________________
અધ્યયન-૭
| ૨૭૩ ]
કર્મફળ ભોગવતી વખતે તેઓ આર્તધ્યાન કરી ફરીથી કર્મ બાંધી લે છે, ફરી તે દુષ્કર્મોનું ફળ ભોગવે છે.
તાત્પર્ય એ છે કે કુશીલ અન્ય જીવોને પીડિત કરીને પોતાના આત્માને જ પીડિત (દંડિત) કરે છે. શિખરિયાવતિ :- આ શબ્દના વિવિધ પ્રકારે અર્થ થાય છે– (૧) આ પૃથ્વીકાયાદિ જીવોમાં વિવિધ = અનેક પ્રકારથી–ચારે તરફથી જાય છે, વારંવાર ઉત્પન્ન થાય છે (૨) વિપર્યાસ એટલે કે વિપરીતતા અથવા અદલાબદલીને પ્રાપ્ત થાય છે. (૩) સુખાર્થી મનુષ્ય સુખને માટે જીવસમારંભ કરે છે, પરંતુ તેઓને તે આરંભથી દુઃખ જ પ્રાપ્ત થાય છે (૪) કુતીર્થિક મનુષ્ય મોક્ષને માટે જીવો દ્વારા જે આરંભ આદિ ક્રિયા કરે છે, તેઓને તેનાથી સંસાર જ મળે છે, મોક્ષ નહી. સ્થાવર જીવોની હિંસારૂપ કુશીલતા :
जे मायरं च पियरं च हिच्चा, समणव्वए अगणिं समारभेज्जा ।
अहाहु से लोए कुसीलधम्मे, भूयाई जे हिंसइ आयसाते ॥ શબ્દાર્થ :-સમધ્ય = શ્રમણ વ્રત ગ્રહણ કરીને, બિં સમારકેન્ના = અગ્નિકાયનો આરંભ કરે છે, જે માયલી = જે પોતાના સુખને માટે, તે તો સુલત્તને તે લોકો કુશીલ ધર્મવાળા છે, અહાદુ = એમ સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે. ભાવાર્થ :- જે પોતાનાં માતા અને પિતાને છોડી શ્રમણવ્રત ધારણ કરી, અગ્નિકાયનો સમારંભ કરે, પોતાના સુખ માટે પ્રાણીઓની હિંસા કરે, તે કુશીલ છે, એમ સર્વજ્ઞ પુરુષોએ કહ્યું છે.
उज्जालओ पाण तिवायएज्जा, णिव्वावओ अगणिं तिवायइज्जा ।
तम्हा उ मेहावी समिक्ख धम्म, ण पंडिए अगणिं समारभेज्जा ॥ શબ્દાર્થ :- ૩mત્તઓ = અગ્નિ પ્રગટાવનાર પુરુષ, પણ તિવાયફળ = પ્રાણીઓનો ઘાત કરે છે, ધ્યાન = અગ્નિ બુઝાવનાર પુરુષ, અi તિવાયફા = અગ્નિકાયના જીવોની ઘાત કરે છે. ધનં મિલ્લ = ધર્મને જોઈને, વિચાર કરીને. ભાવાર્થ :- આગ લગાડનાર વ્યક્તિ છ કાય જીવોનો ઘાત કરે છે અને આગ બુઝાવનાર વ્યક્તિ અગ્નિકાયના જીવોની ઘાત કરે છે, તેથી મેધાવી પંડિત પોતાના શ્રુતચારિત્રરૂપ શ્રમણ ધર્મનો વિચાર કરી અગ્નિકાયનો સમારંભ ન કરે.
पुढवी वि जीवा आउ वि जीवा, पाणा य संपाइम संपयंति । संसेइया कट्ठसमस्सिया य, एते दहे अगणिं समारभंते ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org