________________
૨૨૪]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
નોકર્મદ્રવ્યનરક- આ લોકમાં જે અશુભ શબ્દ, રૂપ રસ, ગંધ અને સ્પર્શ છે. તે નોકર્પદ્રવ્યનરક કહેવાય છે. (૩) ક્ષેત્ર નરક- નારકીને રહેવાના ૮૪ લાખ સ્થાન(નરકાવાસો) તે ક્ષેત્ર નરક છે. (૪) કાળનરકનારકીઓની જે સ્થિતિ તે કાળનરક કહેવાય છે. (૫) ભાવનરક- નરકાયુષ્યનો ભોગવટો અથવા નરકાયુષ્યના ઉદયથી ઉત્પન્ન અશાતા વેદનીયના કર્મોદયવાળા જીવ તે ભાવનરક છે.
આ અધ્યયનમાં ક્ષેત્રનાક, કાળનરક અને ભાવનરકની દષ્ટિએ નિરૂપણ કરવામાં આવ્યું છે.
વિભાગ અથવા સ્થાનને "વિભક્તિ" કહે છે. આ દષ્ટિએ "નરક(નિરય) વિભક્તિ"નો અર્થ થયો જેમાં નરકનાં ભિન્ન ભિન્ન વિભાગો-સ્થાનોનાં ક્ષેત્રીય દુઃખો, પારસ્પરિક દુઃખો તથા પરમાધામિક દેવો(અસુરો)કૃત દુઃખોનું વર્ણન હોય તે અધ્યયન. હિંસા આદિ ભયંકર પાપકર્મ કરનારા જીવો ભિન્ન ભિન્ન નરકવાસોમાં જન્મ લઈ ભયંકર શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ કૃત ક્ષેત્રીય અને પારસ્પરિક તેમજ પરમાધામીકત કેવાં કેવાં ઘોર દુઃખો સહે છે, કેવી વેદનાનો અનુભવ થાય છે? તે જીવોના મન પર શી શી પ્રતિક્રિયાઓ થાય છે? તે સંપૂર્ણ વર્ણન "નરકવિભક્તિ" અધ્યયનના બન્ને ઉદ્દેશાઓમાં છે. પહેલા ઉદ્દેશામાં ૨૭ અને બીજા ઉદ્દેશામાં ૨૫ ગાથાઓ છે.
સ્થાનાંગ(ઠાણાંગ) સૂત્રમાં નરકગતિના ચાર અને તત્ત્વાર્થ સૂત્રમાં નરકાયુના મુખ્ય બે કારણોનો ઉલ્લેખ છે તથા જે લોકો પાપી છે, હિંસક, અસત્યભાષી, ચોર, લૂંટારા, મહાઆરંભી–મહાપરિગ્રહી છે, અસદાચારી–વ્યભિચારી છે, તેઓને આ નરકાવાસોમાં અવશ્ય જન્મ લેવો પડે છે. તેથી વીર સાધક નરકગતિ અથવા નરકાયુબંધનનાં કારણો, એના ફળસ્વરૂપે પ્રાપ્ત થનારાં દારુણ દુઃખો સાંભળી–સમજી તેનાથી દૂર રહે, હિંસા આદિ પાપોમાં પ્રવૃત્ત ન થાય અને સ્વાર કલ્યાણરૂપ સંયમ સાધનામાં અહર્નિશ સંલગ્ન રહે, તે આ અધ્યયનનો ઉદ્દેશ છે. નરક અને નરકાવાસોની સંખ્યા :- નરક સાત છે. રત્નપ્રભા, શર્કરાપ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા, ધૂમપ્રભા, તમ પ્રભા, મહાતમ પ્રભા. તેનાં સાત ગોત્ર છે અને ઘમ્મા, વંશા, શૈલા, અંજના, અરિષ્ટા, મઘા અને માઘવતી, આ સાત નરકભૂમિઓના નામ છે. આ સાતે નરકભૂમિઓ અસંખ્ય યોજનોના અંતર પર ઘનોદધિ, ઘનવાત, તનુવાત અને આકાશના આધારે સ્થિત છે. તે નરકભૂમિઓ ક્રમથી ૩૦ લાખ, ૨૫ લાખ, ૧૫ લાખ, ૧૦ લાખ, ૩ લાખ, ૧ લાખમાં પાંચ ઓછા (૯૯૯૯૫) અને પાંચ આવાસોમાં વિભક્ત
નરકવાસીઓની ઉત્કૃષ્ટ સ્થિતિઃ-૧ થી ૭ નરકમાં ક્રમશઃ ૧, ૩, ૭, ૧૦, ૧૭, રર અને ૩૩ સાગરોપમાં કાળની સ્થિતિ છે અને જઘન્ય ક્રમશઃ ૧૦,000 વર્ષ, ૧, ૩, ૭, ૧૦, ૧૭ અને ૨૨ સાગરોપમ છે. નારકોની આકૃતિ-પ્રકૃતિ :- નારકજીવોની લેશ્યા, પરિણામ, આકૃતિ અશુભતર હોય છે, તેઓની વેદના અસહ્યતર હોય છે, તેઓમાં વૈક્રિયશક્તિ હોય છે, જેનાથી શરીરના નાનામોટા વિવિધરૂપો બનાવી શકે છે પરંતુ તે જે રૂપોની વિદુર્વણા કરે તે અશુભ, અપ્રિય કે અકાંત જ હોય છે. નારકમાં પ્રાપ્ત થતાં વિવિધ દુઃખો :- નરકમાં મુખ્યરૂપે ત્રણ પ્રકારના દુઃખો હોય છે (૧) પરસ્પર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org