________________
અધ્યયન-૫
_.
૨૨૩ ]
[ પાંચમું અધ્યયન પરિચય 95002 09 શ્રીશ્રા
આ અધ્યયનનું નામ "નરકવિભક્તિ" છે.
કર્મસિદ્ધાંત અનુસાર જે જીવ હિંસા, અસત્ય, ચોરી, કુશીલસેવન, મહાપરિગ્રહ, મહાઆરંભ, પંચેન્દ્રિયજીવ હત્યા, માંસાહાર આદિ પાપકર્મ કરે તો તેને તીવ્ર પાપકર્મોનો બંધ થાય છે અને તે કર્મબંધનું ફળ ભોગવવા માટે તેને નરકગતિમાં જન્મ લેવો પડે છે. સર્વજ્ઞ જિનેન્દ્રો વડે પ્રરૂપિત આગમો દ્વારા આ વાત સિદ્ધ છે.
વૈદિક, બૌદ્ધ અને જૈન, ત્રણ પરંપરાઓમાં નરકનાં મહાદુઃખોનું વર્ણન છે. યોગદર્શનના વ્યાસભાષ્યમાં છ મહાનરકોનું વર્ણન છે. ભાગવતપુરાણમાં ૨૭ નરકોની ગણના છે. બૌદ્ધ પરંપરાના પિટકગ્રંથ સુત્તનિપાતના કોકાલિયસુત્તમાં નરકોનું વર્ણન છે. અભિધર્મકોષના ત્રીજા સ્થાનના પ્રારંભમાં ૮ નરકોનો ઉલ્લેખ છે. નરકવિષયક માન્યતા બધા આસ્તિક દર્શનોમાં અતિ પ્રાચીનકાળથી ચાલી આવે છે અને ભારતીય ધર્મોની ત્રણે શાખાઓમાં નરકનું વર્ણન પ્રાયઃ એક સરખું જોવા મળે છે. તેની શબ્દાવલી પણ મોટાભાગે સરખી છે.
નરક એ એક ક્ષેત્ર વિશેષ (ગતિ)નું નામ છે. જ્યાં જીવ પોતાના દુષ્કૃત્યોનું ફળ ભોગવવા જાય છે અને સ્થિતિપૂર્ણ થાય ત્યાં સુધી તેને ત્યાં રહેવું પડે છે. ઘોર વેદનાને કારણે જીવ ચીસો પાડે, સહાયતા માટે એક બીજાને સંબોધન કરીને બોલાવે, તેવું ભયંકર દુઃખદાયી સ્થાન 'નરક' છે.
નરકનો પર્યાયવાચી "fણ" શબ્દ છે. જેનો અર્થ છે, શતાવેદનીય આદિ શુભ અથવા ઈષ્ટ ફળ જેમાંથી નીકળી ગયું છે તે નિરય.
નિર્યુક્તિકારે નિક્ષેપની દૃષ્ટિએ નરકના છ ભેદ(પ્રકાર)કર્યા છે– "નામ નરક" અને "સ્થાપના નરક" સુગમ છે. દ્રવ્ય નરકના મુખ્ય બે ભેદ. આગમથી અને નો આગમથી. જે નરકને જાણે છે પરંતુ તેમાં ઉપયોગ નથી, તે આગમથી દ્રવ્યનરક છે. નો આગમથી દ્રવ્યનરક જ્ઞશરીર–ભવ્યશરીર– તવ્યતિરિક્ત એમ ત્રણ પ્રકારે છે. આ લોકમાં જે મનુષ્ય અથવા તિર્યંચ અશુભકર્મના કારણે કારાગૃહો, બંધનો અથવા અશુભ, અનિષ્ટ ક્ષેત્રોમાં–પરિવારોમાં નરક જેવું દુઃખ પામે છે. તે તદુવ્યતિરિક્ત નો આગમ દ્રવ્ય નરક કહેવાય છે.
દ્રવ્ય અને નોકર્પદ્રવ્યના ભેદથી દ્રવ્યનરક બે પ્રકારના છે. (૧) દ્રવ્યનરક- જેણે નરકવેદનીય કર્મ બાંધી લીધું છે, તેવા એકભવિક, બદ્ધાયુષ્ક અને અભિમુખ નામગોત્ર(કમ) દ્રવ્યનરક કહેવાય છે. (૨)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org