________________
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
ત્યાગી દો. ત્યારબાદ કેટલાક શીલભ્રષ્ટ સાધક તો સંતાનના પાલન પોષણમાં એટલા આસક્ત થઈ જાય છે કે પછી તેઓ જિંદગીભર ઊંટની જેમ ગૃહસ્થપણાનો ભાર ખેંચતા રહે છે.
१७
राओ वि उट्ठिया संता, दारगं संठवेंति धाई वा । सुहिरीमणा वि ते संता, वत्थधुवा हवंति हंसा वा ॥
=
શબ્દાર્થ :- રવિ = રાત્રે પણ, ક્રિયા સંતા= ઊઠીને, થારૂં વા = ધાવમાતાની જેમ, વારનું ચ સંવેંતિ = છોકરાને ખોળામાં લે છે, તે સુફિયામળા વિ સંતા - તેઓ અત્યંત લજ્જાશીલ (શરમાતા) હોવા છતાં, હૈલા વા વત્થધુવા હવંત્તિ = ધોબીની જેમ સ્ત્રીના અને પુત્રના વસ્ત્ર ધૂએ છે. ભાવાર્થ :(તે પુત્ર પોષણશીલ, સ્ત્રીમોહી પુરુષ) રાતના પણ જાગીને ધાવમાતાની જેમ પુત્રને ખોળામાં સૂવડાવે છે. તે પુરુષ મનમાં ઘણો શરમાતો હોવા છતાં ધોબીની જેમ સ્ત્રી અને પુત્રના વસ્ત્ર પણ ધોઈ નાખે છે.
૨૧૮
एवं बहुहिं कयपुव्वं, भोगत्थाए जेऽभियावण्णा । दासे मिए व पेस्से वा, पसुभूए वा से ण वा केइ ॥
१८
શબ્દાર્થ :- • વં વહુત્તિ પુર્વાં = આ પ્રમાણે ઘણા લોકોએ પહેલાં કર્યું છે, મોનાર્ નેમિયાવળ = જે પુરુષ ભોગ માટે સાવધ કાર્યમાં આસક્ત છે, વાસે મિશ્ વ પેહ્લે વા પત્તુભૂર્ વ છે જેડ઼ ળ વા - તે દાસ, મૃગપ્રેષ્ય મૃતદાસ અને પશુ જેવો છે અથવા તેઓ– બધાથી અધમ– કંઈ પણ નથી.
ભાવાર્થ :- આ રીતે પૂર્વકાળમાં ઘણા(શીલ–ભ્રષ્ટ) લોકોએ કર્યું છે. જે પુરુષ ભોગો માટે સાવધ કાર્યમાં આસક્ત છે, તે પુરુષ કાં તો નોકર જેવા છે, તેઓ મૃગલા જેવા છે, તેઓ પશુ જેવા છે અથવા તો તેઓ કાંઈ પણ નથી.(નગણ્ય અધમ વ્યક્તિ છે.)
વિવેચન :
આ ગાથાઓમાં સ્ત્રીઓના મોહમાં ફસાઈને કામભોગોમાં અત્યંત આસક્ત સાધકોની અવદશા તેમજ દુર્દશાનું વિશદ વર્ણન છે.
Jain Education International
ओएं सया ण रज्जेज्जा :સાધકનું જીવન વીતરાગની આજ્ઞાનુસાર વ્યતીત થતું હોય તેમાં સંયમ અને તપની જ સાધના કરવાની હોય છે પરંતુ જ્યારે તે પોતાના માર્ગથી વ્યુત થાય છે, કોઈપણ પદાર્થની આસક્તિમાં કે સ્ત્રી સંગમાં ફસાઈ જાય છે ત્યારે તેની કેવી દુર્દશા થાય છે તેનું વાસ્તવિક દર્શન શાસ્ત્રકારે કરાવ્યું છે. સાવધાન રહેવા છતાં કદાચ પૂર્વ કર્મના યોગે સાધક ક્યાંક ફસાઈ જાય તો તેમાંથી કઈ રીતે પોતાની જાતને સુરક્ષિત રાખવી તેના એક એક ઉપાયોનું પણ નિરૂપણ છે.
આ ચેતવણી આપવા છતાં સાધુના ચિત્તમાં પૂર્વના સંસ્કારવશ અથવા મોહનીય કર્મના ઉદયવશ
For Private Personal Use Only
www.jainelibrary.org