________________
[ ૨૫૮ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
તપે છે, તેવી જ રીતે ભગવાન સર્વથી ઉત્કૃષ્ટ તપ કરતા હતા, સર્વાધિક દેદીપ્યમાન હતા. વૈરોચનેન્દ્રપ્રજ્વલિત અગ્નિ જેવી રીતે અંધકારને દૂર કરી પ્રકાશ કરે છે, તેવી જ રીતે ભગવાન અજ્ઞાન રૂ૫ અંધકાર દૂર કરી, પદાથોનું યથાર્થ સ્વરૂપ પ્રકાશિત કરતા હતા. - अणुत्तरं धम्ममिणं जिणाणं, णेया मुणी कासवे आसुपण्णे ।
__ इंदे व देवाण महाणुभावे, सहस्सणेया दिवि णं विसिटे ॥ શબ્દાર્થ –ોયાનેતા, નાયક વિવિ= જેવી રીતે સ્વર્ગલોકમાં, સદસેય હજારો દેવતાઓના નાયક, કેવ= ઈન્દ્ર, મહાનુભાવે વિટ્ટિ= અધિક પ્રભાવશાળી છે, તેવી રીતે ભગવાન સંપૂર્ણ જગતમાં શ્રેષ્ઠ છે.
ભાવાર્થ :- આશુપ્રજ્ઞ કાશ્યપગોત્રીય, મુનિશ્રી વર્ધમાન સ્વામી જિનેશ્વરોના આ અનુત્તર ધર્મના નાયક હતા. જેવી રીતે સ્વર્ગલોકમાં ઈન્દ્ર હજારો દેવોમાં મહાપ્રભાવશાળી તેમજ રૂપ,બલ,વર્ણ આદિમાં સર્વથી વિશિષ્ટ છે. તેવી રીતે ભગવાન પણ ધર્મના નાયક, સર્વથી અધિક પ્રભાવશાળી અને સર્વથી વિશિષ્ટ હતા.
से पण्णया अक्खय सागरे वा, महोदही वा वि अणंतपारे ।
अणाइले वा अकसायि मुक्के, सक्के व देवाहिवई जुइमं ॥ શબ્દાર્થ :- = તે ભગવાન મહાવીર સ્વામી, સીરે વ = સમુદ્રની સમાન, પણ = પ્રજ્ઞા વડે, અજય = અક્ષય છે, મોહી વાવ અનંતરે = અથવા તે સ્વયંભૂરમણ સમુદ્રની સમાન અપાર પ્રજ્ઞાવાળા છે, સગા =નિર્મળ છે, અતીફનુ = કષાયોથી રહિત અને ઘાતિકર્મોથી મુક્ત, રેવાદિવટ્ટ સવ = દેવતાઓના અધિપતિ ઈન્દ્રની જેમ ભગવાન, ગુરૂ = તેજસ્વી છે. ભાવાર્થ :- ભગવાનની પ્રજ્ઞા સમુદ્રની સમાન અક્ષય છે અથવા સ્વયંભૂરમણ મહાસાગરની સમાન તેમનું જ્ઞાન અપાર અને નિર્મળ છે. તેઓ કષાયોથી સર્વથા રહિત અને ઘાતિકર્મોથી મુક્ત અને દેવાધિપતિ શક્રેન્દ્રની જેમ તેજસ્વી છે.
से वीरिएणं पडिपुण्णवीरिए, सुदंसणे वा णगसव्वसेटे ।
सुरालए वा वि मुदागरे से, विरायएऽणेगगुणोववेए ॥ શબ્દાર્થ - વીMિ = વીર્યથી, પરંડપુખ વરિV - પૂર્ણ વીર્યવાન, સુવાળ વ ાળોટું = પર્વતોમાં સુમેરુની જેમ સર્વથી શ્રેષ્ઠ છે. મુલારે = દેવોને હર્ષ ઉત્પન્ન કરનાર સ્વર્ગ સમાન,
જ ગુણોવા વિરાયણ અનેક ગુણોથી શોભી રહ્યા છે. ભાવાર્થ :- ભગવાન મહાવીર વીર્યથી પૂર્ણ વીર્યવાન છે, પર્વતોમાં સુમેરુ પર્વત શ્રેષ્ઠ છે તેમ ભગવાન સર્વ પ્રાણીઓમાં શ્રેષ્ઠ છે. દેવોને હર્ષ ઉત્પન્ન કરનાર સ્વર્ગની જેમ અનેક ગુણોથી સુશોભિત છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org