________________
૨૫૬ ]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ગુણ અને વિશેષતાઓને જાણવા માટે મુખ્યરૂપે ચાર પ્રશ્નો કર્યા છે. (૧) એકાંતહિતકર, અનુપમધર્મના સમ્યપ્રરૂપક કોણ છે? (૨) તેઓનું (જ્ઞાતપુત્ર ભગવાન મહાવીરનું) જ્ઞાન કેવું હતું? (૩) તેઓનું દર્શન કેવું હતું? (૪) તેઓનું શીલ કેવું હતું? પુછડું | સમન મોહ ય, સારો ય પરિસ્થિય ય :- શ્રી અંબૂસ્વામી સ્વયં ભગવાન મહાવીર સ્વામીના આદર્શ જીવનને જાણતા જ હતા, તેમ છતાં તેમના દ્વારા રજૂ કરવામાં આવેલ પ્રશ્નોનો આશય આ ગાળામાં જ શાસ્ત્રકારે સ્પષ્ટ કરેલ છે કે જેબૂસ્વામી પાસેથી શ્રમણ ભગવાન મહાવીરની વાણી સાંભળી કોઈ મુમુક્ષુ શ્રમણો, ગૃહસ્થો, અન્યતીર્થિકોના મનમાં પ્રશ્નો ઉદ્ભવ્યા હશે અને તેઓએ
બૂસ્વામીને આ પ્રશ્નો પૂછ્યા હોય અને તેઓએ શ્રી સુધર્મા સ્વામી સમક્ષ આ જિજ્ઞાસાઓ રજૂ કરી હોય તેમ પ્રતીત થાય છે. તેથી આ જિજ્ઞાસાઓના સોત શ્રમણ, બ્રાહ્મણ આદિ હતા.
હું જ :-વૃત્તિકારે બે અર્થ કર્યા છે. (૧) ભગવાને આવું વિશુદ્ધ જ્ઞાન ક્યાંથી અને કેવી રીતે પ્રાપ્ત કર્યુ હતું? (ર) મહાવીર સ્વામીનો વિશેષ રૂપે અર્થ પ્રકાશિત કરનારો બોધ કેવો હતો? અર્થાત જ્ઞાન કેવું હતું? વરસ સે વૃત્તિકારે બે અર્થ કર્યા છે– (૧) યથાર્થ વસ્તુસ્થિતિને જોવાની તેમની દષ્ટિ(દર્શન) કેવી હતી? (૨) સામાન્ય રૂપે અર્થને પ્રકાશિત કરવાનો બોધ કેવો હતો? અર્થાત્ દર્શન કેવું હતું? પ્રભુ વીરનું વ્યક્તિત્વ :हा खेयण्णए से कुसले महेसी, अणंतणाणी य अणंतदंसी ।
जसंसिणो चक्खुपहे ठियस्स, जाणाहि धम्मं च धिइं च पेहि ॥ શબ્દાર્થ :- તે હેયર = ભગવાન મહાવીર સ્વામી, ખેદજ્ઞ–સંસારનાં પ્રાણીઓનાં દુઃખ જાણતા હતાં અથવા ક્ષેત્રજ્ઞ–લોકાલોકના ક્ષેત્રના જ્ઞાતા હતા, = તે આઠ પ્રકારનાં કર્મોનું છેદનકરવામાં કુશળ હતા, અપાતળા ય અતિવલી = અનંત જ્ઞાની અને અનંતદર્શી હતા, સિખો = યશસ્વી, વહુપદે દિયરસ = જગજીવોના નયનપથમાં સ્થિત, ભગવાનના, ધર્મ = ધર્મ-સ્વભાવને અથવા શ્રુતચારિત્ર ધર્મને, નાણાદિ = તમે જાણો, જુઓ, fધ ૨ દિ(વેદ-વેદ) = તેઓની વીરતાને વિચારો. ભાવાર્થ :- ભગવાન મહાવીર ખેદજ્ઞ–સંસારનાં પ્રાણીઓનાં દુઃખના જ્ઞાતા હતા, તેમ જ લોકાલોકના ક્ષેત્રના જ્ઞાતા હતા. કર્મોચ્છેદનમાં કુશળ હતા, ઉગ્ર તપ કરવાથી મહર્ષિ હતા, અનંતજ્ઞાની અને અનંતદર્શી હતા, તેઓ યશસ્વી-સુર, અસુર અને માનવોના યશથી અધિક યશવાન હતા, જગજીવોના નયનપથમાં સ્થિત હતા, તેઓના ધર્મને તમે જાણો અને ધર્મ પાલનમાં તેઓની ધીરતાને જુઓ!
उड्डे अहे य तिरियं दिसासु, तसा य जे थावर जे य पाणा । से णिच्चणिच्चेहि समिक्ख पण्णे, दीवे व धम्म समियं उदाहु ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org