________________
[ રરર |
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
(૧) પર્વ તુ તાજુ વિUMM, સંથવં સંવારં ૨ વકો :- સ્ત્રી સંગથી અનેક અનર્થો સર્જાય છે. ચારિત્ર ભ્રષ્ટ સાધકની અનેક રીતે અવદશા થાય છે અને અનેક પ્રકારની આપત્તિઓ આવી પડે છે એ જાણીને સાધુએ સ્ત્રીઓના પરિચયથી અને સ્ત્રીસંવાસથી દૂર રહેવું અત્યંત જરૂરી છે. (૨) વના પર્વમા :- તીર્થકરો, ગણધરો આદિએ સ્ત્રી સંસર્ગથી ઉત્પન્ન થનારા તજ્જાતીય કામભોગોને પાપકર્મનો બંધ કરાવનાર અને આત્માને ભારે કર્મો કરનારાં કહ્યા છે. તેથી તેનો ત્યાગ કરે.
(૩) વુિં માં જ સેવાઇ :- સ્ત્રીઓની પ્રાર્થના, અનુનય, માયાચાર આદિને વશ બની તેમની સાથે કરવામાં આવતો ભિન્ન ભિન્ન પ્રકારનો સંસર્ગ–સંવાસ ભયજનક છે. તેથી સાધુ માટે તે શ્રેયસ્કર-કલ્યાણકર નથી. (૪) વેવમાદુ રે વારે ધુરપ થયોદેતન્હ :- વીરપ્રભુએ સ્ત્રીસંસર્ગને મહામોહનીય કર્મના બંધનું તથા બીજા કર્મોનું કારણ માની સ્વયં સ્ત્રી સંસર્ગજનિત કર્મરજથી મુક્ત થયા, રાગ-દ્વેષ-મોહ વિજયી બન્યા. ત્યાર પછી સર્વ સાધકોને સ્ત્રી પરિજ્ઞાનો ઉપદેશ આપ્યો છે. તેથી બ્રહ્મચર્યના આરાધક છે. તે પ્રમાણે ચાલવું અનિવાર્ય છે.
સાધુ સ્ત્રીસંગત્યાગ કેવી રીતે અથવા ક્યા ઉપાયોથી કરે ? આ અધ્યયનના પહેલા ઉદ્દેશામાં તથા બીજા ઉદ્દેશાની પૂર્વ ગાથાઓમાં સ્ત્રીસંગ ત્યાગની પ્રેરણા આપવામાં આવી છે; તેમ છતાં પરમ હિતૈષી શાસ્ત્રકારે ફરી તેના માટેની કેટલીક પ્રેરણાઓ અધ્યયનના ઉપસંહારમાં આપી છે– (૧) આત્મહિતૈષી સાધુ સ્ત્રીસંતવ(સંસર્ગ), સ્ત્રીસંવાસ(સહનિવાસ) આદિનો ત્યાગ કરે. (૨) જેમ વીજળીના કરંટ નો સ્પર્શ થતાંજ મનુષ્ય સાવધાન થઈને તુરંત દૂર હટી જાય છે, બીજીવાર તેનો સ્પર્શ કરતા નથી, તેમ સ્ત્રીસંગજનિત કોઈપણ ઉપદ્રવ–ઉપસર્ગ આવે તો સાધક તેને ભયકારક તેમજ આત્મવિનાશકારી સમજીને સાવધાન થઈ જાય, તેનાથી દૂર ખસી જાય અને પોતાને સંયમમાર્ગમાં સ્થાપિત કરે. (૩) સાધુ સ્ત્રી અને પશુનો સ્પર્શ અથવા આલિંગન પણ પોતાના હાથ વડે ન કરે. (૪) સ્ત્રી સહવાસરૂપ પરક્રિયા અથવા પરસ્પર ગૃહસ્થ પરિચર્યારૂપ પરક્રિયાનો ભિક્ષુ ત્યાગ કરે.
સિનેજ્ઞા :- વૃત્તિકારના અનુસાર fufીયેત = આશ્રય ન લે અથવા આલિંગન ન કરે, સંબોધન (પીડન અથવા મર્દન) ન કરે અથવા સ્ત્રી આદિનો સ્પર્શ ન કરે. ચૂર્ણિકારના અનુસાર–fજેન્દ્ર તિ हत्थकम्म ण कुर्यात् । णिलंजणं णाम स्पर्श करणं अथवा स्वेण पाणिणा तं प्रदेशमपि ન નીયૉન બન્નેન્ન = હસ્તકર્મ ન કરે અથવા નિયંજન એટલે કે સ્પર્શ ન કરે (સ્ત્રી આદિનો સ્પર્શ ન કરે) અથવા પોતાના હાથે તે ગુહ્યપ્રદેશનું પીડન(મર્દન)ન કરે.
છે અધ્યયન ૪/ર સંપૂર્ણ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org