________________
[
s ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
જેવી રીતે સમુદ્રોમાં સ્વયંભૂરમણ, નાગદેવોમાં ધરણેન્દ્ર અને રસવાળા પદાર્થોમાં ઈક્ષરસ અથવા સમુદ્રોમાં ઈસોદક સમુદ્ર શ્રેષ્ઠ છે તેમ તપસાધનામાં મહાવીર સર્વોપરિ મુનિવર છે. હાથીઓમાં ઐરાવત, મૃગોમાં સિંહ, નદીઓમાં ગંગાનદી અને પક્ષીઓમાં ગરુડ પક્ષીને પ્રધાન છે તેમ, નિર્વાણવાદીઓમાં ભગવાન મહાવીર પ્રમુખ છે. યોદ્ધાઓમાં વિશ્વસેન, ફૂલોમાં અરવિંદ(કમળ), ક્ષત્રિયોમાં દાત્તવાક્ય અથવા દંતવક્ર શ્રેષ્ઠ છે તેમ, ઋષિઓમાં વર્ધમાન મહાવીર શ્રેષ્ઠ છે. દાનમાં અભયદાન, સત્યોમાં નિરવધ સત્ય અને તપમાં બ્રહ્મચર્ય ઉત્તમ છે તેમ, ત્રણે ય લોકમાં
જ્ઞાતપુત્ર શ્રમણ ભગવાન મહાવીર ઉત્તમ છે. ૧૦ જેવી રીતે સ્થિતિવાળાઓમાં લવસપ્તમ અર્થાત્ અનુત્તર વિમાનવાસી દેવ, સભાઓમાં સુધર્માસભા
તેમજ ધર્મોમાં નિર્વાણ શ્રેષ્ઠ ધર્મ છે, તેવી રીતે સમસ્ત જ્ઞાનીઓમાં જ્ઞાતપુત્ર મહાવીર સર્વશ્રેષ્ઠ
જ્ઞાની છે. આ રીતે વિવિધ ઉપમાઓથી ભગવાન મહાવીરની શ્રેષ્ઠતા સિદ્ધ કરવામાં આવી છે. ભગવાન મહાવીરની વિશિષ્ટ ઉપલબ્ધિઓ :. पुढोवमे धुणइ विगयगेही, ण सण्णिहिं कुव्वइ आसुपण्णे ।
- तरिउं समुदं व महाभवोघं, अभयंकरे वीरे अणंतचक्खू ॥ શબ્દાર્થ :- પુઢોલ = ભગવાન મહાવીર સ્વામી પૃથ્વીની સમાન બધાં પ્રાણીઓના આધારભૂત છે, ધુપ = તેઓ આઠ પ્રકારના કર્મમળને દૂર કરનારા છે, વિયરી = ભગવાન બાહ્ય અને આત્યંતર વસ્તુઓમાં આસક્તિ રહિત છે, સમુ વ = સમુદ્રની જેમ, મAિTHવાય = મહાનું સંસારને, તાર૩ = પાર કરીને ભગવાન્ મોક્ષને પામ્યા છે, અમર્થરે વીરે અતિવÇ = ભગવાન જીવોને અભય દેનારા તથા કર્મોનો ક્ષય કરનારા અને અનંત જ્ઞાની છે. ભાવાર્થ :- ભગવાન મહાવીર પૃથ્વીની સમાન સમસ્ત પ્રાણીઓને માટે આધારભૂત છે. તેઓ કર્મ મળને દૂર કરનારા છે. તેઓ બાહ્ય અને આત્યંતર પદાર્થોમાં વૃદ્ધિ(આસક્તિ)થી રહિત છે. ભગવાન આશુપ્રજ્ઞ છે. ધન ધાન્ય આદિ પદાર્થોનો સંગ્રહ(સન્નિધિ) કરતા નથી અથવા તેઓ ક્રોધાદિ વિકારોની સન્નિધિ કરતા નથી. સમુદ્રની જેમ મહાન સંસાર પાર કરી ભગવાન નિર્વાણની નજીક પહોંચ્યા છે. તેઓ અભયંકર છે. ભગવાન વીર છે અને અનંતચક્ષ(જ્ઞાની) છે. ૨૬ - कोहं च माणं च तहेव मायं, लोभं चउत्थं अज्झत्थदोसा ।
एयाणि वंता अरहा महेसी, ण कुव्वइ पावं ण कारवेइ ॥ શબ્દાર્થ – મહેલી = અરિહંત મહર્ષિ શ્રી મહાવીર સ્વામી, જિ અત્યકોલા વંતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org