________________
અધ્યયન-s
[ ૨૫૯ ]
વિવેચન :
આ સાત ગાથાઓમાં જંબૂસ્વામીના ચાર પ્રશ્નોના ઉત્તર આપતા શ્રી સુધર્માસ્વામીએ ભગવાન મહાવીરના સર્વોત્તમ વિશિષ્ટ ગુણોનું ઉત્કીર્તન(વર્ણન) કર્યુ છે. તે વિશિષ્ટગ્રણો ક્રમશઃ આ પ્રમાણે પ્રતિપાદિત છે. (૧) ખેદજ્ઞ અથવા ક્ષેત્રજ્ઞ (૨) કુશળ (૩) મહર્ષિ (૪) અનંતજ્ઞાની (૫) અનંતદર્શી (૬) ઉત્કૃષ્ટયશસ્વી (૭) જગજીવોના નયનપથમાં સ્થિત (૮)પ્રશંસનીય ધર્મવાન (૯) ધૈર્યવાન (૧૦) દ્વીપ અથવા દીપ સમાન ધર્મનું કથન કરનાર, લોકના સમસ્ત ત્રસ–સ્થાવર જીવોના નિત્ય-અનિત્ય સ્વરૂપને જાણીને (૧૧) સર્વદર્શી (૧૨) કેવળજ્ઞાન સંપન્ન (૧૩) નિર્દોષ ચારિત્રપાલક (નિરામગંધી) (૧૪) ધૃતિમાન (૧૫) સ્થિતાત્મા (૧૬) જગતના સર્વોત્તમ વિદ્વાન (૧૭) બાહ્ય–આત્યંતર ગ્રંથીથી અતીત (૧૮) અભય (૧૯) અનાયુ (આયુષ્યબંધ રહિત) (૨૦) ભૂતિપ્રજ્ઞ (૨૧) અપ્રતિબદ્ધ વિચરણશીલ (૨૨) સંસારસાગર પારંગત (૨૩) વીર (૨૪) અનંતચક્ષુ (૨૫)સૂર્યવત્ સર્વાધિક તપનશીલ (૨૬) પ્રજ્જવલિત અગ્નિવતુ અજ્ઞાન તિમિર–નિવારક અને પદાર્થસ્વરૂપ પ્રકાશક (૨૭) આશુપ્રજ્ઞમુનિ (૨૮) અનુત્તર ધર્મના નાયક (૨૯) સ્વર્ગમાં હજારો દેવોમાં મહાપ્રભાવશાળી ઈન્દ્રની જેમ સર્વથી વધારે પ્રભાવશાળી (૩૦) સમુદ્રવત્ પ્રજ્ઞાથી અક્ષય (૩૧) સ્વયંભૂરમણ-મહોદધિની સમાન ગંભીરજ્ઞાની પ્રજ્ઞાથી અનંતપાર (૩૨) સમુદ્રના નિર્મળ જળની જેમ સર્વથા નિર્મળ જ્ઞાન–સંપન્ન (૩૩) અકષાયી (૩૪) ઘાતકર્મ–બંધનોથી મુક્ત (૩૫) ઈન્દ્રની જેમ દેવાધિપતિ (૩૬) તેજસ્વી (૩૭) પરિપૂર્ણ વીર્યવાન (૩૮) પર્વતોમાં સર્વક્ષેષ્ઠ સુમેરુવતુ પ્રાણીઓમાં સર્વ શ્રેષ્ઠ (૩૯) અનેક પ્રશસ્તગુણોથી યુક્ત હોવાથી સ્વર્ગવત્ પ્રમોદજનક. સુમેરુની શ્રેષ્ઠતા :
__ सयं सहस्साण उ जोयणाणं, तिकंडगे पंडगवेजयंते ।
__ से जोयणे णवणवइ सहस्से, उड्ढुस्सिए हेट्ठ सहस्समेगं ॥ શબ્દાર્થ - વિંડ સદ નોવળ = તે સુમેરુ પર્વત સો હજાર યોજન એક લાખ યોજન] ઊંચો છે, તિડો = તેના ત્રણ વિભાગ છે, પડવેરચંતે = તે પર્વત પર સૌથી ઉપર સ્થિત પંડગવન પતાકાની જેમ શોભા પામે છે, તે = તે સુમેરુ પર્વત, નોય વણવ સદસે સદ્દસ= ૯૯ (નવ્વાણું) હજાર યોજન ઊંચો, દેટ્ટ સહસ્તે T = એક હજાર યોજન ભૂમિમાં દટાયેલો છે. ભાવાર્થ :- સુમેરુપર્વત સો હજાર (એકલાખ) યોજન ઊંચો છે. તેના ત્રણ કાંડ(વિભાગ) છે. તેના ઉપરના ભાગમાં આવેલ પંડગવન પતાકાની જેમ સુશોભિત છે. તે પર્વત ૯૯ હજાર યોજન ઊંચો છે અને એક હજાર યોજન નીચે(ધરતીમાં) ઊંડો છે.
पुढे णभे चिट्ठइ भूमिए ठिए, जं सूरिया अणुपरियट्टयंति । से हेमवण्णे बहुणंदणे य, जंसि रई वेदयंति महिंदा ॥
१० सजाय
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org