________________
૨૭ર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ભાવાર્થ :- જીવહિંસક તે જીવ જન્મ મરણના ચક્રમાં પરિભ્રમણ કરતાં, ત્રસ અને સ્થાવર જીવોમાં ઉત્પન્ન થઈ કર્મ વિપાકને ભોગવે છે અને વિનાશને પ્રાપ્ત કરે છે. અત્યંત ક્રૂરકર્મી તે અજ્ઞાની જીવ તે જન્મ સ્થાનોમાં વારંવાર જન્મ લઈ જે કર્મ કરે છે, તેનાથી જ મરણને પ્રાપ્ત થાય છે.
अस्सि च लोए अदुवा परत्था, सयग्गसो वा तह अण्णहा वा ।
संसारमावण्ण परं परं ते, बंधति वेयति य दुणियाई ॥ શબ્દાર્થ :- લયનો વા = અથવા સેંકડો જન્મમાં, ત૬ = તથા, અખ = એક રૂપે કે અન્ય રૂપે કર્મફળ આપે છે અથવા બીજી રીતે પણ આપે છે, સામાવા તે = સંસારમાં ભ્રમણ કરતા તે કુશીલ જીવો, પંરપર = વધારે વધારે દુઃખ ભોગવે છે, વધતિ નેતિ ચ = તેઓ આર્ત ધ્યાન કરી ફરી ફરી કર્મ બાંધે છે અને પોતાના પાપકર્મનું ફળ ભોગવે છે, હુogવાડું = દુષ્કૃત, પાપકર્મ. ભાવાર્થ :- આ લોકમાં અથવા પરલોકમાં, એક જન્મમાં અથવા સેંકડો જન્મો પછી પણ કર્મ કર્તાને ફળ આપે છે અથવા જે પ્રકારે તેઓએ કર્મ કર્યા છે, તે પ્રકારે અથવા બીજા પ્રકારે પણ પોતાનું ફળ આપે છે. સંસારમાં પરિભ્રમણ કરતા તે કુશીલ જીવો પાપકર્મોનું ફળ ભોગવતાં આર્તધ્યાન કરી પુનઃ કર્મ બાંધે છે અને પોતાની દુષ્ટનીતિ(પાપ) યુક્ત કર્મોનું ફળ ભોગવતા રહે છે.
વિવેચન :કુશીલકત જીવહિંસા અને તેના દુષ્પરિણામ – આ ચાર ગાથાઓમાં શાસ્ત્રકારે કુશીલના સંદર્ભમાં નિમ્નોક્ત તથ્યોનું સ્પષ્ટીકરણ કર્યું છે. ૧ સંસારી જીવોના મુખ્ય બે પ્રકાર છે. સ્થાવર અને ત્રસ. સ્થાવરના પાંચભેદ પૃથ્વીકાય, અપકાય,
તેજસુકાય, વાયુકાય અને વનસ્પતિકાય. આ બધા એકેન્દ્રિય અને તદ્રુપ શરીરવાળા હોય છે. અંડજ, જરાયુજ, સ્વેદજ અને રસજ આ ત્રસજીવ છે. બેઈન્દ્રિયથી પંચેન્દ્રિય પર્યતના જીવો ત્રસજીવ કહેવાય છે. આ બધાને પોતાના આત્માસમાન(આત્મવતુ) જાણો. કુશીલ વ્યક્તિ વિવિધ રૂપે સ્થાવર અને ત્રસજીવોનું ઉત્પીડન (હિંસા) કરી પોતાના આત્માને જ
ત્રસ્થાવર જીવોની હિંસા કરી તે જીવો તે જ જીવાયોનિમાં વારંવાર ઉત્પન્ન થાય છે અને જન્મ, જરા, મૃત્યુ આદિ દુઃખોનો અનુભવ કરી મૃત્યુને પ્રાપ્ત થાય છે. આ જન્મમાં અથવા પછીના જન્મોમાં, આ લોક અથવા પરલોકમાં, તે જ રૂપે કે બીજા રૂપે કર્મ કર્તાને પોતાનું ફળ આપ્યા વિના રહેતા નથી.
૫
કુશીલ જીવ કર્મ અનુસાર સંસારમાં પરિભ્રમણ કરતાં વિવિધ દુઃખો ભોગવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org