન, કાયાથી અનુમોદન કરે નહીં. વિવેચન :
આ ૧૨ ગાથાઓ દ્વારા પંડિતવીર્યની સાધના માટેના ૨૮ પ્રેરણા સૂત્રો પ્રગટ કર્યા છે. (૧) ભવ્ય મોક્ષાર્થી હોય (૨) અલ્પકષાયી હોય અથવા અતિમાની, અતિક્રોધી ન હોય અર્થાત્ સરાગ અવસ્થામાં કદાચ ક્રોધાદિ કષાયનો ઉદય થઈ જાય તો તે ઉદયને નિષ્ફળ બનાવી દે (૩) કષાયાત્મક બંધનોથી મુક્ત હોય (૪) પાપકર્મના કારણભૂત આશ્રવોને દૂર કરી કષાયાત્મક બંધનોને કાપી,શેષ કર્મોને દૂર કરવા ઉદ્યમવંત રહે (૫) મોક્ષ તરફ લઈ જનારાં(નેતા) સમ્યક્દર્શન-જ્ઞાન- ચારિત્રને માટે પુરુષાર્થ કરે (૬) ધ્યાન, સ્વાધ્યાય આદિ મોક્ષસાધક અનુષ્ઠાનોમાં સમ્યક ઉદ્યમ કરે (૭) બાલવીર્ય દુઃખદાયક છે. અશુભ કર્મબંધનું કારણ છે, તેનો વિચાર કરે તથા સુગતિઓમાં ઉચ્ચ સ્થાનો તેમજ પરિજનોની સાથેના સહવાસની અનિત્યતાનું અનુપ્રેક્ષણ કરે (૮) આ પ્રકારના ચિંતનપૂર્વક આસક્તિ અથવા મમત્વબુદ્ધિ દૂર કરે (૯) સર્વ વિરતિ રૂપ નિર્દોષ, રત્નત્રયાત્મક મોક્ષ માર્ગનો સ્વીકાર કરે (૧૦) પવિત્ર બુદ્ધિથી ધર્મના સારને જાણી, સાંભળી, આત્માના જ્ઞાનાદિ ગુણોના ઉપાર્જનમાં ઉદ્યમ કરે (૧૧) પાપયુક્ત અનુષ્ઠાનનો ત્યાગ કરે (૧૨) પોતાના આયુષ્યનો ઉપક્રમ જણાય તો શીઘ્ર સંલેખનારૂપ, પંડિતમરણરૂપ શિક્ષા ગ્રહણ કરે (૧૩) કાચબો જેવી રીતે અંગોને સંકોચી લે છે, તેવી જ રીતે પંડિત સાધક પાપરૂપી કાર્યોને સમ્યક ધર્મધ્યાનાદિની ભાવનાથી સંકુચિત કરે (૧૪) અનશન કાળમાં મન, વચન, કાયાના સમસ્ત વ્યાપારોને, પોતાના હાથ–પગને અને અકુશલ સંકલ્પોથી મનને રોકી લે. અનુકૂળ-પ્રતિકૂળ વિષયોમાં રાગદ્વેષ છોડી ઈન્દ્રિયોને સંકુચિત કરે (૧૫) પાપરૂપ પરિણામવાળી દુષ્કામનાઓનો તથા પાપરૂપ ભાષાદોષનો ત્યાગ કરે (૧૬) લેશમાત્ર પણ અભિમાન અને માયા ન કરે (૧૭) અભિમાનના અનિષ્ટ ફળને જાણીને સુખપ્રાપ્તિના ગૌરવમાં ઉદ્યત ન થાય (૧૮) ઉપશાંત તથા નિઃસ્પૃહ અથવા માયા રહિત થઈને વિચરણ કરે (૧૯) પ્રાણીહિંસા ન કરે (૨૦) અદત્ત ગ્રહણ ન કરે (૨૧) માયાસહિત અસત્ય ન બોલે (૨૨) પ્રાણીઓના પ્રાણોનું ઉત્પીડન કાયાથી જ નહીં વચન અને મનથી પણ ન કરે (૨૩) બહાર અને અંદરથી સંવૃત (ગુપ્ત) થઈને રહે (૨૪) ઈન્દ્રિયદમન કરે (૨૫) મોક્ષદાયક સમ્યક્દર્શનાદિ રૂપ સંયમની આરાધના કરે (ર૬) પાપથી આત્માને બચાવે (૨૭) જિતેન્દ્રિય રહે અને (૨૮) કોઈના દ્વારા ભૂતકાળમાં કરાયેલાં, વર્તમાનમાં કરાતાં અને ભવિષ્યમાં થનારા પાપનું મન, વચન, કાયાથી અનુમોદન પણ ન કરે. સબૂથર્મોવિયં :- બે અર્થ છે. (૧) બધા કુતીર્થિક ધર્મો દ્વારા અકોપિત–અદૂષિત (૨) બધા ધમો- અનુષ્ઠાનરૂપ સ્વભાવોથી જે અગોપિત-પ્રગટ છે. સિવાં વિશેષ - શિક્ષાથી–યથાવતું મરણવિધિ જાણીને આસેવન શિક્ષાથી તેનો અભ્યાસ કરે.
પુના..વડા - બે પાઠાન્તર મળે છે. (૧) સુયં ને રૂદમે િણં વરસ વીરિયં |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org