________________
અધ્યયન-૮
| ૨૮૭ ]
પંડિત વિર્ય– સંયમમાં પરાક્રમી, નિર્મલ, સાધુતા સંપન્ન, સર્વવિરતિવાન સાધુઓના વીર્યને પંડિતવીર્ય કહે છે. બાલપંડિત વીર્ય વ્રતધારી, સંયમસંયમી દેશવિરતિ શ્રાવકોના વીર્યને બાલપંડિત વીર્ય કહે છે. બાલવીર્ય– અસંયમી–હિંસા આદિથી અવિરત અથવા અવ્રતીના વીર્યને બાલવીર્ય કહે છે.
શાસ્ત્રકારે અન્ય પ્રકારે પણ વીર્યનું વિભાજન કર્યુ છે. વીર્યના બે પ્રકાર છે. સકર્મવીર્ય અને અકર્મવીર્ય. સકર્મવીર્ય– કર્મોદય નિષ્પન્ન બાલજીવના વીર્યને સકર્મવીર્ય કહે છે. અકર્મવીર્ય– કર્મક્ષય જનિત પંડિત વીર્યને અકર્મવીર્ય કહે છે.
અકર્મવીર્યનો "અકર્મ" શબ્દ અપ્રમાદ તેમજ સંયમનો સૂચક છે તથા સકર્મવીર્યનો "કર્મ" શબ્દ પ્રમાદ તેમજ અસંયમનો સૂચક છે.
આ અધ્યયનમાં સકર્મવીર્ય અને અકર્મવીર્યને અને તેના પરિણામને વિસ્તારથી સમજાવ્યું છે. જે પ્રાણઘાતક શસ્ત્ર- અસ્ત્રવિદ્યા, શાસ્ત્ર અથવા મંત્ર શીખે છે, માયાવી છે, કામભોગાસક્ત તેમજ અસંયમી છે, તેઓ સકર્મવીર્ય દ્વારા સંસાર પરિભ્રમણ કરે છે, દુઃખી થાય છે. જે પંડિત પોતાના વીર્યનો સદુપયોગ કરે છે, સંયમમાં જોડે છે, અધ્યાત્મબળ(ધર્મધ્યાન આદિ)થી સમસ્ત પાપ પ્રવૃત્તિઓ, મન અને ઈન્દ્રિયને દુષ્ટ અધ્યવસાયોને તથા ભાષાના દોષોને રોકે છે, તે અકર્મવીર્ય દ્વારા મુક્ત થાય છે. સંયમપ્રધાન પંડિતવીર્ય જેમ જેમ વધે છે, તેમ તેમ સંયમ વધે છે, પૂર્ણસંયમી બનતા નિર્વાણરૂપ શાશ્વત સુખ પ્રાપ્ત કરે છે અને અંતે પંડિતવીર્ય સંપન્ન સાધકની તપશ્ચર્યા, ભાષા, ધ્યાન તેમજ ચર્યા આદિનો નિર્દેશ કરવામાં આવ્યો છે.
આ અધ્યયનમાં ૨૬ ગાથાઓ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org