________________
૨૧૦]
શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ)
(૪) કેટલીક કામુક સ્ત્રીઓ સાધુને આશ્વસ્ત–વિશ્વસ્ત કરીને વિશ્વાસમાં લઈને) વચનબદ્ધ કરી લે છે. શાસ્ત્રકાર પહેલેથી જ એવા સમયે સાવધાન રહેવાની પ્રેરણા કરે છે. જે નિ ય સાસં સભાને
આવા પ્રસંગે સાધુ સ્ત્રી સાથે અનાચાર સેવન માટે વચનબદ્ધ ન થાય. ગમે તે રીતે કુકર્મોનો ત્યાગ કરે. કારણ કે સ્ત્રીસેવન આ લોકમાં નિંદા, ભયંકર દંડ અને પરલોકમાં દુર્ગતિનું મહત્તમ કારણ છે. સ્ત્રી સમાગમ યુદ્ધની જેમ દુઃસાહસપૂર્ણ કાર્ય છે. તેથી સંયમી સાધુ તે વિષયમાં સાવધાન રહે. (૫) સ્ત્રીજન્ય ઉપસર્ગથી શીલભ્રષ્ટ થવાના કારણરૂપે તેઓની સાથે વધારે સમય સુધી સહવાસ કરવો, એકાન્તમાં બેસવું–ઊઠવું, વાર્તાલાપાદિ કરવાનું ટાળવું. ઉપરાંત પો સહિયfપ વિના , "વિહાર" શબ્દના અર્થમાં માત્ર ભ્રમણ-ગમન જ નહીં પરંતુ સાથે ઊઠવા બેસવાદિની ક્રીડા કરવી વગેરેનો સમાવેશ થાય છે. તેથી શાસ્ત્રકારનું તાત્પર્ય એ જ છે કે "સ્ત્રી" સંસર્ગને સાધુએ તેમજ "પુરુષ" સંસર્ગને સાધ્વીએ દરેક પરિસ્થિતિમાં ટાળવાનો જ પ્રયાસ કરવો જોઈએ. (૬) સ્ત્રીજન્ય ઉપસર્ગ માત્ર સ્ત્રી દ્વારા જ થાય તેવું નથી. દુર્બલ મનવાળા સાધુ પોતે કોઈ સ્ત્રીને જોઈ પૂર્વે ભોગવેલા કામભોગોનું સ્મરણ કરે અથવા કોઈ સ્ત્રીનું ચિંતન કરે અથવા કોઈ સ્ત્રીને લલચાવે તોપણ સ્ત્રીજન્ય ઉપસર્ગ આવી શકે. જ્યારે સાધુ વિચલિત થઈ રહ્યા હોય ત્યારે પોતે જ પોતાની જાતે જ્ઞાન અને વૈરાગ્ય તથા સાવધાની દ્વારા સુરક્ષિત થવું જોઈએ. (૭) જ્યારે કોઈ સ્ત્રી કામુકતાવશ સાધુ સમક્ષ અમુક સમયે અમુક જગ્યાએ આવવાનો વાયદો કરે અથવા સાધુને સંકેત કરે તો વિવેકી સાધુ તરત જ સજાગ થઈ જાય. તે સ્ત્રીની તે બધી વાતોને વિવિધ પ્રકારની કામકાળ(પાશ બંધન) સમજે. સાધક આવા પ્રકારની સ્ત્રીઓને મોક્ષમાર્ગમાં અર્ગલા(આગળિયા) સમાન બાધક સમજીને તેઓના સંસર્ગથી દૂર રહે. (૮) સ્ત્રીઓની મનોજ્ઞ તેમજ મીઠી મીઠી વાતો, ચિત્તને આકર્ષિત કરનારાં શબ્દ, રૂપ, રસ, ગંધ, સ્પર્શ આદિનાં પ્રલોભનો, કરુણા ઉપજાવે તેવા વચનો અથવા વિભિન્ન મોહક વાતોથી સાધુ સાવધાન રહે. આ સર્વ પ્રલોભનો અથવા આકર્ષણોને બંધન સ્વરૂપ સમજે. મુક્તિગમન યોગ્ય સાધુએ વિવેકબુદ્ધિથી વિચારીને સ્ત્રીસંવાસ અથવા સ્ત્રીસંગ કરવો કોઈપણ રીતે ઉચિત નથી માટે તેને પ્રારંભથી જ તિલાંજલિ આપી દેવી જોઈએ. આ જ પ્રેરણા ગાથાના ઉત્તરાર્ધમાં શાસ્ત્રકાર કરે છે કે–પત્ર વિવેકામાયા સંવાલો વિ कप्पइ दविए। (૯) સ્ત્રીસંગ વિષલિપ્ત કાંટા તુલ્ય હોવાથી સર્વથા ત્યાજ્ય છે. એક તો કાંટો હોય, વળી તે વિષલિપ્ત હોય, જે વાગવાથી માત્ર પીડા જ થતી નથી પણ તે જીવલેણ બની જાય છે. સ્ત્રીનું સ્મરણ, કીર્તન, મોહ દષ્ટિથી જોવું, કટાક્ષવચનો, એકાંતમાં બેસવું, આદિ રૂપ સ્ત્રી સંસર્ગ વિષલિપ્ત કાંટાની જેમ માત્ર એકવાર જ પ્રાણનો નાશ કરતો નથી પરંતુ અનેક જન્મો સુધી જન્મમરણ તેમજ વિવિધ પ્રકારનું દુઃખ આપતો રહે છે. એક પ્રાચીન આચાર્યે કહ્યું છે –
वरि विसखइयं, ण विसयसुहं, इक्कसि विसिणि मरंति । विसयामिस-घाइया पुण, णरा णरए पडति ॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org