________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
શબ્દાર્થ :- સંક્ષેવા = સ્વેદથી ઉત્પન્ન થયેલા જીવો, ક્રુસમસ્તિયા = કાષ્ઠ(લાકડા)માં રહેનારા જીવ, અળિ સમારમતે તે વહે= અગ્નિકાયનો આરંભ કરનાર પુરુષ આ જીવોને પણ બાળે છે.
૨૭૪
ભાવાર્થ :– પૃથ્વી પણ જીવ છે, જલ પણ જીવ છે તથા સંપાતિમ−ઊડતા પતંગિયા આદિ પણ જીવ છે, જે આગમાં પડીને મરી જાય છે. એ સિવાય પરસેવાથી ઉત્પન્ન થનારા જીવ, લાકડા આદિ ઈંધણને—આશ્રયે રહેનારા જીવો પણ હોય છે. જે અગ્નિકાયનો સમારંભ કરે છે, તે આ(સ્થાવર–ત્રસ) પ્રાણીઓને બાળી નાખે છે.
"
=
हरियाणि भूयाणि विलंबगाणि आहारदेहाई पुढो सियाई । जे छिंदइ आयसुहं पडुच्च, पागब्भि पाणे बहुणं तिवाई ॥ શબ્દાર્થ:- હૅરિયાળિ = લીલું ઘાસ અને અંકુર આદિ પણ, મૂળષિ = જીવ છે, વિસંવાખિ વિવિધ અવસ્થાઓ ધારણ કરે છે, પુો લિયાડું - તેઓ મૂળ, સ્કંધ, શાખા અને પાંદડાં આદિમાં અલગ અલગ રહે છે, ને આવતુહ પહુજ્ન્મ- જે પુરુષ પોતાના સુખને માટે, આહાર વેહારૂં = આહાર કરવા તથા શરીરની પુષ્ટિ માટે, છિવદ્ = તેઓનું છેદન કરે છે, પામિ પાળે વહુ" તિવાર્ફ - તે ધૃષ્ટ પુરુષ ઘણાં પ્રાણીઓનો નાશ કરે છે.
८
ભાવાર્થ :-દૂર્વા(ઘાસ), અંકુર આદિ વિવિધ અવસ્થાવાળી લીલી વનસ્પતિ જીવ છે, તે મૂળ, સ્કંધ, શાખા, પાંદડા, ફળ, ફૂલ આદિ અવયવોના રૂપમાં જુદા જુદા રહે છે. જે વ્યક્તિ પોતાના સુખની અપેક્ષાથી તથા પોતાના આહાર(અથવા આધાર—આવાસ) તેમજ શરીરના પોષણ માટે તેનું છેદન ભેદન કરે છે, તે ધૃષ્ટ પુરુષ ઘણા જીવોનો વિનાશ કરે છે.
९
जाइं च वुड्डुिं च विणासयंते, बीयाइ अस्संजय आयदंडे । अहाहु से लोए अणज्जधम्मे, बीयाइ जे हिंसइ आयसाते ॥ શબ્દાર્થ :- ને અલંગય - જે અસંયમી પુરુષ, આયસાતે = પોતાના સુખને માટે, લીયારૂં હિંસર્ - બીજનો નાશ કરે છે, તે નારૂં ચ યુરૢિ = વિખાસયતે = અંકુરની ઉત્પત્તિ તથા વૃદ્ધિનો વિનાશ કરે છે, આયવંડે = બીજાદિની હિંસા કરનાર પાપો દ્વારા પોતાના આત્માને દંડનો ભાગીદાર બનાવે છે, લોક્ સે અનાધમે આદુ = તીર્થંકરોએ તેને આ લોકમાં અનાર્ય ધર્મવાળા કહ્યા છે.
=
Jain Education International
ભાવાર્થ :- જે અસંયમી પુરુષ પોતાના સુખને માટે બીજ આદિનો નાશ કરે છે, તે તેની અંકુરની ઉત્પત્તિ અને (ફળના રૂપમાં)વૃદ્ધિનો વિનાશ કરે છે. તે વ્યક્તિ હિંસાના ઉક્ત પાપ દ્વારા પોતાના જ આત્માને દંડે છે. સંસારમાં તીર્થંકરો અથવા પ્રત્યક્ષદર્શીઓએ તેને અનાર્યધર્મી કહ્યા છે.
વિવેચન :
આ પાંચ ગાથાઓ દ્વારા શાસ્ત્રકારે પૃથ્વી, પાણી વગેરેના ઘાતક જીવોને કુશીલધર્મા બતાવ્યા છે.
For Private Personal Use Only
www.jainelibrary.org