________________
અધ્યયન-૪/ઉદ્દેશક-૨
_.
૨૧૯ ]
કામભોગ-વાસના જાગી જાય તો જ્ઞાનરૂપી અંકુશથી મનને મારી કામભોગોથી વિરક્ત-વિરત થઈ જવું જોઈએ. જે રીતે સતિ રાજેમતિના વૈરાગ્યપૂર્ણ વચનોથી રથનેમિ સંયત ભાવમાં સ્થિર થયા તે જ રીતે દઢ મનોબળથી ભોગમાર્ગમાંથી ચિત્તને પાછું ખેંચી લેવું જોઈએ.
સ્ત્રી સંબંધી ભોગવાસના જાગૃત થતાં જ સાધુ આ પ્રમાણે ચિંતન કરે કે તે સ્ત્રી મારી નથી અને હું તેનો નથી, પછી મારો તેના પ્રત્યે રાગભાવ શા માટે? આ તો મારો સ્વભાવ નથી, મારો સ્વભાવ તો વીતરાગભાવ છે. આ રીતે તે આત્મરક્ષક સાધુ રાગભાવને પોતાના હૃદયમાંથી દૂર કરે.
ભોળાની પુણો વિરજ્જન :- કામભોગકિંપાક ફળની જેમ ભયંકર હાનિકારક છે. કિંપાકફળ એક જ વાર અને તે પણ શરીરને જ નષ્ટ કરે છે પરંતુ સ્ત્રીજન્ય કામભોગો તો વારંવાર, જન્મજન્માંતરમાં શરીર અને આત્મા બન્નેને નષ્ટ કરે છે. આ પ્રકારની વિચારણાથી ભોગમાર્ગથી વિરક્ત થાય છે.
શાસ્ત્રકારની આટલી ચેતવણી હોવા છતાં જો સાધુ કામભોગોની ઈચ્છાને રોક્યા વિના ઊલટા આસક્તિપૂર્વક કામભોગોના પ્રવાહમાં વહી જાય ત્યારે લોકો તેની હાંસી ઉડાવે છે, કહે છે- વાહ રે સાધુ! કાલે તો અમને કામભોગોને છોડવાનું કહી રહ્યો હતો, આજે પોતે જ કામભોગોમાં રત થઈ ગયો! તે સાધુ જનસમાજ માટે અવિશ્વસનીય, અશ્રદ્ધેય, અનાદરણીય, અને નિંદનીય બની જાય છે. તે સાથે તેના ગુરુ, આચાર્ય તથા અન્ય સાથે વસનારા સાધુઓ પણ લોકનિંદા, દુર્દશા તેમજ ઘોર અશાતનાના પાત્ર બની જાય છે. જે સાધુ સ્ત્રી સંબંધી કામભોગસેવનથી થનારી ઘોર હાનિ તેમજ હાંસીની ઉપેક્ષા કરીને ભોગ સેવનમાં પ્રવૃત્ત થઈ જાય છે, તેઓની દુર્દશા કે વિડમ્બનાને વિસ્તારથી બતાવવા માટે શાસ્ત્રકાર કહે છે–સુદ, ગદ મુગતિfમgો ા અર્થાત્ શાસ્ત્રકાર સ્ત્રી સંબંધી ભોગોમાં આસક્ત શીલભ્રષ્ટ સાધકોના બુરા હાલ (ખરાબ દશા) આગળની ગાથાઓમાં સ્પષ્ટરૂપે વ્યક્ત કરે છે. ચાર પ્રકારની મુખ્ય દુર્દશાઓ:- ચારિત્રભ્રષ્ટ, સ્ત્રીઓમાં મૂછિત, કામભોગોમાં પ્રવૃત્ત સાધુ વેષધારી સાધકની જે ભંયકર દુર્દશાઓ થાય છે, તેઓને મુખ્યરૂપે ચાર પ્રકારોમાં વિભક્ત કરી શકાય છે. (૧) સ્ત્રી વશીભૂત સાધકના માથાપર સ્ત્રી પ્રહાર કરે છે (લાત મારે છે, પાટુ મારે છે.) (૨) પોતાની સાથે જ રહેવા માટે લાચાર બનાવી દે છે, (૩) નિત્ય નવી ચીજવસ્તુઓની માગણી કરે છે અને (૪) નોકરની જેમ તેના પર હુકમ કર્યા કરે છે. આ ચારે પ્રકારની દુર્દશા ગાથા દ્વારા સ્પષ્ટ છે. આવા દુર્દશાપાત્ર પુરુષોને ઉપમા :- શાસ્ત્રકારે સ્ત્રીવશીભૂત પુરુષોની તુલના (સરખામણી) આ પ્રકારે કરી છે (૧) દાસ જેવા (૨) મૃગ જેવા (૩) નોકર જેવા (૪) પશુ જેવા (૫) ધોબી જેવા (૬) ઊંટ જેવા(૭) બધાથી અધમ નગણ્ય. [૪] પશુ સમાન – સ્ત્રીવશીભૂત પુરુષ પશુની જેમ કર્તવ્ય-અકર્તવ્યના વિવેકરહિત હોય છે. જેમ પશુ આહાર, નિદ્રા, ભય અને મૈથુનની પ્રવૃત્તિને જ જીવનનું સર્વસ્વ સમજે છે, તેમ સ્ત્રી વશીભૂત પુરુષ પણ અહર્નિશ ભોગપ્રાપ્તિ, કામભોગોને માટે સ્ત્રીની ગુલામી કરે છે અને ઊંટની જેમ રાત દિવસ તુચ્છ સાંસારિક કાર્યોમાં જોડાઈ રહેવાને કારણે તેમજ ઉત્તમ નિરવ અનુષ્ઠાનોથી દૂર રહેવાના કારણે પશુ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org